Site icon Ayurvedam

પાચન, સાંધાના દુખાવા અને શરદી-ખાંસી માંથી તરત જ રાહત મેળવવા જરૂર કરો આનો ઉપયોગ, દરેક રોગમાં ઉપયોગ કરવાની રીત જાણવા માટે અંહી ક્લિક કરો

સૂંઠ વાળા દૂધનું એકસાથે સેવન કરવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. દૂધને આરોગ્યની અનેક સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં તેનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે.

પહેલા ચાલો તમને જણાવીએ કે સુકા આદુમાં શું જોવા મળે છે. સુકા આદુમાં આયર્ન,ફાઇબર જેવા પૌષ્ટિક તત્વો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને મગજમાં ઓક્સિજન યોગ્ય માત્રામાં પહોંચે છે.

દૂધ એ શરીર માટે એક ઉત્તમ પ્રોટીન વિકલ્પ છે. કારણ કે દૂધમાં પ્રોટીન,કેલ્શિયમ અને રિબોફ્લેવિન (વિટામિન બી -2) ભરપુર હોય છે, તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન સહિત ઘણા ખનિજો અને ચરબી અને ઉર્જા શામેલ છે, જેમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન કે અને વિટામિન ઇ શામેલ હોય છે. આ સિવાય ઘણા ઉત્સેચકો અને જીવંત રક્તકણો પણ ઉપલબ્ધ છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર છે.

સૂંઠ વાળું દૂધ બનાવવા માટે પહેલા દૂધ ગરમ કરો પછી તેમાં આદુનો પાવડર નાખો. આ પછી બંને ઉકાળો અને ગરણી ની મદદતથી ગળી લ્યો . તેનું સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે. કબજિયાત અને પેટમાં દુખાવો પણ દૂર થાય છે. સુકા આદુના દૂધના ફાયદા: સુકા આદુવાળું દૂધ પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. જો ખાધા પછી તમારા પેટમાં સોજો આવે છે,તો સૂકા આદુવાળું દૂધ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

જો તમે ગળાના દુખાવાથી પરેશાન છો,તો સૂંઠ વાળું દૂધ પીવાથી રાહત મળશે. બે થી ત્રણ દિવસ સતત આ કરવાથી તમે ગળાના દુખાવામાંથી છૂટકારો મેળવી શકો છો. આટલું જ નહીં સૂંઠ ચેપથી રાહત આપવા માટે પણ અસરકારક છે.

સૂંઠના સેવનથી શરીરમાં ગરમી અને પરસેવો આવે છે. તાવમાં તેના દૂધના સેવનથી શરીરનું તાપમાન ઓછું થાય છે અને શરીરમાંથી ઝેર દૂર થાય છે. જો સૂંઠ વાળા દૂધમાં થોડું મધ ઉમેરવામાં આવે તો દૂધ વધુ પોષક બને છે. ડાયાબિટીસના રોગમાં પણ આદુનો ઉપયોગ ગુણકારી સાબિત થાય છે. આ બીમારીમાં આદુનું ચોખ્ખું પાણી મધમાં ભેળવી ચાટણ બનાવીને ચાટવું.

બકરીના ચોખ્ખા દુધમાં સુંઠનો ભૂકો (પાવડર) નાખી દુધને ગરમ કરી પીવાથી શારીરિક કમજોરી દૂર થાય છે અને વીર્યશક્તિમાં વધારો થાય છે,વળી આવું દૂધ ખાટા ઓડકાર દૂર કરે છે અને પાચનક્રિયાને  સુધારે છે. સતત હિંચકીની સ્થિતિમાં તમે સુકા આદુ સાથે દૂધ પી શકો છો. આનાથી હીચકીમાં આરામ મળશે. પરંતુ એ ધ્યાનમાં રાખવું પડશે કે સુકા આદુને દૂધમાં ઉકાળો અને ઠંડુ થયા પછી જ તેનું સેવન કરો.

આદુ વાળા દૂધથી ગળાની ખારાશ તો દૂર થાય જ છે અને ઈન્ફેક્શન પણ વહેલી તકે દૂર કરે છે. જો ગળામાં ખારાશ હોય તો રાતે સુતા પહેલા આદુ વાળુ દૂધ પીઓ અને એક કલાક સુધી પાણી ન પીઓ. સુકા આદુનું દૂધ સાથે સેવન કરવાથી સેક્સ લાઇફ સારી બને છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે સૂકા આદુવાળું દૂધ પુરુષોની જાતીય સમસ્યાઓ દૂર કરવામાં પણ ઉપયોગી થાય છે.

જો તમને તમારા સાંધામાં ભારે દુખાવો થાય છે,તો સૂકા આદુવાળું દૂધ તમને ખૂબ ફાયદો કરશે. જો તમે રાત્રે સુતા પહેલા તેને દૂધમાં સુકા આદુ સાથે પીશો તો થોડા જ દિવસોમાં તમને સાંધાના દુખાવાથી રાહત મળશે. આટલું જ નહીં,જો તમે સુકા આદુ અને ગરમ પાણીની સાથે મધ પીશો તો તમને સંધિવાથી ફાયદો થાય છે.

એક સંશોધન મુજબ સૂંઠ મલેરિયા જેવી સમસ્યાઓ સાથે શરદી ઉધરસ માં પણ રાહત આપવાનું કામ કરી શકે છે એટલા માટે માનવામાં આવે છે કે સૂંઠ નો પ્રયોગ કરીને ઉધરસમાં થી રાહત મેળવી શકાય છે. ઠંડી વધુ પ્રમાણમાં લાગતી હોય,શરીરમાં ટાઢ થી કંપારી આવતી હોય તો સુંઠવાળું દૂધ પીવાથી શરીરમાં ગરમાહટ આવે છે. આદુ શરીરમાં રહેલા ગંદા તત્વોને દૂર કરે છે. દમ ની બીમારીમાં પણ લાભકારક પુરવાર થયું છે.

Exit mobile version