પેટ અને પાચનને લગતી આફરો અને ગેસની સમસ્યા માથી તરત જ છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર..

હાલના સમયમાં વ્યક્તિને સૌથી વધુ પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ખોટા ખાનપાન ને  લીધે વ્યક્તિ ખૂબ જ પરેશાન થાય છે. પેટ સાથે જોડાયેલી આવી જ એક સમસ્યા એ છે આફરો આવવો. જેમાં વધુ ખોરાક અને ગેસને લીધે વ્યક્તિનું પેટ મોટું થવા લાગે છે અને દુખાવો થાય છે.

તેથી, આજે અમે તમારા માટે આનો ઉપાય લાવ્યા છીએ, જેની મદદથી તમે આફરોની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે. આફરા માટે વરિયાળી 12 ગ્રામ અને સફેદ જીરુ 6 ગ્રામ લો. બન્ને ઝીણું વાટી, 12 ગ્રામ ખાંડ મેળવી, બાટલીમાં મૂકી દો. સવાર અને સાંજ એક ચમચી ઠંડા પાણી સાથે લેતા રહો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

10-15 દિવસના સેવનથી પેટનો આફરો વગેરે નષ્ટ થશે. હિંગ, છીંકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી પેટનો આફરો મટે છે. કાંદાના રસમાં શેકેલી હિંગ અને મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે. બે ગ્રામ કપૂરકાચલી નું ચૂર્ણ, એક ગ્રામ સોડા, પાંચ ગ્રામ લવણભાસ્કર ચૂર્ણ ભેગા કરી, એક કપ ગરમ પાણીમાં ભેગાં કરી નાખવા પછી તેને હલાવીને પી જવું.

દિવસમાં બે-ત્રણ વાર પીવાથી વાયુની ખાંસી, દમ, ગોળો, છાતીનો દુખાવો, ઓડકાર, હેડકી,આફરો વગેરે મટી જશે. મરીનો ફાંટ બનાવી પીવાથી અથવા સૂંઠ, મરી, પીપર, હરડેના ચૂર્ણને મધમાં મેળવી ચાટવાથી અપચો અને આફરો મટે છે. જીરુ અને હરડેનું સમભાગે ચૂર્ણ લેવાથી પણ આફરો મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

લવિંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે. લસણ, ખાંડ અને સિંધવ સરખા ભાગે મેળવી, ચાટણ તૈયાર કરી, તેમાં બમણું ઘી (થીજેલું) મેળવી ચાટવાથી આફરો મટે છે. લીંબુ કાપી, બે ફાડ કરી, ઉપર થોડી સુંઠ અને સિંધવ મીઠું નાખી, અંગારા પર મૂકી, ખદખદાવી, રસ ચૂસવાથી આફરો મટે છે.

પેટમાં આફરો ચડ્યો હોય કે ચૂંક આવતી હોય તો આકડાના સહેજ પીળા પાનને ગરમ કરી તેનો પેટ પર શેક કરવો. પછી સૂંઠના ઉકાળા સાથે એક ચમચી દિવેલ પીવું. તજ લેવાથી આફરો મટે છે. 25 ગ્રામ મેથી અને 25 ગ્રામ સૂવાદાણા તાવડી પર થોડાં શેકી, અધકચરાં ખાંડી, 5-5 ગ્રામ લેવાથી વાયુ, મોળ, આફરો, ઊબકા અને ઓડકાર મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

500 ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી, છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી, મજબૂત બુચ મારી, એક અઠવાડિયા સુધી રાખી મૂકવાથી જાંબુદ્રવ તૈયાર થાય આ જાંબુદ્રવ 50-6 ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવાથી આફરો મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

જાયફળનું ચૂર્ણ એકબે ટીપાં તેલ અને ખાંડ અથવા પતાસામાં મેળવી ખાવાથી આફરો તથા ઉદરશૂળ મટે છે. જીરું અને સિંધવ સરખે ભાગે લઈ, લીંબુના રસમાં સાત દિવસ પલાળી રાખી, સૂકવી, ચૂર્ણ કરી, સવાર-સાંજ લેવાથી આફરો મટે છે તેમ જ પાચનશક્તિ બળવાન બને છે. શેકેલી હિંગ અને મીઠું ડુંગળીના રસમાં મેળવીને પીવાથી આફરો મટે છે.

1 ભાગ હિંગ, 2 ભાગ ઘોડાવજ, 5 ભાગ કોઠું, 7 ભાગ સાજીખાર અને 9 ભાગ વાવડિંગનું ચૂર્ણ બનાવી બરાબર મિશ્ર કરી પાણીમાં લેવાથી આફરો મટે છે. ફુદીનાનાં પાનની લસણ અને મરી નાખી બનાવેલી ચટણી પાણી સાથે ભેળવીને પીવાથી પેટમાં ખૂબ આફરો આવ્યો હોય, વાછૂટ ન થતી હોય તો તે મટે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

પેટમાં ખૂબ આફરો ચડ્યો હોય, પેટ ફૂલીને ઢોલ જેવું થયું હોય, પેટમાં દુખાવો થતો હોય તો પેટ ઉપર હિંગનો લેપ કરવાથી થોડી જ વારમાં આરામ થાય છે. 3-4 ગ્રામ સંચળ પાણી સાથે લેવાથી પેટનો આફરો મટે છે. પેટ પર હિંગ લગાવવાથી તથા હિંગની ચણા જેવડી ગોળીને ઘી સાથે ગળી જવાથી આફરો મટે છે.

લીંબુના રસમાં જાયફળ ઘસીને ચાટવાથી આફરો મટે છે. જાયફળને લીંબુના રસમાં વાટીને પણ પી શકાય. આફરો ચડતો હોય તો હલકો આહાર લેવો અને એક એલચીના દાણા શેકેલા અજમા સાથે ખાંડી હૂંફાળા પાણી સાથે જમ્યા પછી બે કલાકે પીવાથી રાહત થાય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

400 મિ.લિ. ઊકળતા પાણીમાં 25 ગ્રામ સૂંઠનું ચૂર્ણ નાખી 20-25 મિનિટ ઢાંકી રાખવું. ઠંડું થયા બાદ વસ્ત્રથી ગાળી 25થી 50 ગ્રામ જેટલો આ ઉકાળો પીવાથી પેટનો આફરો અને પેટનો દુખાવો મટે છે. જો કબજિયાતનું પ્રમાણ વધારે હોય તો ગાયના દૂધ અથવા ઘી માં અડધી ચમચી સૂંઠ અને ત્રણથી ચાર ચમચી જેટલું એરંડિયું નાખી પીવામાં આવે તો કોઠાની પેટની શુદ્ધિ થવાથી આફરો મટે છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!