Site icon Ayurvedam

ગમેતેવો છાતીમાં થતા દુખાવો 5 મિનિટમાં ગાયબ, માત્ર કરી લ્યો આ કામ, નહિ પડે ડોક્ટરની જરૂર

ઘણી વખત અચાનક જ છાતીમાં દુખાવો થાય છે અને ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે. જ્યારે અચાનક જ છાતીનો દુખાવો થાય છે એટલે લાગે છે કે હાર્ટ એટેક આવવાની અથવા તો હૃદયને લગતી કોઈ બીમારી થઈ શકે છે. પરંતુ કેટલાક લક્ષણ છે, જે હાર્ટ એટેક આવે તેના 1 મહિના પહેલા ખબર પડી જાય છે. હાર્ટ એટેકથી બચવાની સૌથી સારી રીત તમે તણાવ મુક્ત રહો.

આ ઉપરાંત હાર્ટ એટેકથી બચવા માટે અન્ય કેટલીક રીત છે જેમ કે, વધારે કેલેરી વાળા ખોરોકથી દુર રહેવું અને નિયમિત વ્યાયામ કરવો.

ઘણી વખત છાતીમાં ગેસ થવાથી પણ દુખાવો થાય છે અથવા તો જો શરદી થઈ હોય અને કફ થઈ ગયો હોય તો પણ છાતીમાં દુખાવો થઈ શકે છે. જો ગેસના કારણે છાતીમાં દુખાવો થયો હોય તો તરત જ થોડા તુલસીના પાન ચાવવાથી છાતીના દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત બે થી ત્રણ કાળા મરી ચાવવાથી પણ દુખાવામાં તરત જ રાહત થાય છે.

આ ઉપરાંત જો અચાનક જ છાતીમાં બળતરા ઉપડે તો રોજ સવારે લસણની એક કળી પાણી સાથે ગળવાથી પણ છાતીમાં થતો દુખાવો દૂર થઈ જાય છે. ઘણી વખત છાતીમાં કફ જામી જવાને કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. તે માટે જેઠીમધના મુળિયાને મોઢામાં રાખીને તેનો રસ ચૂસવાથી પણ છાતીના દુખાવામાં તરત જ રાહત થઈ જાય છે.

ખાવામાં તજ ના ઉપયોગથી બ્લડ ફ્લો સોરો થાય છે. જેના કારણે લોહીના ગંઠાઇ જવાની સંભાવના ખૂબ ઓછી થાય છે. હૃદયને લગતી બીમારીઓથી સુરક્ષિત રહેવા માટે દરરોજ એક ચપટી તજનો ઉપયોગ કરો.

જો એવું લાગતું હોય કે હાર્ટ એટેક આવશે તો તમે મુદ્રાનો ઉપયોગ કરીને પણ તરત જ રાહત મેળવી શકો છો. તે માટે તમારે અપાન વાયુમુદ્રા કરવાની રહે છે. વાયુમુદ્રાથી ખૂબ જ મોટું ફાયદો થાય છે. વાયુમુદ્રા કરવા માટે પહેલી આંગળીને વાળીને તેના પર અંગૂઠો દબાવો. ત્યારબાદ બીજી બે આંગળી ને અંગૂઠા સાથે જોડી દો અને ટચલી આંગળીને સીધી રહેવા દો. આમ 15 મિનિટ સુધી કરવાથી હૃદયમાં થતો દુખાવામાં તરત જ રાહત થાય છે.

Exit mobile version