સ્વાસ્થ્ય અને આરોગ્યની દ્રષ્ટીએ સર્વોત્તમ ઋતુ છે. આંબળા એ એક ઔષધીય ફળ છે. અનેક રીતે ગુણકારી એવું આંબળુ એ કોઈ ઋતુગત ફળ નહી પરંતુ દરેક ઋતુમાં સેવન કરવા યોગ્ય છે. એવું માનવામાં આવે છે કે, ઋતુગત ફળ સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે.
આંબળુ એક એવું ફળ છે જેનું સેવન દરેક ઋતુમાં તમને અનેક ફાયદા આપી શકે છે. આયુર્વેદમાં આંબળાને રસાયણ દ્રવ્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમળાં વિટામિન ‘સી’ મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્ત્રોત છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આંબળામાં રહેલું વિટામિન ‘સી’ નષ્ટ થતું નથી.
આંબળાનો જ્યૂસ ચહેરા પર થનારા ખીલને દૂર કરે છે.પાઈલ્સના સમયે પેદા થનાર કબજીયાતથી આંબળાનો રસ રાહત આપે છે.આંબળાનો જ્યૂસ નિયમિત પીવાથી આંખોની રોશની વધે છે. લીવરની નબળાઈ કે કોઈ સંક્રમણના કારણે કમળો થઈ ગયો હોય તો આંબળાની ચટણીને મધની સાથે પ્રયોગ કરવો વધારે ફાયદાકારક હોય છે.
જો આંબળાના રસને રોજ મધની સાથે લેવામાં આવે તો અસ્થમા અને બ્રોંકાઈટિસની બીમારીમાં લાભ મળી શકે છે. જો પીરિયડ્સના સમયે વધારે બ્લડિંગ થતું હોય તો આંબળાનો રસ રોજના ત્રણ કેળા સાથે લેવો જોઈએ.
આંબળાના ફળને સૂકવીને તેને લગભગ વીસ ગ્રામની માત્રામાં બહેડાનું ચૂર્ણ તથા તેનાથી બેગણી માત્રામાં લગભગ ચાલીસ ગ્રામ કેરીની ગોટલીનો પાઉડર આખી રાત પલાળી રાખી રોજ સવારે તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા, સુંદર અને ઘેરા થાય છે.
પેશાબથી સંબંધીત મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો આંબળાની તાજી છાલનો રસ દસથી વીસ ગ્રામની માત્રામાં અઢી ગ્રામ હળદર અને પાંચ ગ્રામ મધની સાથે મેળવીને સવાર-સાંજ પ્રયોગ ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસ પર કાબૂ મેળવવા માટે પાંચથી દસ મિલિગ્રામ આંબળાના રસમાં પાંચ મિલિગ્રામ હળદર ઉમેરીને સવારે આ મિશ્રણનું ખાલી પેટે સેવન કરવું જોઈએ.
આંબળામાં અસંખ્ય ઝીણા કાણા પાડી તેને ત્રીસ દિવસ સુધી મધમાં પલાળી રાખવા અને રોજ આવા બે આંબળા ખાવાથી તે સ્વાસ્થ્ય માટે ટોનિકનું કામ કરે છે. આંબળાના સેવનથી હાડકા મજબૂત થાય છે. આંબળાનુ સેવન કરવાથી ઓસ્ટ્રોપોરોસિસ અને આર્થરાઈટિસ એટલે કે, સાંધાના દુખાવામાં રાહત થાય છે.
આંબળાનો રસ આંખો માટે લાભકારી છે. આંબળા આખોની રોશનીને તેજ કરે છે અને મોતિયા જેવી અનેક પરેશાનીઓને પણ દૂર કરે છે. આંબળા મેટાબોલિક ક્રિયાશીલતાને વધારે છે. મેટાબોલિજ્મ ક્રિયાશીલતાથી આપણું શરીર સ્વસ્થ અને સુખી થાય છે.
આંબળામાં ક્રોમિયમ તત્વ હોય છે, જે ડાયાબીટીસ માટે લાભકારી માનવામાં આવે છે. રોજ આંબળાનુ સેવન કરવાથી લોહીમાં ખાંડની માત્રા નિયત્રિત રહે છે. આ સાથે જ આંબળા ખરાબ કોલેસ્ટ્રોલને ખતમ કરી સારા કોલેસ્ટ્રોલને બનાવવામાં મદદ કરે છે. આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે ઘુંટણાના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે.
ચહેરા પર જો દાગ કે ધબ્બા હોય તો રુ થી તેના રસને રોજ ચહેરા પર લગાવવો જોઇએ. તેનાથી ચહેરાના દાગ માં રાહત મળી શકે છે. તેમાં રહેલા ઓક્સીડાઇજિંગ મેલેનિન ત્વચાના ઓપન પોર્સને પણ બંધ કરવામાં મદદ કરે છે. રોજ આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. તેમાં રહેલા એમિનો એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ્સના કારણ તે હૃદય માટે ફાયદાકારક છે.
સમયથી પહેલા વૃદ્વાવસ્થાના લક્ષણોને રોકવા માટે આમળા ઘણાં મદદરૂપ છે. આના માટે સુખા આમળાનું ચૂર્ણ અને તલનું ચૂર્ણ બરાબર મિલાવી ધી કે પછી મધની સાથે ખાવાથી તમે જવાન બની રહેશો.