તજ આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વસ્તુ છે. ચાલો આજે આપણે આજે તેના ફાયદા જોઈએ. તજ નું તેલ દુખતા દાંત ઉપર લગાવવાથી દાંતનો દુખાવો મટી જાય છે. તજ પાવડરની થોડીક ફાંકી ગરમ પાણી સાથે દિવસમાં ૩વાર લેવાથી લાભ થતો હોય છે. તેને ૧ ચમચી મધમાં પણ ભેળવીને ખાય શકો છો. જુકામ થયો હોય તો તજ, જેઠીમધ અને નાની ઈલાયચીને સારી રીતે વાટીને પાણીમાં ભેળવીને તેને ગરમ કરીને પાણી અડધું થઈ જાય ત્યારપછી તેમાં સાકર નાખીને પીવાથી જુકામ દુર થઇ જાય છે.
તજને ન્યૂટ્રિશન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. પેટ અને પાચન માટે તજ ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. તજનો ઉપયોગ પુરાના સમયથી એક સારી ઔષધી તરીકે કરવામાં આવે છે. આ સિવાય તજનું સેવન બ્લડ શુગર અને મેટાબોલિઝ્મને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આના નિયમિત ઉપયોગથી વજન વધતું નથી.
જે સ્ત્રીઓને ગર્ભ ધારણ જ નથી થતું, તે એક ચપટી તજનો પાવડર એક ચમચી મધમાં ભેળવીને પોતાના પેઢામાં દિવસમાં ઘણી વાર સુધી લગાવી રાખવું. અને તેને થૂંકવું નહી. તેનાથી તે લાળમાં ભળીને શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી સ્ત્રીઓ થોડા જ દિવસમાં ગર્ભવતી થઇ જાય છે. ગર્ભસ્ત્રાવ.નબળા ગર્ભાશયને કારણે વારંવાર ગર્ભપાત થતો રહે છે. ગર્ભધારણથી થોડા મહિના પહેલા તજ અને મધ સરખા ભાગે ભેળવીને એક ચમચી રોજ સેવન કરવાથી ગર્ભાશય શક્તિશાળી બને છે.
તજના ટુકડા ચાવીને ચૂસવાથી મોઢાની દુર્ગંઘ દુર કરી શકાય છે, અને દાંત મજબુત બને છે. એક ચમચી મધમાં એક ચમચી તજનો પાવડર ભેળવીને એક મોટા મોઢાવાળી બોટલમાં રાખી મૂકવું. જ્યારે પણ બીડી, સિગરેટ, તમાકુ ખાવાની ઈચ્છા થાય તો તેમાં આંગળી ડુબાડીને ચૂસવું. તેનાથી ધુમ્રપાન છૂટી જાય છે.
શિયાળામાં મેટોબોલિક રેડ સારું હોય છે. સાથે જ શરીરના અંદરના ભાગ પણ સારી રીતે કાર્ય કરી શકે છે. નવશેકા પાણીમાં ચપટી તજ પાઉડર મિક્ષ કરીને પીવાથી બ્રેન પાવર વધે છે અને મેમરી તેજ થાય છે. ડ્રિંકમાં ડાઈયૂરેટિક ગુણ હોય છે. જે યૂરિન પ્રોબ્લેમ્સથી રાહત આપે છે.
ક્યારેક ખંભામાં દુ:ખાવો થાય છે. ત્યારે તજનો ઉપયોગ કરવાથી ખંભાનો દુ:ખાવો સારો થઇ જાય છે. મધ અને તજનો પાવડરને સરખા ભાગે ભેળવીને રોજ ૧ ચમચી સવારમાં સેવન કરવાથી શરીરમાં જીવાણુંઓ અને વાયરલ ચેપ સામે લડવાની શક્તિમાં વધારો થાય છે. શરીરની પ્રતિકારક શક્તિ વધે છે. ખંભા ઉપર આ મિશ્રણનું માલીશ કરીને છેલ્લે લેપ કરવો જોઈએ. કોઈ પુરુષ જે બાળક ઉત્પન કરવામાં અસમર્થ હોય છે, તે જો રોજ સુતી વખતે બે મોટી ચમચી તજ લે તો વીર્યમાં વધારો થાય છે અને તેની એ તકલીફ દુર થઇ જાય છે.
કાનમાં ઓછું સંભળાવાનો રોગમાં કાનમાં તજનું તેલ નાખવાથી આરામ આવે છે. ખીલની સમસ્યામાં એક ચમચી મધમાં એક ચમચી તજનો પાવડર અને થોડા ટીપા લીંબુના રસને નાખીને લેપ બનાવીને ચહેરા ઉપર લગાવવું. પછી એક કલાક પછી ચહેરો ધોઈ નાખવો. તેનાથી ચહેરાના ખીલ ઓછા થઇ જાય છે.
