આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી એક પ્રકારે બેક્ટેરિયાથી થતી બીમારી છે. આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉમરના લોકોને થઈ શકે છે. તેમની આંખની પાંપણનીંચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઈ જાય છે. આંજણીના આ રોગને હિન્દીમાં બીલની, અંજન નામિકા, અંજુલી, ગુહાંજની કે ગુહેરી કહેવામાં આવે છે.
આ રોગમાં આંખોની પાંપણ પર ફોડલી થાય છે, જે દાણા રૂપે હલ્કા લાલાશ પડતો રંગમાં ઉભરે છે, જેમાં પરું ભરાય છે, પરંતુ આંજણી થાય ત્યારે દર્દીને ઘણી તકલીફ થતી હોય છે, આંખની પાંપણો પર આવેલા વાળના મૂળમાં બારીક તૈલી તૈલી સ્ત્રાવ ગ્રંથીઓ આવેલ હોય છે. આ ગ્રંથીને બહારથી ચેપ લાગવાના કારણે તેના પર સોજો આવે છે. બાહ્ય ચેપ આંખને વારંવાર ગંદા હાથ કે ગંદા રૂમાલ ઘસવાને કારણે લાગી શકે છે.
આંખ પર ફોલ્લી છે તો વારંવાર અડવું જ જોઈએ, ફોલ્લીઓ ફોડવી ન જોઈએ, તેમાંથી પરું કાઢવાની કોશિશ ન કરવી જોઈએ, ફોલ્લીઓ ને વારંવાર અડવાથી આંખ પર વધારાનો ચેપ લાગે છે, આંજણી વખતે લેન્સ ન પહેરવો જોઈએ કે ચશ્માનો ઉપયોગ ન કરવો જોઈએ, આંખ પર ફોલ્લી વખતે મેકપ કે મસ્કરા આઈ લાઈનર અને આઈ શેડો ન લગાવવો જોઈએ.
હૂંફાળી ટી બેગ્સ આંજણીની સારવારમાં અસરકાર છે. હૂંફાળી ટી બેગને આંજણી થઈ હોય ત્યાં મૂકો અને ઠંડી થાય ત્યાં સુધી રહેવા દો. આ ઉપચારથી દુઃખાવામાં રાહત મળશે સાથે જ સોજો ઓછો કરશે. આંજણી થવાના લીધે આંખો લાલ થાય છે, આંખમાં ખંજવાળ આવે છે, આંખો દુખે છે, આંખમાં સોજો આવે છે, આંખમાંથી પાણી નીકળે છે, આંખમાં પોપડી વળી જાય છે, આંખ બળે છે, આંખમાં છીપડા જામે છે.
ખસ ખસમાં આયુર્વેદિક ગુણ આવેલા હોય છે, માટે તે આંખની સમસ્યાને દુર કરવાના ગુણ ધરાવે છે, જેમાં આંજણીનો પણ સમાવેશ થાય છે, ખસ ખસના ડોડામાં રસવંતી અને સોનાગેરુ પાવડર ઘૂંટી, આંજણી પર બહારથી લેપ કરવાથી તે મટે છે. તે આંજણીને મટાડીને તેના સોજાનો ન નાશ કરે છે.
લવિંગને આંજણીની શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે. તેના એન્ટી ઓક્સીડેન્ટ ગુણોના કારણે તે આંખોના સંક્રમણને રોકવામાં મદદ કરે છે. આંજણી થાય ત્યારે લવિંગને બાળી કોલસો કરી તેની રાખ જેટલી હળદર અને દૂધ મિક્સ કરી આ પેસ્ટ રાત્રે સૂતી વખતે આંજણી પર લગાડવી. આ પ્રયોગ 2 દિવસ સુધી કરવાથી આંજણી મટી જાય છે.
ફ્રેશ એલોવેરા જેલ આંજણી પર લગાવો અને થોડો સમય માટે રહેવા દો. બાદમાં હૂંફાળા પાણીથી આંખ ધોઈ લો. આ પ્રયોગથી આંખ હાઈડ્રેટ થશે સાથે જ આંજણી મટશે. ગરમ કરેલું દૂધ હૂંફાળુ થાય ત્યારે તેમાંથી તાજી મલાઈ લઈ લો અને આંજણી પર લગાવો. સૂકાઈ જાય ત્યારે દૂધ લઈને એ ભાગ સાફ કરો બાદમાં ચોખ્ખા કપડાંથી લૂછી લો.
એરંડાના તેલમાં રિસિનોલેઈક નામનું એસિડ મળી આવે છે જે ચામડી માટે એન્ટી ઈન્ફ્લેમેટરી એજેંટના રૂપમાં કાર્ય કરે છે. જેના ફળ સ્વરૂપ તે તેલ દર્દ અને સોજાને પ્રભાવી રૂપથી ઓછો કરવામાં મદદ કરે છે. પ્રયોગ માટે આંખોના પ્રભાવિત આંજણી વાળા ભાગને ગરમ પાણીથી ધોઈ લો. તે પછી પાંપણ પર ગરમ શેક કરો. આ પછી રૂની મદદથી પાંપણ પર એરંડાનું તેલ લગાવો. થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી આ સમસ્યા સંપૂર્ણ નાબુદ થઈ જશે.
ધાણાને પાણીમાં નાખીને ઉકાળો. સહેજ ઠંડું પડે એટલે ધાણા કાઢી આ પાણીનો આંજણીવાળી જગ્યાએ છંટકાવ કરો. દિવસમાં 5-6 વાર આ પ્રયોગ કરી શકો છો. જામફળના પાન ધોઈ લો. હૂંફાળા પાણીમાં રૂમાલ પલાળો. હવે આ રૂમાલમાં જામફળના પાન મૂકી શેક કરો. રાહત લાગશે. ઈન્ફેક્શન હોય તો હાથ ધોઈને જ તે ભાગે અડવું અને બાદમાં પણ હાથ ધોઈ લેવા. આંજણીને ફોડવી કે દબાવવી નહીં. આઈ મેક-અપ ન કરવો. કોન્ટેક્ટ લેન્સ ન પહેરવા. થોડા દિવસોમાં કોઈ ફરક ન પડે તો ડૉક્ટરને બતાવી દેવું.