શું તમે પણ આનો ઉપયોગ કરી રહ્યા છો તો થઈ જાવ સાવધાન,બની શકો છો 50થી વધુ બીમારીઓનો ભોગ, અહી કરી જરૂર જાણો તેના વિશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લગભગ દરેક રેસ્ટોરન્ટમાં વપરાતો અને આપણને વિવિધ બીમારીઓનો શિકાર બનાવતો પદાર્થ એટલે “મૉનોસૉડિયમ ગ્લુટામેટ”. આ નામના કેમીકલ નું ઉત્પાદન “આજીનોમોટો કંપની” નામ ની વિદેશની ફૂડ કંપની કરતી હતી. ભારત માં વેચાણ અર્થે આ આવતા એનું નામ ‘કેમિકલ નામ’ આવે અને લોકો દૂર હટે એટલા માટે કોઇક ભેજાબાજે પ્રોડક્ટસ નુ નામ જ બદલીને “આજી નો મોટો” કરી નાખ્યુ. કે જે ભારતની વસ્તુ  સોજી – આટા જેવુ ભળતુ નામ લાગે જેથી એનો વિરોધ ન થાય અને આમ ચાઇનીઝ વાનગી થી લઇ પંજાબી વાનગીઓ માં ટેસ્ટ માટે ભારત માં આ લગભગ તમામ રેસ્ટોરન્ટ માં છુટ થી વપરાતી થઇ છે.

પહેલી વાર આજીના મોટાની શોધ 1909માં એક જાપાની જીવ રસાયણના જાણકાર વ્યક્તિએ કરી હતી જેનું નામ ઇકેડા હતું. ઇકેડાએ આ સ્વાદને ઉમામી ના રૂપમાં ઓળખ્યો જેનો અર્થ છે સુખદ સ્વાદ. ઘણા જાપાની સૂપમાં આજીના મોટાનો ઉપયોગ થતો હોય છે. તેનો સ્વાદ મીઠા જેવો હોય છે. અને દેખાવમાં તે ચમકદાર ક્રિસ્ટલ જેવો દેખાય છે. જેમાં પ્રાકૃતિક એમીનો એસીડ રહેલુ છે.

આ આજીનો મોટો ધીમું નહીં પણ તિવ્ર ઝેર છે. જે  સફેદ રંગનો ચમકતો પદાર્થ ‘મૉનોસૉડિયીમ ગ્લુટામેટ’ ઍટલે કે આજીનો મોટો ઍક સોડીયમ્ ક્ષાર છે. જો તમે ચાઇનિઝ-પંજાબી વાનગીના ચાહક હોવ તો તેમા આ પદાર્થ જરૂરથી હશે કેમકે ચાઇનિઝ-પંજાબી વાનગીઓમાં આ પદાર્થ ઍક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભાગ્યે જ તમને ખબર હશે કે આ સ્વાદ વધારવા વાળો પદાર્થ વાસ્તવમાં આપણી સ્વાદગ્રંથીની ક્રીયા ધીમી કરી નાખે છે.જેથી તમને ખોરાકના ખરાબ સ્વાદની ખબર જ ન પડે અને મુળભુત રીતે આ ખોરાકની નબળી ગુણવત્તા છુપાવવા માટે વાપરવામાં આવે છે.તે આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે. ખટાશ સાથે આજીનો મોટો ખાવા માં આવી જાય તો શરીર પર તિવ્ર ખંજવાળ અથવા ફોલ્લીઓ થાય છે .

ગ્લુટામેટમાં પ્રાકૃતિક સ્વાદ વધારવાની ક્ષમતા હોય છે જે એકદમ અલગ જ હોય છે. સોડીયમ ગ્લુટામેટ મીઠું અને ખાંડ સાથે મળીને પોતાના ઉમામી ફ્લેવરને સક્રિય કરે છે. જે તમારા ટેસ્ટને વધારે છે. આ રીતે આજીનો મોટો ખાદ્ય પદાર્થનો સ્વાદ એકદમ બદલી નાખે છે.

માથા નો દુખાવો, પરસેવો, ચક્કર આવા જેવા રોગો આજીના મોટા થી થઈ શકે છે અને જો તમે આ પદાર્થ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોવ તો તે મગજને નુકશાન પણ પહોચાડી શકે છે. તે ખાવાથી શરીરમાં પાણીની અછત હોઇ શકે છે. મોઢા પર સોજો અને ત્વચા ખેંચાવી જેવી કેટલીક આડઅસરો થઈ શકે છે.

વધુ ઉપયોગ ધીમે ધીમે છાતીમાં દુખાવો, શ્વાસ સમસ્યાઓ, અને આળસનુ પણ કારણ બની શકે છે તે ઉપરાંત શરદી ખાસી  અને થાક પણ મેહસૂસ થાય છે. પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવી સામાન્ય આડઅસરો થાય છે.

આજીનો મોટો તમારા પગની માંશપેશી અને ઘુંટણમાં દુખાવો ઉભો કરે છે. હાડકાને નબળા કરી આપણે લીધેલુ કેલ્શિયમ ઓછુ કરી નાખે છે.  તેના ઉપયોગ થી આધાશીશી જેવી સમસ્યા પણ થઈ શકે છે, જો તમારા માથામાં સતત દુખાવો રેહ્તો હોય તો તરત જ આનો ઉપયોગ કરવાનુ બંધ કરો.