તજનું પાણી ઉપયોગમાં લેવાથી ઈમ્યૂનિટી વધુ મજબૂત બને છે. જેમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. જેથી તમારા શરીરના રોગો સામે લડવામાં મદદ કરે છે. વજન ઘટાડે છે. જો તાજના પાણીને પીવામાં આવે તો શરીરમાંથી ટોક્સિક બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ભૂખ ઓછી લાગે છે અને તમે જંકફૂડ થી દૂર રહો છે અને તમારૂ વજન પણ ઓછું થાય છે.
બે મોટી ચમચી મધ, ત્રણ ચમચી તજનો પાવડર અને ચારસો મી.લિ. ચા ને ઉકાળેલ પાણીમાં ઘોળીને પીવથી બે કલાક પછી જ લોહીમાં દશ ટકા કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. જો ત્રણ દિવસ સુધી સતત પીવામાં આવે તો જૂનમાં જૂનો કોલેસ્ટ્રોલ પણ દૂર થઈ જશે. મધ અને તજને સરખા પ્રમાણમાં ભેળવીને એક ચમચી નાસ્તામાં બ્રેડ કે રોટલીમાં લગાવીને રોજ ખાવાથી ધમનીઓનું કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે. જેમને એક વખત હાર્ટએટેક આવી ગયેલ હોય તેને ફરી વખત હાર્ટએટેક આવતો નથી.
તજ મનને પ્રફુલ્લિત કરે છે. તમામ પ્રકારના દોષને દુર કરે છે. તે પેશાબ અને ભેજ એટલે કે માસિક ધર્મ ચાલુ કરે છે. ધાતુની પુષ્ટી કરે છે. માનસિક ઉન્માદ એટલે ગાંડપણ દુર કરે છે. તેનું તેલ શરદીની બીમારીઓ અને સોજા અને દુ:ખાવાને શાંત કરે છે. માથાના દુ:ખાવા માટે તે ઘણી જ ગુણકારી ઔષધી હોય છે.
દુધની મલાઈમાં ચપટી ભરી તજ ભેળવીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરાના ડાઘ, ધબ્બા દુર થઇ જાય છે. ધાધર, ખરજવું અને તમામ ત્વચાના ચેપી રોગોને ઠીક કરવા માટે સરખા પ્રમાણમાં મધ અને તજ ને ભેળવીને રોજ લગાવવું જોઈએ. તજનું રોજ સેવન કરવાથી થાક, આંખોની દ્રષ્ટિ ઓછી થવી, હ્રદય, કીડની ખરાબ થવી વગેરે રોગોથી બચી શકાય છે.
તજ ઉષ્ણ, પાચક, સ્ફૂર્તિદાયક, વીર્યવર્ધક અને મૂત્રલ છે. તે વાયુ અને કફનું શમન કરીને ઉત્પન થતા ઘણા રોગોને દુર કરે છે. તે શ્વેત રક્તકણોની વૃદ્ધી કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હરસ, કૃમિ, ખંજવાળ, ટી.બિ, ઇન્ફલુંએંજા, મૂત્રાશયના રોગ, ટાઈફોઈડ, હ્રદય રોગ, કેન્સર, પેટના રોગ વગેરેમાં તે લાભદાયક નીવડે છે. ચેપી બીમારીઓની આ ખાસ ઔષધી છે.
જે તજ, પાતળા, મુલાયમ ચમકદાર, સુગંધિત અને ચાવવાથી તમતમાટ અને મીઠાશ ઉત્પન કરનાર હોય, તે તાજ ઉત્તમ હોય છે. તજ ગરમ હોય છે. એટલે તેને થોડા પ્રમાણમાં લઈને ધીમે ધીમે વધારવું જોઈએ. પણ જો કોઈ પ્રકારની આડ અસર કે નુકશાન થાય તો સેવન થોડા દિવસમાં જ બંધ કરી દેવું, અને ફરી પાછું થોડા પ્રમાણમાં લેવાનું શરુ કરી દેવું.
તજ પાવડરના ઉપયોગનું પ્રમાણ એક થી પાંચ ગ્રામ હોય છે. પાવડર ચમચીની કિનારીથી નીચે સુધી જ ભરવી જોઈએ. બાળકોને પણ આવી રીતે ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. તજનું તેલ એક થી ચાર ટીપા સુધી કામમાં લઇ શકાય છે. તજનું તેલ તીક્ષ્ણ અને તેજ હોય છે. તેથી તેને આંખોની પાસે ન લગાવું જોઈએ.