Site icon Ayurvedam

શું તમને પણ વારંવાર હાથ-પગને આમ કરવાની ટેવ છે? ચેતી જાજો આ લેખ તમારા માટે જ છે,વાંચો અહી ક્લિક કરી

કેટલાક લોકો કામ કરવા કે ફ્રી સમયમાં હાથ-પગની આંગળીના ટચાકા ફોડવાની આદત હોય છે. ધીમે-ધીમે તે રમતની આદત બની જાય છે. કેટલાક લોકો તો આ આદત એટલી હદ સુધી થઇ જાય છે કે તે થોડાક સમયની અંદર આંગળીઓના ટચાકા ફોડતા રહે છે. પરંતુ કેટલીક એવી આદતો ખતરનાક હોય છે.

આંગળીઓના ટચાકા ફોડતા સમયે દબાણના કારણે સાંધામાં ખેંચાણ થવાના કારણે તે વધુ ખેંચાય છે. શરીરના હાડકાં લિગામેંટથી જોડાયેલી હોય છે. જેને જોડ કહે છે. આ સાંધાની વચ્ચે એક દ્રવ કાર્બન ડાઇઓક્સાઇડ હોય છે. જે ગ્રીસની જેમ હોય છે. તમારી વારંવાર આંગળીઓના ટચાકા ફોડવા પર આ દ્રવ્ય ખતમ થઇ જાય છે.

હાડકાના દુખવાની શરૂઆત :

સાંધામાં દબાણ ઓછું થવા પર કાર્બન ડાઇઓક્સાઇડ ખાલી સ્થાનને ભરવાનું કામ કરે છે. જેનાથી આ દ્રવ્ય માં પરપોટા બની જાય છે. આ કારણથી આંગળીઓના ટચાકા ફોડતા સમયે અવાજ આવે છે. એક વાર આ પરપોટા ફુટી ગયા બાદ તેને બનવામાં 15-30 મિનિટ લાગે છે. આ કારણે ફરીવાર આંગળીના ટચાકા ફોડવાનો અવાજ આવતો નથી.

વારંવાર આમ કરવાથી સાધા કમજોર પડી જાય છે અને દ્રવમાં ગેસ મિક્સ થતું નથી. જે હાડકાના દુખાવાને ઉત્પન્ન કરે છે. જેથી તમને આંગળીઓ ટચાકા ફોડવાની આદત આજે જ છોડી દો.

જયારે પણ આપણા હાથ અથવા આંગળીઓ માં દર્દ થાય છે ત્યારે આપણે આરામ મેળવવા માટે આપણા હાથની આંગળીઓ ના ટચાકિયા ફોડતા હોઈએ છીએ. જો તમારી પણ આ આદત છે તો ખુબ જ સાવચેત રહેવું કેમકે એવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી અસર થઈ શકે છે.

ડોક્ટર ના કહેવા મુજબ હાથ અથવા પગની આંગળીઓમાં ટચાકિયા ફોડવાથી આપણા હાડકાઓ પર તેની ખરાબ અસર થાય છે. સાથે જ તેનાથી તમારા કામ કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે.

ગઠીયાની સમસ્યા :

નિષ્ણાંત મુજબ આંગળીઓ માં ટચાકિયા ફોડવાથી ગઠીયા ની સમસ્યા થાય છે, એક રીપોર્ટ મુજબ હાડકાઓ એકબીજાના અસ્થિ બંધન માં જોડાયેલા હોય છે. જો તમે આવું હંમેશા કરતા હોય તો તમારા પગમાં ગઠીયા નામનો રોગ થઇ શકે છે જે ખુબ જ દુખ દાયક  છે અને તમારે આખી જિંદગી ગઠીયા ની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.

ટચાકિયા ફોડવાથી હાથો માં સોજો પણ આવી શકે છે. તેની સાથે જ જે પેશી વધુ નરમ હોય તે પેશીઓમાં સોજો આવી શકે છે. એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે જો તમે ઘણા લાંબા સમય સુધી ટચાકિયા ફોડો છો તો તમારી આંગળીઓ કામ કરવાનું બંધ કરી દે છે અને તમારી આંગળીમાં ઘણો દુખાવો પણ થઇ શકે છે. શરીરમાં તંદુરસ્તી પણ રહેતી નથી.

Exit mobile version