આજીનો મોટો ઉત્પાદન પ્રક્રિયા પણ વિવાદાસ્પદ છે. તેનુ ઉત્પાદન પ્રાણીના માંસ માથી મળેલી સામગ્રીથી બનાવા માં આવે છે.આજીનો મોટો બાળકો માટે ખૂબ જ હાનિકારક છે. તેના લીધે શાળાઍ જવા વાળા મોટા ભાગ ના બાળકો માથાના દુખાવા ના શિકાર બની રહ્યા છે, ખોરાક માં ‘આજીનો મોટો’ નો ઉપયોગ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પાડે છે, કેટલાક અભ્યાસો પરથી પૂરવાર થયુ છે કે આવો ખોરાક ખાવાથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે તે સિવાય બાળકને ભોજન પ્રત્યે અતિસંવેદનશીલ બનાઈ શકે છે.

આજીનો મોટો હવે મેગી નૂડલ્સ જે તમામ બાળકો અને મોટા બધા ચાહ થી ખાય છે આ મેગી નુ રહસ્ય ઍ છે કે પ્રોટીન અન સ્વાદ વર્ધક 635  તેમાં વપરાયું હોય છે. આ કંપની દાવો કરે છે કે આમા ઍમઍસજી અથવા આજીનો મોટો નથી નાખવામાં આવતો જ્યારે  પ્રોટીન કૂક થયા પછી આજીનો મોટોમાં પરિવર્તીત થઈ જાય છે અને તે પ્રક્રિયામાં સ્વાદ વર્ધક હોય છે. હાલ ‘આજી નો મોટો’ ચાઇનીઝ અને પંજાબી દાળો માં પણ છુટ થી વપરાતો થઇ ગયો છે. શક્ય હોય ત્યાં સુધી આ ઝેર થી બચવા જેવુ છે.

આજીનો મોટો એ કમ્પની નું નામ છે પદાર્થ નું નહિઆ પદાર્થ મેલ્ટ થઈને વેજિટેબલ્સ પર કોટિંગ થઈ જાય એટલે વેજી. ની ફ્લેવર નાશ નથી થતીજે ખાનાર ને ગમે છેપણ ખાનારને એ ખબર નથી કે  પાચન કે ન્યુટ્રીશન માટે બિનજરૂરી જ નહીં પણ હાનિકારક પદાર્થ છે.જ્યારે પણ ઘરે બનાવો તો આજીનોમોટો વાપરવાનું એવોઇડ કરોસગર્ભાસ્ત્રી  જો ખાઈ તો એને આવનારું બાળક ખોડ ખાપણ વાળું જન્મી શકતું હોય છે.

આજીના મોટાનું વધારે સેવન કરવાથી મોટાપાની સમસ્યાનો ખતરો હંમેશા બની રહે છે. આપણા શરીરમાં લેપ્ટીન હોર્મોન હોય છે જે ભોજનના વધારે સેવનને રોકવા માટે આપણા મગજને સંકેત આપે છે. આજીના મોટાના સેવનથી આ પ્રક્રિયા પ્રભાવિત થઇ શકે છે. પ્રભાવિત થયા બાદ આપણે વધારે ભોજન કરવા લાગીએ છીએ અને ધીમે ધીમે મોટાપાનો શિકાર બનવા લાગીએ છીએ.

અજિનોમોટો ખાદ્ય પદાર્થ બાળકોને ક્યારેય પણ ના દેવા જોઈએ. અજિનોમોટો નો પ્રભાવ પ્રત્યેક વ્યક્તિ ઉપર અલગ અલગ થાય છે. જો કોઈ વ્યક્તિ ને તેના ખાધા પછી કોઈ પણ પ્રકાર ના લક્ષણ ના જોવા મળે તો તેનું સેવન તેના માટે સુરક્ષિત છે અને તે આ પ્રકાર થી બનેલા ખાદ્ય પદાર્થો નું સેવન કરી શકે છે.

છાતી માં દુખાવો અજિનોમોટો ના સેવન કરવાથી અચાનક છાતી માં દુખાવો, ધબકારા વધી જવા અને ર્હદય ની માંસપેશીઓ માં ખેંચાવ થવા લાગે છે.કોઈ પણ વસ્તુ નું અધિક સેવન થી આપણ ને લાભ પહુચવાના બદલે નુકશાન પહોંચે છે. અજિનોમોટો નું પણ વધુ પ્રમાણ માં સેવન અને લગાતાર વપરાશ કોઈ પણ વધુ સંવેદનશીલ વ્યક્તિ ને નુકશાન પહોંચી શકે છે. એટલા માટે જયારે પણ તમે તેનું સેવન કરો છો તો તમને ઉપર દર્શાવેલા કોઈ પણ પ્રકાર ના લક્ષણ જોવા મળે તો તમે તેનું સેવન બંધ કરી દો અને ડોક્ટર ની સલાહ જરૂર થી લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top