આલૂચા(આલુબુખારા)ના નામથી ઓળખામાં આવે છે. ગુજરાતીમાં આપણે ત્યાં દેશીભાષામાં તેને રાસબરી તરીકે ઓળખીએ છીએ. મુનક્કા (પ્લમ્સ)ના નામે ઓળખાતું અને હિન્દીમાં આલૂચા તરીકે જાણીતુ ફળ બધાને આકર્ષિત કરી દે છે.
તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામીન એ, સી, કે, વિટામીન-બી-6 વગેરે સિવાય પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયબર પ્રાપ્ત થાય છે. તેને તાજુ કે સૂકવીને ખાવામાં આવે છે.
આલુબુખારા એટલે પ્લમ એ વરસાદી ઋતુમાં આવે છે. આ ફળમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. પ્લમમાં ખનિજો, વિટામિન અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય આ ફળમાં કેલરી ખૂબ ઓછી હોય છે. વરસાદની સીઝનમાં પ્લમ શરીર ના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. તેથી વરસાદી ઋતુમાં આહારમાં આલુબુખારાને શામેલ કરવું જોઈએ.
એક મધ્યમ આકારની આલૂચામાં લગભગ 1.3 એમ.જી. પોટેશિયમ જોવા મળે છે. તેમાં પર્યાપ્ત માત્રામાં આયરન પણ જોવા મળે છે. એટલા માટે તેનું નિયમિત સેવન કરવાથી લોહીની ખામી દૂર થાય છે. સાથે જ તેને ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થવાની સંભાવનાઓ પણ ખૂબ જ ઓછી થઈ જાય છે.
આલૂચામાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલા માટે તે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જે લોકોને શરદી અને તાવની સમસ્યા રહેતી હોય, તેમને આલૂચાનું નિયમિત સેવન કરવું જોઈએ.
આલૂચામાં ફાયબર વધુ જોવા મળે છે. એટલા માટે તે કોલેસ્ટ્રોલ ઉપર નિયંત્રણ રાખે છે. તેને ખાવાથી આંતરડા તંદુરસ્ત રહે છે. સાથે જ લીવર સાથે જોડાયેલી બીમારીઓ પણ દૂર થાય છે. આલૂચામાં ફાયબર ઉપસ્થિત હોવાને કારણે તેનું નિયમિત સેવન કરવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્વસ્થ રહે છે.
આલૂચામાં વિટામિન એ જોવા મળે છે. એટલા માટે તેના સેવનથી આંખ ને લગતી કોઈ પણ સમસ્યાઓ દૂર થઈ જાય છે. આલૂચામાં એન્ટીઓક્સીડેન્ટ હોવાને લીધે તેનું નિયમિત સેવન કરવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે. અને ત્વચા ને લગતી કોઈ પણ સમસ્યા માં રાહત મળે છે. અને તેને ખાવાથી યાદદાસ્ત પણ સારી થઈ જાય છે.
આલૂચામાં અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે. સાથે જ તેમાં બીટા કારટોનેસ પણ હોય છે. જેને કારણે તેને ખાવાથી કેન્સરની કોશિકાઓ એક્ટિવ નથી થતી. અને કેન્સર થતાં અટકાવે છે. આલૂચામાં વિટામીન-કે અને પોટેશિયમ હોય છે, એટલા માટે તે શરીરને દિલ સાથે જોડાયેલી બીમારીઓથી બચાવે છે.
આલૂચા શરીરના સુગર લેવલને નિયંત્રિત રાખે છે. આ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું માનવામાં આવે છે. આલૂચાના સેવનથી શરીરની મિનરલ અવશોષિત કરવાની ક્ષમતા વધે છે, એટલા માટે તેને ખાવાથી તાજગી અને ઊર્જાનો એહેસાસ થાય છે.
દરરોજ 100થી 200 મિલિગ્રામ મુનક્કાનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ કેલેરી ઘટાડવાની સાથે હૃદય માટે પણ અક્સિર માનવામાં આવે છે. તેને ખાવાથી વારંવાર ભૂખ નથી લાગતી અને વજન નિયંત્રિત રહે છે. જેથી જો તમેઝડપથી શરીર પરની ચરબી ઉતારવા માગતા હોવ તો તમારા ડાયેટ ચાર્ટમાંઅવશ્ય સામેલ કરવી. આલૂચા ખાવાથી શરીરમાં મિનરલ વધુ માત્રામાં શોષિતથાયચે અને તેના લીધી શરીરને વધુ એનર્જી મળે છે.
આલૂચાથી હાકડાં તૂટતા બચાવી શકે છે. જો મહિલાઓ રજોવૃત્તિ પછી આ ફળ સેવન કરે તો તે પોતાને ઓસ્ટિયોપોરોસિસ અને હાંડકા તૂટતા બચાવી શકે છે. દરરોજ 10 આલૂચા ખાવાથી અસ્થિભંગની શક્યતાઓને ઓછી કરી શકાય છે.
આલૂચાને ગરમીના દિવસોમાં મોમાં રાખવામાં આવે તો તરસ ઓછી લાગે છે. તે મળરોધક છે પરંતુ કબજિયાત નથી કરતું. કબજિયાત દૂર કરે છે. લિવરને શક્તિ આપે છે. પીળીયો ઠીક કરે છે. આલૂચા રુચિકારક, બવાસીર, તાવ, વાયુને દૂર રાખે છે.
આલુબુખારા , સૂકા અંજીર , ગળોસત્વ , ગોખરુ, ખડરાળિયો, કપૂરકાચલી,જવસોનાં મૂળ, ભાંગરો, અધેડો તથા કપૂર મધુર એ દરેક એક એક તોલો લઈ, લીલી અરડૂસી અને સાકર એ દરેક ૧૦ તોલા એ સર્વેને ખૂબ ઘૂંટી અને સોપારી જેવડી ગોળીઓ બનાવી શકાય. આ ગોળીને ગાયના દૂધમાં ઉકાળીને પિત્તજ્વર, અતિસાર, રક્ત વિહાર, પ્રમેહ, કૃમી, ભ્રમ, કોઢ, શ્વાસ અને વ્યાધિઓ પર આપવાથી ઘણી રાહત થાય છે. આની એક કે બે ગોળી લઈ દૂધમાં ઉકાળી શકાય.