મોઢામાં આપણે કશું ખાદ્ધુ હોઈ કે પાન મસાલાના લીધે ચાંદા પડતા હોય છે. જ્યારે ચાંદુ પડે ત્યારે કશું ખવાતું નથી અને લાય બળે છે તો આજે વાત કરીશું આના ઉપાય ની.
હળદર
હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે.
ટી બેગ
મોઢાના ચાંદાના સારવાર માટે ટી બૈગ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે. તેમા રહેલા ટૈનિક એસિડથી ચાંદાનો દુખાવો ઠીક થાય છે. બસ તમારે થોડીક મિનિટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાની છે.
જામફળના પાન
જામફળના પાનને ચાવવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. આ માટે જામફળના કોમળ પાનમાં કાથો મિક્સ કરીને પાનની જેમ દિવસમાં 2-3 વાર ચાવવાથી મોઢાના ચાંદામાંથી રાહત મળે છે.
લીમડાના પાન
લીમડાના પાન એંટીસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢાના ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરો, આવુ કરવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે.
ફટકડી
ફટકડીના ઉપયોગથી ચાંદાના દુખાવાથી રાહત મળે છે. ફટકડીને મોં માં ચાંદા પર દિવસમાં 2 વાર લગાવો. ધ્યાન રાખો કે ફટકડી લગાવતી વખતે તમને બળતરા થઈ શકે છે.
ઈલાયચી
ઈલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી લો. આ ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાર બને છે તેનાથી મોઢાની ગડકી ખતમ થઈને મોઢાના ચાંદા મટી જાય છે.