દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક માથાનો દુઃખાવાનો સામનો કરવો પડે છે. માથામાં દુખાવો થવાના ઘણા કારણો હોય છે જેમ કે મુખ્યત્વે માઈગ્રેન (આધાશીશી), TTH (ટેન્શન ટાઈપ હેડએક), કલ્સટર હેડએકનો સમાવેશ થાય છે. અન્ય કારણોમાં મગજનો તાવ, ટીબી કે ગાંઠ (ટ્યુમર) પણ ઘણીવાર માથાના દુઃખાવાનું કારણ બનતા હોય છે. અલબત્ત, એનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
આધાશીશી એક એવો જટિલ રોગ છે જેમાં વારંવાર માથામાં દુખવાના લક્ષણ જોવા મળે છે. મોટાભાગે માથાના એકબાજુમાં દુખાવો થાય છે અને કેટલાક કિસ્સાઓમાં દશ્ય અને સંવેદનાત્મક લક્ષણો પણ જોવા મળે છે. જેને સામાહિક રૂપે આભા તરીકે ઓળખવામાં આવે છે. આધાશીશી સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે અને આનુવંશિક કારણો સંકળાયેલા હોય છે.
આયુર્વેદ પ્રમાણે આધાશીશી ઉત્પન્ન થવા પાછળ ઘણાં કારણો જવાબદાર ગણાય છે. જેમ કે, ગરમી અને ઉગ્ર તડકમાં ફરવાથી, ઉપવાસ અથવા ભૂખ્યા રહેવાથી, આલ્કોહોલના સેવનથી, અતિશય ઘોંઘાટ અને ભીડભાડવાળા વિસ્તારમાં ફરવાથી, વારસાગત અથવા આનુવંશિક રીતે, રાત્રી જાગરણથી, અત્યાધિક પ્રોટીન યુક્ત કે કોઈ વિશિષ્ટ આહારથી કે માસિક આવતા પહેલાં આ વિકૃતિ ઉત્પન્ન થતી હોય છે.
આધાશીશીનો દુખાવો માથાના કોઈ એક હિસ્સાથી ચાલુ થાય છે જેમાં વ્યક્તિ ને તીવ્ર સણકા મારતા દુખાવો થાય છે. દુઃખાવાનો સમય 4 થી 72 કલાક સુધીનો હોય છે. માથામાં દુઃખાવાની સાથે સાથે ઉબકા અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળે છે. માથાના દુઃખાવાના સમયે તીવ્ર રોશની કે ઘોંઘાટથી ખૂબ જ તકલીફ થાય છે. અમુક કિસ્સાઓમાં પક્ષઘાત જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. હવે આપણે જાણીશું આધાશીશીના ઉપચારો.
હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી અથવા સુંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે. સુરજ ઉગે તે પહેલા ગરમા ગરમ તાજી શુદ્ધ ઘીની જલેબી ખાવાથી અથવા કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે. આમળાનું ચૂર્ણ સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.
શાકભાજી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કોબીજ માથાના આ પ્રકારના દુખાવામાં ખુબ જ ઉપયોગી થાય છે. કોબીજમા ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સાથે આધાશીશી કે માઈગ્રેનના દુખાવામાં પણ ખુબ જ ઉપયોગી છે. આ માટે કોબીજને વાટીને ગરદન અને ખંભા પર લગાવવાથી આધાશીશીથી રાહત મેળવી શકાય છે.
માઈગ્રેનના દર્દથી રાહત મેળવવામાં પણ તુલસી ઉપયોગી છે. તુલસીનું તેલ માથામાં માથામાં નાખવાથી આધાશીશીના દુખાવામાં ખુબ જ રાહત મળે છે. આ તેલ માંસ પેશીઓમાં આરામ આપે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.
આધાશીશીની સારવારમાં પાલક અને ગાજરનું જ્યુસ પીવું ખુબ ફાયદાકારક હોય છે. એક ગ્લાસ ગાજરના જ્યુસમાં એક ગ્લાસ પાલકનું જ્યુસ ભેળવો અને પીવો. એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ઉકાળીને પીવાથી અથવા ઠંડા દૂધમાં સુંઠ ઘસીને તે દૂધના ત્રણ ચાર ટીપા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
આધાશીશીના દુખાવાને દુર કરવામાં દ્રાક્ષનું સેવન ફાયદાકારક છે. આ દ્રાક્ષ મોસમી ફળ હોવાની સાથે તે કાર્બોહાઈડ્રેટ, વિટામીન એ અને સી તેમજ ડાયટરી ફાઈબર મળી આવે છે. તે બધાજ જરુરી તત્વો માઈગ્રેનના દર્દને ઓછુ કરવામાં કારગર છે. અડધો ચમચો લીંબુનો રસ અને અડધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
કપૂરને ઘીમાં ભેળવીને માથા પર હળવા હાથેથી માલીશ કરવાથી માઈગ્રેન એટલે કે આધાશીશીની સમસ્યાથી થનારા દર્દમાં રાહત મળે છે. માથુ દુઃખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથુ ઉતરે છે. નાળીયેરનું પાણી પીવાથી અથવા લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
ઘી થી આધાશીશીનું દર્દ ઠીક થઈ જાય છે, આધાશીશીનું દર્દ ઠીક કરવા માટે દરરોજ ઘીના 2 ટીપા નાકમાં નાખો. આ ઉપાય દિવસમાં બે વખત કરવાથી માથાનો દુખાવો તરત દૂર થઈ જાય છે. ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે માથાનો દુખાવો થાય છે તો ઘીનો ઉપયોગ કરો. તેનાથી બે મીનીટમાં માથાનો દુખાવો મટી જાય છે.
તજને વાટીને ચૂર્ણ બનાવી લો. આ પછી તેમાં સીમિત માત્રામાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. માથામાં દર્દ વાળી જગ્યા પર લગાવો અને અડધા કલાક પછી પાણીથી ધોઈ લો. આ ઉપાયથી માથાનો દુખાવો ઓછો થઇ જશે. આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.