Site icon Ayurvedam

શિયાળામાં જરૂર પીય લ્યો આ દૂધ, વગર દવાએ સાંધાના દુખાવા અને શરદી-ઉધરસ રહેશે દૂર

શિયાળાની ઋતુમાં આદુની ચા પીવાની મજા જ કંઇક અલગ છે, પરંતુ શું તમે જાણો છો કે શિયાળાની ઋતુમાં જો આદુના દૂધનું સેવન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. કારણ કે આદુનું દૂધ પોષક તત્વોનો ભંડાર છે. શિયાળાની ઋતુમાં આદુના દૂધનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે.

કારણ કે આદુમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન, આયર્ન ઝિંક અને કેલ્શિયમ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે, જ્યારે દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન ઇ, વિટામિન એ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે શિયાળાની ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

શિયાળામાં આદુનું દૂધ પીવાથી થતા ફાયદા:

શિયાળામાં આદુના દૂધનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. કારણ કે આ મિશ્રણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શિયાળામાં વાયરસ અને બેક્ટેરિયાથી દૂર રાખે છે. રાતના સૂતા પહેલા કોઇ પણ જાતની મીઠાશ વગર એક કપ ગરમ દૂધમાં આદુ અંથવા સૂંઠ મિક્સ કરીને પીવું જોઇએ. જેનાથી બ્લડ સુગર લેવલ કાબુમાં આવે છે. ખાસ કરીને ડાયાબિટિસ ટાઇપ વનમાં ફાયદાકારક નીવડે છે. જેમાં બ્લડ સુગરના પ્રમાણમાં ચડાવ-ઊતાર થતા હોય છે.

શિયાળાની ઋતુમાં સાંધાનો દુખાવો અને સોજાની સમસ્યા વધુ જોવા મળે છે. પણ શિયાળાની ઋતુમાં આદુના દૂધનું સેવન કરવાથી સાંધાના દુખાવા થતા નથી કારણ કે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે દર્દ અને બળતરા ઘટાડે છે.

ગળામાં ખરાશ કે ઇન્ફેક્શનની ફરિયાદ હોય ત્યારે આદુ વાળા દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણ કે આદુનું દૂધ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર છે, જે ગળાના દુખાવા અને ચેપને દૂર કરે છે.

આદુના દૂધનું સેવન પેટ માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે આદુંના દૂધનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને કબજિયાત, એસિડિટી, અપચો વગેરે જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. પેટના દુખાવાની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે, પરંતુ પેટમાં દુખાવો થાય ત્યારે તમે આદુના દૂધનું સેવન કરો તો તે ફાયદાકારક છે. કારણ કે આ મિશ્રણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે, જે પેટના દુખાવાની સમસ્યાને દૂર કરે છે.

શિયાળાની ઋતુમાં આદુના દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે અને હાડકાને લગતા રોગોનું જોખમ પણ ઘટે છે. કારણ કે આ મિશ્રણમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાં માટે ખૂબ જ જરૂરી છે.

Exit mobile version