કેરીઓના ફાયદા તો બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોવ. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના સ્વાસ્થને લગતા ફાયદા તમે નહીં જાણતા હોય.
આંબાના પાનમાં ખૂબ વધુ પ્રમાણમાં વિટામીન ‘સી’ અને ‘બી’ પણ મળી આવે છે. આંબાના પાંદડા એક એવો ખજાનો છે, જે તમને મફતમાં મળે છે. આંબાના પાંદડામાં કૈફીન એસીડ જેવા ફીનોલીક, મૈગીફેરીન જેવા પોલિફેનોલ્સ, ગૌલીક એસીડ, ફ્લેવેનોઈડ અને ઘણા અસ્થાયી યોગી જેવા ઘટક મળી આવે છે. તો ચાલો હવે અમે તમને જણાવીએ આંબાના પાનથી આપણાં સ્વાસ્થ્યને મળતા લાભો વિશે.
પેટ ખરાબ થવાની સમસ્યામાં પણ આંબાના પાંદડા એક રામબાણ ઈલાજની જેમ કામ કરે છે. આંબાના પત્તાને સુકવીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. નિયમિત પણે તેને પીવાથી પેટના બધા ટોક્સિન્સ નિકળી જાય છે અને તમારું પેટ સાફ થઇ જાય છે.
આંબાનાં પાન કાનના દુખાવવામાં પણ રાહત અપાવે છે. આંબાના પાંદડાને નિચોવીને તેનો જ્યુસ નિકાળી લો અને તેના ટીપા કાનમાં નાંખો તેનાથી કાનના દુખાવામાં ઝડપી રાહત મળે છે. જે જગ્યાઓ પર તમારી ત્વચા દાઝી ગઇ છે ત્યાં આંબાના પાન રાખો તેનાથી ત્વચાને ફાયદો થાય છે અને બળતરામાં પણ રાહત મળે છે.
આંબાના પાંદડા કીડની ની પથરી અને પિત્તની પથરીના ઈલાજ માટે મદદ કરે છે. પથરીના ઈલાજ માટે આંબાના પાંદડાનું દરરોજ સેવન કરવું જોઈએ. ખાસ કરીને તેના પાંદડાને છાયડે સુકવેલા હોય તો ખુબ જ ઉપયોગી થાય છે. પથરીના ઈલાજમાં રાતે એક ગ્લાસ પાણીમાં આ પાંદડાનો પાવડર ભેળવીને રાખવા અને બાદમાં પી લેવાથી પથરી મટે છે. કેરીના પાંદડાને સુકાવીને તેનું બારીક ચૂર્ણ બનાવીને દરરોજ સવારે અને સાંજે 2 ચમચી ચુર્ણ પાણી સાથે ખાવો. ચૂર્ણ ખાવાથી થોડા જ દિવસોમાં પથરી ઓગળીને તૂટીને નીકળી જાય છે.
આંબાની કોમળ કુંપળોના પાંદડાને વાટીને લગાવવાથી વાળ લાંબા અને કાળા થાય છે. આંબાના પાંદડા સાથે કાચી કેરીની છાલોને વાટીને તેલ ભેળવીને તડકે રાખો. આ તેલ માથામાં વાળ પર લગાવવાથી વાળ કાળા રહે છે અને વાળ સફેદ થવાની સમસ્યા દૂર થાય છે. તેમજ વાળ ખરી પડવાની સમસ્યા પણ મટે છે.
આંબાના પાન હેડકી પણ બંધ કરે છે. આ પાન ગળાની બીજી સમસ્યા અને હેડકી આવવાની આદતને દૂર કરે છે. આંબાના કેટલાક પાંદડાને સળગાવીને તેનો ધુમાડો શ્વાસ મારફતે અંદર લો. તેનાથી ગળાની સમસ્યા ખતમ થઇ જાય છે અને હેડકી પણ બંધ થઇ જાય છે. આંબાના પાંદડા અસ્થમાની બીમારીને કન્ટ્રોલ કરે છે અને તેનાથી બચાવે છે. અસ્થમાથી છુટકારો મેળવવા માટે આંબાના પાંદડાની રાબ બનાવીને થોડું મધ ભેળવીને ઉપયોગ કરી શકો છો. બ્લડપ્રેશરની સમસ્યા હોય તો આંબાનાં પાન પાણીમાં ઉકાળી આ પાણીથી નહાવાથી બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છુટકારો મળે છે.
ઝાડા ઉલટીના ઈલાજ માટે આંબાના પાંદડા રામબાણ ઈલાજ છે. ઝાડા-ઉલ્ટીની સમસ્યામાં આંબાના કોમળ 10 પાંદડા અને 2 થી ૩ કાળામરી બંનેને પાણીમાં વાટીને ગોળી બનાવી લેવી. જ્યારે કોઇપણ દવાથી આ સમસ્યા ના મટે ત્યારે આ ઈલાજ કરવાથી ઝાડા- ઉલ્ટી તરત જ મટી જાય છે.
આંજણીના ઈલાજ માટે આંબાના પાંદડા ખુબ જ ઉપયોગી છે. આંબાના પાંદડા આંખોની તકલીફ દુર કરે છે. આંજણીના ઈલાજ તરીકે આંબાના પાંદડાને તોડતા જે રસ નીકળે છે જે રસને આંજણી પર લગાવવાથી આંજણી મટે છે. સાથે તેનાથી આંજણીને લીધે આવેલો સોજો પણ મટે છે.
શરીરનો થાક ઓછો કરવામાં પણ આંબાના પાંદડા ઉપયોગી છે. આંબાના પાંદડાને પાણીમાં નાખીને તે પાણી ગરમ કરીને સ્નાન કરવાથી શરીરનો થાક ઉતરે છે. આ ઈલાજ માટે આંબાના પાંદડાનું ચૂર્ણ કે પાવડર તેમજ તેના પાંદડામાંથી વાટીને કાઢેલો રસ પણ ઉપયોગી થાય છે. આંબાના પાંદડા મગજમાંથી રાહત આપીને થાકને ઉતારે છે અને થાક લાગવાથી શરીર દુખતું હોય તો તે પણ મટે છે.
ઉધરસ માટે આંબાના પાંદડા અકસીર ઈલાજ છે. આંબાના પાંદડાને પાણીમાં નાખી તેમાં થોડું મધ નાખીને તેને તેને ગરમ કરીને ઉકાળો બનાવવામાં આવે છે. આ ઉકાળો પીવાથી ઉધરસની તકલીફ દૂર થાય છે. જયારે ગળું બેસી જાય ત્યારે આ રીતે આંબાના પાંદડામાંથી બનાવેલો ઉકાળો ઉપયોગી થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.