Site icon Ayurvedam

દવા કરતાં 100ગણો અસરકારક પેશાબની બળતરા, પાચન અને વીર્યવધારવાનો જોરદાર દેશી ઈલાજ, જીવનભર નહીં પડે દવાની જરૂર

એલચી આપણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. એલચીનો ઉપયોગ મરી-મસાલામાં વધારે થાય છે. તેનો ઉપયોગ ભારતીય રસોડામાં વિવિધ સ્‍વરૂપે થાય છે. એલચી ખોરાકને તો સ્વાદિષ્ટ બનાવે જ છે, પરંતુ તે સાથે એલચી આપણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. એલચી લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારો કરે છે. એલચીનો ઉપયોગ મોટા ભાગના લોકો ખોરાક અને ચાનો સ્વાદ વધારવા માટે કરે છે. એલચી આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો ચાલો હવે આપણે જાણીએ એલચીથી થતાં લાભો વિશે.

કોલેરામાં એલચીનો ખુબ સારો ફાયદો છે. પાંચથી દસ ટીપાં એલચી નો રસ ઉલટી, ઝાડા અને કોલેરાની સમસ્યામાં લાભકારી હોય છે. 10 ગ્રામ એલચીને એક કિલો પાણીની અંદર ઉમેરી તેને બરાબર પકાવી લો, જ્યારે માત્ર 250 જેટલું પાણી રહી જાય ત્યારબાદ તેને ઠંડુ કરી લો. આ પાણી ના બે બે ઘૂંટડા થોડી થોડી વખતે પીધા કરો આમ કરવાથી કોલેરા જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

એલચી પાચનતંત્રની ઘણીખરી સમસ્યાઓ જેમકે ગેસ કબજીયાત તે રોકવાના મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે તેમાં રહેલું રસાયણ આંતરડાના હલનચલનને વધારે છે. અને પરિણામે પાચન ક્રિયા ઝડપી બને છે. એલચી ખાવાથી મોઢામાંથી આવતી  દુર્ગંધને દૂર કરી શકાય છે. એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવા માટે પન એલચી ફાયદાકારક બને છે.

આર્યુવેદમાં એલચીને એક ગરમ મસાલો ગણાવવામાં આવ્યો છે. જે શરીરને અંદરથી ગરમી આપે છે અને કફ ને બહાર કાઢી તેને ફરીથી છાતીમાં જમા થવા દેતી નથી. એલચી તમારાં ફેફસામાં બ્લડ સર્ક્યુલેશન વધારીને શ્વાસ સંબંધિત સમસ્યાઓ જેમ કે, અસ્થમા, ખાંસી અને શરદી વગેરેથી રાહત અપાવે છે.

એલચીમાં રહેલું ઓઇલ પેટની અંદરની લાઈનને મજબૂત કરે છે. જેના કારણે એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.  ગળું ખરાબ હોય તો ગરમ પાણી સાથે 1 લીલી એલચી, 1 નાનો ટુકડો આદુ, 1 લવીંગ અને 3-4 તુલસીના પાન સાથે ખાવુ. તેનાથી રાહત મળશે. વધુ એલચી ખાવાથી ઘણી શ્વસન સમસ્યાઓ પણ થઈ શકે છે જેમ કે શ્વાસ લેવામાં મુશ્કેલી,છાતીમાં પીડા,છાતીમાં ધ્રુજારી આવવી.

મોઢામાં વારંવાર ચાંદી પડવાની સમસ્યા થી હેરાન છો, તો મોટી એલચી ના દાણાને ઝીણું પીસીને તેમાં  મિશ્રીનો પાવડર નાખી ચાંદા પર લગાવો. તેનાથી ફાયદો મળશે. એલચીનું સેવન હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે. હૃદયના દર્દીઓએ દરરોજ એલચીનું સેવન કરવું જોઈએ. એલચી હૃદયના ધબકારાને સામાન્ય બનાવવાનું કામ કરે છે.

એલચી ના દાણાનું ચૂર્ણ બનાવી મધની સાથે ભેળવીને ખાવાથી પેશાબમાં થતી બળતરા માંથી રાહત મળે છે. ઉલટીમાં પણ એલચી નો ખુબ સારો ફાયદો છે. એલચીની છાલને બાળી તેની રાખમાં મધ ભેળવીને ચાટવાથી ઉલ્ટીની સમસ્યામાંથી રાહત મળે છે. એલચીમાં કેલ્શિયમની માત્રા મોજુદ હોય છે, દૂધમાં તેને ઉમેરી દેવાથી તેનો ફાયદો બમણો થઈ જાય છે.

એલચીના દાણા ને જાવિત્રી, બદામ અને ગાયના માખણ તથા સાકરની સાથે ભેળવીને દરરોજ સવારે તેનું સેવન કરવાના કારણે વીર્ય મજબૂત બને છે. એલચીના દાણા અને સાકરને બરાબર માત્રામાં લઈને પીસી લો. ત્યારબાદ ચાર ગ્રામ જેટલાં ચૂર્ણને એરંડિયાના તેલ સાથે ભેળવીને તેનું સેવન કરો. આમ કરવાથી માથા અને આંખોને ઠંડક મળે છે અને આંખોની રોશની તેજ થાય છે.

એલચી વાળી ચા પીવી એ લાંબા આયુષ્યનું રહસ્ય છે. આ ચા આંતરિક શુદ્ધિ માટે આવશ્યક છે. જે રોજ પીવાથી તમારું સ્વાસ્થ્ય સુધારી તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકો છો. એલચી શરીરમાં રક્તનું પરિભ્રમણ કરવા માટે પણ જાણીતી છે. એલચી તમારા ઉર્જાના ચયાપચયનું કાર્યને સક્રિય કરે છે. જેનાથી તમારું શરીર વધુ પ્રમાણમાં કેલેરી વાપરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version