કુદરત આપણેને આવનારી દુર્ઘટના વિષે પોતાની રીતે હંમેશા સાવચેત કરે છે. આપણા શરીર સાથે પણ કાંઈક એવું જ છે. શરીર પણ આપણેને થનારી ગંભીર બીમારીઓ વિષે સાવચેત કરે છે. દરેક બીમારી થવા પાછળના અમુક લક્ષણ વિશેષ જોવા મળે છે. જે આપણેને ખતરનાક બીમારી વિષે જાણ કરે છે. જો સમય પહેલા જ આ લક્ષણો ઉપર ધ્યાન આપવામાં આવે તો તેનાથી થતા રોગને ઓળખીને તેનો સારો ઈલાજ શક્ય એટલો થઇ શકે છે.
એવો જ એક લક્ષણ છે. જેને લોકો અહેસાસ કરે છે પણ તેને સામાન્ય એવો અહેસાસ સમજીને ધ્યાન બહાર પણ કરી દે છે. તે છે કાનમાં ઘંટડી વાગવાનો અહેસાસ જેને વિજ્ઞાનની ભાષામાં ટેનીટસ કહેવામાં આવે છે.
કાન અને નાક વચ્ચેના આંતરિક ભાગમાં કફ એકઠો થવાથી કે કાનમાં ઇન્ફેક્શન થવાથી પણ કાનનો પડદો ફાટી શકે છે.અત્યંત તીવ્ર અવાજ અથવા જેટ પ્લેનનીઘરઘરાટી જેવા ભયાનક ઊંચા અને અચાનક અવાજથી કાનના પડદા પર ભારે દબાણ થાય છે જેને કારણે પણ કાનનો પડદો ફાટવાની શક્યતા રહે છે. કાન સાફ કરવા સમયે કાનમાં કોઈ અણીદાર ચીજ વાસ્તુના ઉપયોગથી અથવા કાનના પડદા પર દબાણ દેવાથી પણ તે ફાટી શકે છે.
જો તમારી સાથે પણ બને અને કાનનો પડદો ફાટી ગયો હોય તેમ આશંકા ઉપજે તો તાત્કાલિક સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરવો.– મોટેભાગે ડોક્ટર ઓટોસ્કોપીક પરીક્ષણ દ્વારા તેની તપાસ કરે છે. તે સિવાય પણ કેટલાક આધુનિક પરીક્ષણોથી સમસ્યાની ગંભીરતા જાણી શકાય છે. ઓડિયોમેટ્રી પરીક્ષણ દ્વારા કાનનો પડદો ફાટવો અને તેના કારણે શ્રવણશક્તિ કેટલી હદે પ્રભાવિત થઈ છે તે જાણી શકાય છે.
જો કાનની નાજુક અને બારીક નાની નાનીહાડકીઓમાંઇન્ફેક્શન થયું હોય તો તે ક્યાં સ્ટેજ પર પહોંચ્યું છે તે પણ ઓડિયોમેટ્રી પરીક્ષણ દ્વારા જાણી શકાય છે. જો નર્વડેમેજ થઈ ગઈ હોય તો ઓપરેશન કર્યા બાદ પણ દર્દીની શ્રવણશક્તિ પાછી આવી શકતી નથી. આવા સમયે હિયરિંગ એઇડના માધ્યમથી જ દર્દી સાંભળી શકે છે.
કાનની પાછળના ભાગે આવેલી નાની હાડકી જેને મૈસટોએડ કહેવાય છે ત્યાં ઇન્ફેક્શન થયું હોય તો એક્સ-રે અથવા સ્કેનની મદદથી સમસ્યાની ગંભીરતા જાણી શકાય છે. કાનના પડદામાં કાણું પડવાની ફરિયાદ હોય તો ઘણી વાર દવાથી પણ સારું થઈ જાય છે પરંતુ જો ઇન્ફેક્શન કાનની અંદર પણ પ્રવેશી ગયું હોય તો ઓપરેશન કરવું ફરજિયાત બની જાય છે.
માઇરીંગોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા ઓપરેશન દ્વારા કાનના પડદાને ફરીથી બનાવવામાં આવે છે આ માટે કાનના ઉપરના ભાગ પરથી ચામડી લઇ છિદ્ર પર લગાવવાની પ્રક્રિયા થાય છે. ટિમપૈનોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા કાનના પડદા પર મોટું કાણું હોય અથવા ઇન્ફેક્શન હોય તો આ ટ્રીટમેન્ટ થકી ઈલાજ કરવામાં આવે છે.
ઓસીકુલોપ્લાસ્ટીટ્રીટમેન્ટ દ્વારા દર્દીને જો ઇન્ફેક્શન અથવા કોઈ ઇજાના કારણે કાનની ત્રણ પ્રમુખ નાની હાડકીઓ પૈકી એક અથવા વધુ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો ઈલાજ કરવામાં આવે છે. માસ્ટોયડેક્ટૉમિટ્રીટમેન્ટ ત્યારે અપનાવાય છે જ્યારે દર્દીને ક્રોનિકસ્પયુરેટિવઓટાઈટીસ દરમિયાન પર કાનની પાછળની હાડકીને સંપૂર્ણ જીવાણુમુક્ત કરવાની ફરજ પડે.
કાનમાં રસી આવવી, ઓછું સંભળાવવું, કાનમાં દુઃખાવો થવો, કાન ભારે લાગવો, ચક્કર આવવા વગેરે કાનની નેની-મોટી સમસ્યાના પ્રાથમિક લક્ષણો છે. સામાન્ય કફ અથવા શરદી પણ ક્યારેક કાનની ગંભીર સમસ્યા માટે શરૂઆત હોઈ શકે. જો લાંબા સમયથી કફ અથવા શરદી રહેતી હોય તો તાત્કાલિક તેનો ઈલાજ કરાવી લેવો હિતાવહ છે.
બાળક કાનમાં દુખાવાની ફરિયાદ કરે તો કાનમાં તેલ વિગેરે નાખવાની ભૂલ ન કરતા ડાયરેકટ ડોક્ટર દ્વારા જ તપાસ કરાવવી અને તેની સલાહ મુજબ જ અનુસરવું. કાનમાં કચરો સાફ કરવા માચીસની સળી, રૂ થઈ બનેલા બડ્સ કે કોઈ ધારદાર ચીજવસ્તુનો ઉપયોગ ન કરવો.કાનની કોઈ સમસ્યા હોય કે કાનનું ઓપરેશન કરાવ્યું હોય તેવા દર્દીએ સ્વિમિંગ કરવાનું ટાળવું.
કાનના પડદામાં મોટું કાણું હોય તો આ કાણું દવા કે ઇન્જેક્શનથી બંધ થવાની શક્યતા નથી. આ કાણાને બંધ કરવા માટે નવો પડદો મૂકવાનું ઓપરેશન જરૂરી છે. જો ઓપરેશન દ્વારા કાણું બંધ ન કરવામાં આવે અને દવાઓ અને ઇન્જેક્શનથી રસી સૂકવી દેવામાં આવે તો થોડા સમય માટે રસી તો બંધ થઇ જાય છે પણ પડદાનું કાણું ખુલ્લું રહ્યું હોવાથી જ્યારે કાનમાં ગંદું પાણી જશે અથવા તો શરદી થશે ત્યારે કાનમાંથી ફરી રસી આવવાની શરૂ થશે.
જો કાનમાંથી વારંવારં રસી આવશે તો કાનના પડદા પાછળની હાડકી ચોંટતી જશે અને સડતી જશે. પરિણામે વ્યક્તિમાં બહેરાશનું પ્રમાણ વધતું જશે. ક્યારેક બાળકોને જન્મજાત મધ્યમ કર્ણમાં પડદાનું કાણું જોવા મળે છે. અમુક વખત કાનના કોઇ રોગને લીધે પડદા પર કાણું પડી જતું હોય છે. સામાન્ય રીતે બાળકોમાં કુદરતી રીતે રૂઝ આવવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે. જ્યારે ઉંમરલાયક વ્યક્તિને દવાની મદદથી કાણું પૂરવામાં આવે છે.