ખાટા-મીઠા સ્વાદથી ભરપૂર આમલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્યને લાભ આપવા માટે આમલી સાથે તેના બીજ (આંબલિયા) પણ મદદરૂપ છે. તમને જણાવી દઈએ કે આમલીના કાળા અને ચમકદાર બીજ ઘણા બધા ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને હૃદયને સ્વસ્થ રાખવા માટે કારગર સાબિત થાય છે.
સંક્રમણ અને બીમારીઓથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારે હોવી ખૂબ જ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે આમલીના બીજ ખૂબ જ મદદ કરે છે.
નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશનની વેબસાઈટ પર એક શોધકના કહેવા પ્રમાણે આમલીના બીજમાં ઇમ્યુનો મોડ્યુલેશન ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે. આ માટે તમે આમલીનો બીજનો તમારા ડાયટમાં પાવડર રૂપમાં સમાવેશ કરી શકો છો.
આમલીના બીજનો ઉપયોગ કરીને સંધિવાની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. એમસીબીઆઈની વેબસાઈટ પર પ્રકાશિત એક સંશોધન અનુસાર આમલીના બીજમાં એન્ટી-ઇનફ્લામેટરી ગુણ હોય છે. એક્સપર્ટ અનુસાર આ કેલ્શિયમ અને મિનરલ થી ભરપુર હોય છે, એટલા માટે હાડકાઓ ને મજબુત કરે છે અને સાંધા ની સમસ્યા ને પણ સારી કરે છે. એક ઉંમર પછી મહિલાઓ ના શરીર માં કેલ્શિયમ ઓછુ થવા લાગે છે, જેનાથી હાડકા કમજોર થવા લાગે છે, પરંતુ આંબલી ના સેવન થી મહિલાઓ ની આ સમસ્યા ને પણ દુર કરી શકાય છે.
આ ગુણને કારણે સંધિવાની સમસ્યા દૂર થાય છે અને તેના કારણે પગ સુજી જવાની સમસ્યા ઓછી થાય છે. સંધિવાથી રાહત મેળવવા માટે તમે આમલીના બીજનો લેપ લગાવીને તેનો ઉપયોગ કરી શકો છો. એક શોધ અનુસાર ડાયટમાં આમલીના બીજનો સમાવેશ કરવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. ખરેખર તે લો ડેન્સીટી લીપોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
જે શરીરને નુકસાન પહોંચાડીને હૃદયને જોખમ આપે છે. આ સિવાય તે સારા કોલેસ્ટ્રોલ એટલે કે હાઈડેન્સિટી લીપોપ્રોટીનનું સ્તર સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આમલીના બીજ ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે જેની મદદથી ઘણી બધી સમસ્યાઓમાં રાહત મેળવી શકાય છે. એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ પણ આમાંનો એક છે.
આ બીજમાંથી એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ બેક્ટેરિયાથી ઉત્પન્ન થતા પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે જૂનામાં જૂની સૂજી જવાની બિમારીમાંથી પણ છુટકારો આપે. છે. આમલી હૃદય માટે પણ ઉપયોગી છે અને તેને ખાવાથી હૃદયરોગ થવાની સંભાવના ઓછી થાય છે. તેથી, સ્વસ્થ હૃદય મેળવવા માટે, તમારે તમારા આહારમાં આમલીનો સમાવેશ કરવો જોઈએ અને અઠવાડિયામાં એકવાર આમલી ખાવી જોઈએ.
દાંત માટે ફાયદાકરણ છે આંબલીના બીજ, આંબલી ના બીજ માંથી બનાવેલા પાવડર ને દાંત પર રાગાડવું. નિયમિત રૂપથી એવું કરવાથી દાંતો માં ચમક આવે છે અને તે મજબુત બને છે. જે લોકો સ્મોકિંગ કરે છે, એને કમજોર દાંત અથવા પીળા દાંત ની સમસ્યા થઇ જાય છે. એવામાં એને આંબલી ના બીજ ફાયદો પહોચાડી શકે છે.
આંબલી ના બીજ દાંત સાથે સબંધિત અનેક પ્રકાર ની સમસ્યાઓ માંથી છુટકારો મેળવવા માં ઉપયોગ કરવામાં આવે છે.કેન્સર ની સંભાવના ને કરે છે ઓછી, આંબલી ના બીજ માંથી બનાવવામાં આવેલું જ્યુસ કેન્સર ની સંભાવના માંથી છુટકારો આપે છે. આંબલી ના બીજ માં એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીજ હોય છે. આ પ્રોપર્ટીન ના કારણે શરીર માં ટ્યુમર કોશિકાઓ કે એક્સ્ટ્રા કોશિકાઓ બની શકતી નથી. જેના કારણે શરીર ને કેન્સર ની સંભાવના માંથી રાહત મળે છે.
સાંધાનો દુખાવો, આંબલીના બીજને શેકીને તેનો પાઉડર દિવસમાં 2 વાર પાણીની સાથે સેવન કરવું જોઇએ. તેના સેવનથી સાંધા, ઘુંટણ, લુબ્રિકેશન અને ગરદનના દુખાવાથી રાહત મળે છે.બવાસીર, બવાસીરની સમસ્યા દૂર કરવામાં માટે દિવસમાં 2 વાર આંબલીનું પાણી પીઓ.
નિયમિત રીતે આંબલીના પાણીના સેવનથી બવાસીરની સમસ્યા જડમૂળથી દબર કરી શકાય છે.ખંજવાળ, આંબલીના બીજને પીસીને તેમા લીંબુનો રસ મિક્સ કરો. તે બાદ આ પેસ્ટને ડાઘ કે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવવાથી રાહત મળે છે.
ગળુ છોલાવું, ગળુ છોલાવું કે ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે આંબલીના બીજ રામબાણ ઉપાય છે. આંબલીના પાનને પીસીને પીવાથી ગળું છોલાઇ જવું તેમજ ઉધરસની સમસ્યામાંથી મિનિટોમાં રાહત મળે છે. દિવસમાં બે તેનું સેવન કરવું જોઇએ.કેન્સર, એન્ટીઓક્સીડેન્ટ અને ટારટરિક એસિડથી ભરપૂર આંબલી શરીરમાં કેન્સર સેલ્સ વધવા દેતી નથી. જેનાથી કેન્સર જેવી બિમારીઓ દૂર રહે છે. આંબલીને પાણીમાં થોડીક વાર પાણીને પલાળી રાખવી અને આ પાણીને ભૂખ્યા પેટે સેવન કરવું જોઇએ.