ચોમાસામાં માં ઊગી નીકળતી આ વનસ્પતિ એક વર્ષ જેટલું આયુષ્ય ભોગવતી હોય છે.પીળા રંગ ના ફૂલ થતા હોય છે જે બપોર પછી ખીલતાં હોય છે. અતિબળા નાં ફળ ગોળ કાંસકી જેવા કાપા વાળા ફળ દેખાય છે તે પીળાશ પડતાં લીલા કલર ના હોય છે અને પાકે ત્યારે કથ્થઈ કલર ના થઇ જતાં હોય છે.
આ વનસ્પતિ વાજીકરણ એટલે કે સેક્સ ના રોગો જેમકે શીઘ્ર સ્ખલન જેવા રોગો માં અકસીર કામ આપે છે.પુરુષો માં ધાતુ જવી , સેક્સ ની કમજોરી , અશક્તિ, નબળાઈ, જેવા કેસ માં બીજ નું ચૂર્ણ આપવાથી ફાયદો થાય છે
સ્ત્રીઓ માં વંધ્યત્વ ના કેસો માં સરસ પરિણામ આપે છે.આ વનસ્પતિ પેશાબ માં બળતરા, પથરી, પેશાબ અટકી અટકી ને આવવો, પેશાબ ઓછો થવો તમે ખપાટ ના મૂળ , પાન , ડાળી, ફૂલ અને ફળ નો મિક્ષ ઉકાળો બાળકો માં થતી સસણી જેવી બિમારીઓ માં ખૂબ સરસ કામ આપે છે.પાન ની ભાજી ઘી માં બનાવી ખાવા થી દૂઝતા હરસ મટે છે.મૂળ નું ચૂર્ણ સાંધા ના વા માં ફાયદારૂપ થાય છે.મોઢા ની ગરમી માટે અતિબલા ના પાન ચાવી ને ખાવા થી ફયાદો થતો હોય છે.
આપણી આસપાસ અનેક અમૂલ્ય ઔષધિઓ ઊગે છે. પરંતુ, આપણે તેમને જાણતા-ઓળખતા ન હોવાથી ઘણી વખત તેમને નષ્ટ કરી દઈએ છીએ. આવી ઔષધિઓમાં ‘ખરેટી’નો પણ સમાવેશ થાય છે. આ ખરેટીને આયુર્વેદમાં ‘બલા’ કહેવામાં આવે છે. જે ઉત્તમ બળપ્રદ, ઓજવર્ધક અને વાયુનાશક ઔષધિ છે.
આયુર્વેદ પ્રમાણે બલા સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, ત્રિદોષનાશક, બળપ્રદ, પુષ્ટિકર, ઓજવર્ધક, ગર્ભસ્થાપક તથા ઉદરવાયુ, પક્ષઘાત, અડદીયો વા, સંધિવા વગેરે વાયુનાં વિકારો, સંગ્રહણી, હૃદયની નબળાઈ, સોજા અને તાવનાશક છે. તેનાં બીજ (બળદાણા) સ્વાદમાં મધુર અને તૂરા શીતળ, પચવામાં ભારે, કામોત્તેજક, સ્તંભક તથા શ્વાસ, શ્વેતપ્રદર અને મૂત્રાધિકય મટાડનાર છે.
રાસાયણિક દ્રષ્ટિએ બલાના મૂળ અને બીજમાં કેટલાક ક્ષારીય તત્વો રહેલા છે. જેમાં ‘ઈફેડ્રીન’ મુખ્ય છે. આ સિવાય તેમાં સ્ટિરોઈડ, ફાઈટોસ્ટિરોલ, રાળ, મ્યુસિન, પોટેશીયમ નાઈટ્રેટ વગેરે ઘટકો પણ રહેલા છે.
આયુર્વેદમાં એક ‘અવબાહુક’ રોગનું વર્ણન છે. આજકાલ તેનું પ્રમાણ થોડું વધારે જોવા મળે છે. અવબાહુકમાં કોઈપણ એક હાથ જલાઈ-જકડાઈ જાય છે, હાથ ઊંચકી શકાતો નથી અને ઊંચકી શકાય તો પૂરેપૂરો ઊંચકાતો નથી, કપડા પહેરવામાં પણ તકલીફ પડે છે.
