Site icon Ayurvedam

અસહ્ય કાયમી માથાનો દુખાવો, આધાશીશી માથી કાયમી રાહત મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, માત્ર 15મિનિટ માં મળશે રાહત, આ ઉપયોગી માહિતી શેર જરૂર કરો

આધાશીશી એ એક જાતની બિમારી છે. આ બિમારીમાં કોઈ એક તરફના માથાના ભાગમાં સખત દુ:ખાવો થાય છે. સવાર થી ચાલુ થયેલ દુ:ખાવો સૂરજ ચઢવાની સાથે વધતો જાય છે, બપોરે ચાલુ રહે છે અને સાંજે સૂરજ ઢળે ત્યારે જ ધીરે ધીરે રાહત થાય છે.

આવા સમયે દર્દીને ઓરડામાં અંધારું કરીને સૂઈ જવાથી પણ સારું લાગે છે. ઉનાળાના સમયમાં આ તકલીફ અવારનવાર થાય છે. આ સમય દરમિયાન ઉબકા, ઉલટી ઉપરાંત પ્રકાશ, ગંધ અને અવાજ પ્રત્યે સંવેદનશીલતા જેવાં લક્ષણો પણ જોવા મળે છે.

રાતના વધુ પડતા ઉજાગરા પણ આગળ જતાં વાયુને વધારી શિરઃશૂલનું નિમિત્ત બની શકે છે. એ જ રીતે દિવસે ઊંઘવાની આદત પણ માથામાં ભારેપણું તથા દુખાવો કરવામાં કારણભૂત બની શકે છે. ધૂળ, ધૂમાડો કે એકધારો માથા પર ઠંડો પવન લાગવો, ખુલ્લા માથા પર સખત તડકો પડવો, વાદળછાયું વાતાવરણમાં કાયમ બહાર ફરવાનું થતું હોય તો તેવી વ્યક્તિને લાંબા ગાળે માથાનો દુખાવો થઈ શકે છે.

આયુર્વેદમાં જણાવ્યા મુજબ આ પિત્તનો રોગ છે. પિત્ત વધે તેવો ખોરાક, ચિંતા, ગુસ્સો, માનસિક તાણ તેમ જ વ્યસનના અતિરેક જેવાં કારણોને લીધે આધાશીશીનો રોગ લાગુ પડે છે.

મગજમાં લોહી પહોંચાડતી નળીઓના સંકોચન અને ફુલાવાની ક્રિયાનું નિયમન કરતા હોય છે, તેમાં રસાયણ અને તરંગોની અસ્થિરતાઊભી થવાને કારણે આધાશીશી થાય છે.આ અસ્થિરતા તાસીર પર આધારિત હોય છે ,મોટાભાગનાં દર્દીઓમાં આનુવંશિક હોય છે.

કુલરની હવામાં જે ભેજ હોય છે તે પણ શરદી અને માથાનો દુખાવો કરી શકે. પોતાની પ્રકૃતિને અનુકૂળ ન હોય એવા વાતાવરણમાં રહેવાથી, અતિશય દુર્ગંધ આવતી હોય એવી જગ્યામાં વધુ સમય રહેવાથી, ઊંચે ઊંચેથી અને વધુ પડતું બોલવાથી, અતિશય ઠંડુ હોય એવું પાણી પીવાથી, દાઢ સડી ગઈ હોય કે કાનમાં દુખાવો થતો હોય તેવી પરિસ્થિતિમાં માથાનો દુખાવો થઈ શકે છે.

વધુ પડતા ઉપવાસ, એકટાણાં, અતિપ્રવાસ, ક્રોધ, તડકો, મદ્યપાન, આળસુ અને બેઠાડુ જીવન તથા કાયમ અપચો રહેતો હોય તેવી સ્થિતિમાં પણ માથાનો દુખાવો થઈ શકે.

જે લોકોને કાયમી કબજિયાત રહેતી હોય તેમને  પણ માથાનો દુખાવો થવાની શક્યતા ખરી. ચશ્માના નંબર વધી ગયા હોય અને પોતાને ખ્યાલ પણ ન હોય તેવી સ્થિતિમાં કેટલાક લોકોને માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે.

સખત તાવ હોય તેવી સ્થિતિમાં અને ખાસ કરીને મલેરિયાના તાવમાં તો માથું ખૂબ જ દુખે છે. ચશ્માના નંબર વધી ગયા હોય તેવી વ્યક્તિને પણ માથું દુખે છે. અને તે નંબરવાળા ચશ્મા પહેરવાથી દૂર થાય છે.

આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાંખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.લસણની કળીઓ પીસીને કાનપટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે. દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી મટે છે.

સૂંઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.દૂધમાં ઘી મેળવી, પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે. સૂરજ ઉગે તે પહેલાં ગરમાગરમ, તાજી, ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે. માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે. આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુઃખતું હોય તો ઊતરે છે.

એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી, ઉકાળીને, પીવાથી, તેનો વાક (નાસ) લેવાથી માથાનો દુઃખાવો મટે છે.ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને, તે દૂધના ૩/૪ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.

માથુ દુઃખતું હોય તો તુલસીનાં પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.લવિંગના અને તમાકુનાં પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશીનું દર્દ (માઈગ્રેસ) માઈગ્રેન મટે છે.

નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મિનિટમાં માથાનો દુઃખાવો મટે છે. મરીને શુદ્ધ ઘીમાં ઘસીને તેના નાકમાં ટીપાં પાડવાથી આધાશીશી મટે છે. જીભ ઉપર ચપટી મીઠું મૂકી, દશ મિનિટ પછી એક ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુઃખાવો મટે છે.

માથા ના દુખાવા નો સૌ પ્રથમ ઉપાય તો આરામ છે . પુરતી ઊંઘ , પુરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથા નો દુખાવો થાય અને થાય તો એ તરત મટી પણ જાય છે.

Exit mobile version