ભૂખ્યા પેટે એસિડિટી થતી નથી. અતિશય તીખા, ખારા, ખાટા, કડવા રસવાળા આહારનો વધારે પડતો કે સતત ઉપયોગ એસિડિટી કરે છે. હોજરીમાં પિત નો ભરાવો થાય ત્યારે તે આહાર સાથે ભળી આથો ઉત્પન્ન કરે છે, અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આથી ગળામાં, છાતીમાં, પેટમાં બળતરા થાય છે. જમ્યા પછી બે ત્રણ કલાકે, અડધી રાત્રે, નરણા કોઠે સવારે આ તકલીફ વધે છે.
જાણો શું છે એસિડિટીનાં મુખ્ય લક્ષણો?
એસિડિટીનું મુખ્ય લક્ષણ છાતી કે પેટમાં બળતરા થવી. ખાધા પછી અથવા પહેલા પેટમાં સખત બળતરી ઊપડવી. મોમાં ખાટા ઓડકાર આવવા. આ સિવાય ગળામાં બળતરા તથા અપચો આ તમામ લક્ષણો આમાં સામેલ છે. જ્યારે અપચાને લીધે ગભરાહટ થાય છે. ખાટા ઓડકારની સાથે ગળામાં તીવ્ર બળતરા થવી.
એસીડીટી મટાડવાના ઉપાયો
સફેદ ડુંગળી ને પીસી તેમાં દહીં અને સાકર મેળવીને ખાવાથી એસીડીટી મટે છે. કોળાના રસમાં સાકર નાખી પીવું. ગંઠોડા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસીડીટી મટે છે. સૂંઠ ખડી સાકર અને આમળાનું ચૂર્ણ લેવાથી એસીડીટી મટે છે. અડધા લિટર પાણીમાં ૧ લીંબુનો રસ અડધી ચમચી સાકર નાખી જમવાના અડધા કલાક પહેલા પીવું.
ધાણાજીરાનું ચૂર્ણ સાકર સાથે લેવાથી એસીડીટી મટે છે. 100 થી 200 મિ.લી દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા ચાર-પાંચ કાળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવું. આમળાનું ચૂર્ણ રોજ સવારે અને સાંજે એક-એક ચમચી લેવાથી એસીડીટી મટે છે. હંમેશા ભોજન કે નાસ્તા બાદ એકાદ કેળુ ખાવાથી એસિડિટી થતી નથી. મધુપ્રમેહના દરદીઓ કાચુ કેળું લઈ શકે. એકાદ બે ટુકડા કેળુ ખાવાથી પણ એસિડિટી મટી જાય છે.
250 મિલિ પાણીમાં એક લીંબુનો રસ નીચોવી 5 ગ્રામ ખાંડ નાખી દરરોજ બપોરના ભોજનના અડધા કલાક પહેલા પીવાથી એકાદ માસમાં અમ્લપિત્ત મટે છે. આ પીણું કદી પણ ભોજન બાદ લેવું નહીં નહીંતર હોજરીનો રસ વધુ ખાટો થઈ એસિડિટી વધી જશે. એક ચમચી અવિપત્તિકર ચૂર્ણ દૂધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી એસિડિટી મટે છે.
બદામ, પિસ્તા, અખરોટ, મગફળી જેવા સૂકા મેવા થોડા પ્રમાણમાં ખાવાથી એસિડની અસર જતી રહે છે અને આ બધામાં કેલ્શિયમ હોવાથી દાંત મજબૂત થાય છે. 1 ચમચો કાળા તલ પાણીમાં પલાળી, વાટી, માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી એસિડિટી મટે છે.
કોકમ, એલચી અને સાકર ની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે. દ્રાક્ષ અને વરિયાળી રાત્રે 250 મિલિ પાણીમાં ભીંજવી રાખી સવારે મસળી- ગાળી તેમાં 10 ગ્રામ સાકર મેળવી થોડા દિવસ સુધી પીવાથી એસીડીટી, ઓડકાર, ઉબકા, ખાટી ઉલ્ટી, મોમા ફોડલા થવા, પેટમાં ભારેપણું વગેરે મટે છે.
જે લોકોને એસીડીટીની સમસ્યા રહે છે તેમણે રોજ કાચા દૂધનુ સેવન કરવું જોઈએ દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ હોય છે જે એસીડીટીની સમસ્યાને ખતમ કરે છે. સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી એસીડીટી કંટ્રોલમાં રહે છે, રોજ તેનું સેવન કરવાથી થોડા જ દિવસમાં એસીડીટીની સમસ્યા દુર થાય છે. બે મોટી ચમચી સફરજન સિરકા ને ઠંડુ પાણી મિક્ષ કરીને પીવું તેનાથી પાચનક્રિયા સારી રહે છે અને એસિડિટી થતી નથી.
વરિયાળીમાં એન્ટી અલ્સર ગુણ હોય છે જે કબજિયાત અને એસીડીટીની સમસ્યાથી રાહત અપાવે છે જ્યારે પણ તમને એસીડીટી લાગે ત્યારે વરીયાળી ખાઈ લો. જો તમે ચાહો તો વરિયાળીનું પાણી પણ પી શકો છો. એસિડિટીથી કાયમી છુટકારો મેળવવા માટે મેથીના દાણાને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી સવારે ઊઠીને છે ગાળીને પી જવું.
નારિયેળ પાણી તમારા શરીરનું પીએચ લેવલ એસિડિકથી ઘટાડીને આલ્કાલાઇન કરવામાં મદદરૂપ બને છે તેમજ નારિયેળ પાણી પીવાથી તમારા પેટને એસિડ ઉત્પન્ન થવાથી થતી આડ અસરથી પણ રક્ષણ આપે છે. ગોળમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ હોવાથી તે શરીરની પાચનશક્તિ વધારે છે તેમજ એસિડિટીની બળતરાથી બચવા માટે જમ્યા પછી રોજ ગોળનો નાના ટુકડો ખાવાની આદત પાડવી જોઇએ.
આદુ પાચન પ્રક્રિયામાં મદદ કરે છે. કેપ્સ્યુલમાં આદુનો પાવડર પણ મળે છે, અથવા તમે રસોઈમાં આદુનો ઉપયોગ કરી શકો છો, લંચ કર્યાના એક કલાક પહેલાં સાદું લીંબુ પાણી પીવાથી બેચેની દુર થાય છે. એક લવિંગ અને એક ઈલાયચી લઈને પાવડર બનાવી લો. આને જમતી વેળાએ માઉથ ફ્રેશનરના રૂપમાં લેવું જોઈએ. આનું સેવન કરવાથી એસિડિટી દૂર થઈ જશે અને મોંની ખરાબ દુર્ગંઘ સમાપ્ત થશે.