આધુનિક ચિકિત્સકો તેને ‘ફ્રોજન સોલ્ડર’ કહે છે. બલા આ વાયુજન્ય રોગનું ઉત્તમ ઔષધ છે. એક મહિના સુધી બલાનાં મૂળનો ઉકાળો રોજ સવારે પીવાથી અને બલાતેલનું માલીસ કરવાથી સારો ફાયદો થાય છે. હાથમાં પુનઃ બળ આવે છે અને તે મજબૂત બને છે.
દમનાં દર્દીઓ ‘ઈફેડ્રીન’ની ટેબ્લેટ પોતાની પાસે રાખતા હોય છે. ઈફેડ્રીનનની ટેબ્લેટ જેમાંથી બને છે એ વનસ્પતિ આમ તો હિમાલયની આસપાસ થાય છે. પરંતુ ઉપર જણાવ્યું તેમ બલાનાં મૂળમાં પણ આ ઈફેડ્રીન તત્વ રહેલું છે. અર્થાત્ દમનાં દર્દીઓ રોજ આનાં મૂળનો ઉકાળો પીવે અથવા મૂળનું ચૂર્ણ રોજ પાણી સાથે લે તો ઘણી રાહત અનુભવશે. બલાનાં મૂળ એ ખૂબ જ નિર્દોષ ઔષધ છે. તેની કોઈ આડઅસર નથી. એટલે દમનાં દર્દીઓ રોજ તેનો ઉપયોગ કરી શકે છે.
બલા એ રસાયન ઔષધ છે. રસાયન એટલે વાર્ધક્યને અટકાવનાર. રોજ એક ચમચી બલાનાં મૂળનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી રસાયન ગુણ પ્રાપ્ત થાય છે. સાથે દૂધ, ઘી, ભાત વગેરે સાત્વિક આહાર દ્રવ્યો લેવા. આ પ્રમાણે ઉપચાર કરવાથી સંધિવા, લક્વો, કમરનો દુઃખાવો, કંપવા વગેરે બધા જ પ્રકારનાં વાયુનાં વિકારો પણ મટે છે.
આયુર્વેદમાં વાયુનાં વિકારોમાં બલાતેલનાં માલીસનું સૂચન કરવામાં આવ્યું છે. બલાતેલ બજારમાં તૈયાર મળી રહે છે. માલીસની સાથે બલાતેલ એક એક ચમચી સવાર-સાંજ પીવામાં આવે તો ઝડપથી ફાયદો થાય છે.
બલાનાં મૂળ ગ્રાહી એટલે કે સંકોચ ઉત્પન્ન કરનાર છે. તેનાં આ ગુણને લીધે તે આંતરડાનાં ક્ષયમાં, સંગ્રહણીમાં, તેમજ લાંબા સમયનાં અતિસાર-ઝાડામાં ખૂબ જ ઉપયોગી છે. કોઈપણ કારણથી ઝાડા થતા હોય તો, બલાનાં મૂળનો ઉકાળો આપવાથી મળ બંધાય છે અને ઝાડામાં રાહત થાય છે.
બલાનાં મૂળ સ્ત્રીઓને જે સફેદ પાણી પડે છે એ શ્વેતપ્રદરનું પણ ઉત્તમ ઔષધ છે. બલાનાં મૂળનો ઉકાળો કરીને રોજ સવારે પીવાથી શરીર ધોવાવું, કમર દુઃખવી જેવી સ્ત્રીઓની તકલીફો ઘટે છે.
બલાદિ ક્વાથ, બલાધ ધૃત, બલાધરિષ્ટ, ચંદનબલાલાક્ષાદિ તેલ વગેરે આયુર્વેદિય ઔષધોમાં બલા અન્ય ઔષધીઓ સાથે મુખ્ય રૂપમાં પ્રયોજાય છે. વાયુના રોગોમાં આ ઔષધો ઘણા ઉપયોગી છે.