Site icon Ayurvedam

આ સામન્ય લાગતું વૃક્ષ છે સૂકી ખાંસી-ઉધરસ અને ચામડીના દરેક રોગ માટે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ..

આસોપાલવના પાન પુજા માટે ઉપયોગી હોય છે, ઘર માં કોઈ તહેવાર કે પ્રસંગ હોય તો પણ આસોપાલવના પાન ના તોરણ બનાવવા, કળશ માં રાખવા, કોઈ પ્રસાદી ધરવા, ભગવાન નો હાર બનાવવા બધે જ આસોપાલવ વપરાય છે, પણ શું તમને ખબર છે?

આસોપાલવ દેશી ઉપચારમાં પણ જાણીતો છે તેનાથી ધાણા બધા રોગ પણ મટી શકે છે, આયુર્વેદમાં આસોપાલવના પાન અને તેની છાલ બંને દવા બનાવવા માટે ઉપયોગી છે, આસોપાલવના પાનનો ઉપયોગ ચહેરા ની કોઈપણ સમસ્યા માટે લાભદાયક છે, તો ચાલો જોઈએ આસોપાલવથી થતાં લાભ વિશે.

આસોપાલવ ઝાડની છાલ, બદામ, હળદર અને કપૂર બરાબર પીસી લો અને તેને ઉકાળાની જેમ ચહેરા પર લગાવવાથી ચહેરાની બધી કરચલીઓ દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. આસોપાલવની છાલ ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે.

ગુમડા થતા હોય એવા લોકોને આસોપાલવની છાલને એક પાણીમાં ઉકાળીને અને તેની પેસ્ટ બનાવી અને તેને પેસ્ટની જેમ લગાવવી જોઇએ. આ પેસ્ટમા સરસવનુ તેલ મિક્સ કરી તેને અસરગ્રસ્ત વિસ્તારમા લગાવો તેનાંથી ગુમડા અને પિમ્પલ્સમા પણ તમને રાહત આપશે તેને ચહેરા પર તેને લગાવવાથી તમારો ચહેરો સુધરે છે અને વૃદ્ધત્વની અસર તમને ઓછી થાય છે.

સ્ત્રીઓને માસિક વખતે અતિ રક્તસ્રાવ થતો હોય અને સાથે કબજિયાત પણ રહેતી હોય તથા વિભિન્ન કારણોથી સફેદ પાણી પડતું હોય તેમણે તે રોગનાં મૂળભૂત કારણોને દૂર કરતાં ઔષધ સાથે આસોપાલવનું સેવન ઉત્તમ પરિણામ આપે છે. આસોપાલવનાં ફૂલો બાળકોની ખાંસીમાં ઉત્તમ પરિણામ આપે છે.

ચાર-પાંચ ફૂલોને થોડા વાટીને રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળીને એ પાણી બાળકને આપવું. સૂકી ખાંસીમાં તો આ ઉપચાર ઘણો લાભકારી છે. આસોપાલવનો મુખ્ય પ્રભાવ ગર્ભાશયની ઉપર થાય છે. ગર્ભાશયના દોષો દૂર કરી તે ગર્ભાશયને બળ આપે છે અને તેના ઉપયોગથી ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે. આસોપાલવનો ઉપયોગ આર્તવ-માસિક સંબંધિત વિભિન્ન સ્ત્રી રોગમાં થાય છે.

ખીલ અને તેના ડાઘ દૂર કરવા માટે આસોપાલવ ના પાન નો લેપ લગાવો. આ લેપ બનાવવા માટે આસોપાલવના પાનને પાણીમાં સાફ કરી તેને પીસી લેવા ત્યાર બાદ તેમાં સરસવનું તેલ મિક્સ કરવું અને આ લેપ ચહેરા પર લગાવવો, ત્યારબાદ 15 મિનિટ સુધી તેને રાખી જ્યારે સુકાઈ જાય ત્યાર પછી પાણીથી ચહેરો સાફ કરી લેવો.

આસોપાલવની છાલ લ્યુકોરેઆ તથા પીરિયડ્સમાં મદદગાર છે. આ સફેદ લ્યુકોરિઆ અને સફેદ સ્રાવની તકલીફ હોય અને જો પીરીયડ અમર્યાદિત હોય તો આ આસોપાલવ ના ઝાડની છાલનો ઉકાળો ખૂબ જ મદદગાર સાબિત થાય છે. પીરીયડ એ વધુ પ્રમાણમાં હોય અને સમય પ્રમાણે ન આવે તો પછી તમારે આ આસોપાલવની છાલને પીસીને તેમાં સમાન માત્રામાં ખાંડ મિક્સ કરીને તેને દિવસમાં ઓછામાં ઓછું ૩ વખત ખાવું જોઈએ.

આસોપાલવની છાલમાંથી બનાવેલ ઉકાળો પીવાથી પેશાબનો અવરોધ દૂર થાય છે. આ માટે છાલને પીસીને બે કપ પાણીમાં ઉકાળો, જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે ઠંડું થઈ જાય પછી દર્દીને આપો. આવું દિવસમાં એકવાર પીવાથી પેશાબના અવરોધ દૂર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version