વાળ કુદરતની આપેલી અનમોલ ભેંટ છે પરંતુ આ વાત તે લોકો જ સમજી શકે છે જેના માથામાં વાળ ના હોય. પરંતુ વાળ કુદરત દ્વારા આપવામાં આવેલ સૌથી ખરાબ વસ્તુ પણ છે, આ વાત તે સમજી શકે છે જેમના શરીર પર અણગમતી જગ્યાએ પણ વાળ હોય છે. આવી મહિલા હોય કે પુરૂષ જેમના શરીર પર અણગમતી જગ્યાએ વાળ હોય અને જેને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા હોય.
ઘણી જગ્યાએ એવું જોયું હોય છે કે અનેક છોકરીઓને હાથ-પગ અને મોઢા પરના અણગમતા વાળને દૂર કરવા માટે બ્યુટી પાર્લર ચક્કર લગાવવા પડતા હોય છે. ઘણા બધા પૈસા ખર્ચ કર્યા પછી પણ તેમની સમસ્યા દૂર નથી થતી. તેવી જ રીતે પુરુષોને પણ શરીરના અમુક એવા ભાગમાં નાગમતી જગ્યાએ વાળ હોય છે અને જેને દૂર કરવા માટે તે અનેક પ્રયત્નો પણ કરતા હોય છે પરંતુ તે પણ સફળ નથી થતા. જો કોઇ છોકરીના મોઢા પર વાળ હોય તો તે એક અભિશાપ જેવું થઈ જાય છે. તેથી તે સુંદર અને ખૂબસૂરત દેખાવા માટે શરીર પરના અણગમતા વાળને દૂર કરવાના પ્રયત્ન કરે છે.
વેક્સિંગ અણગમતા વાળને થોડાક દિવસો માટે દુર કરવાનો વિકલ્પ છે પરંતુ અત્યાર સુધી એવો કોઈ બ્યુટી પ્રોડક્ટ નથી કે જે અણગમતા વાળને હંમેશા માટે દૂર કરે પરંતુ આ સમસ્યા હવે જલ્દી દૂર થઈ જશે. આજે તમને એવી રીત જણાવીશું કે તે કરવાથી પણ ગમતા વાળ હંમેશા માટે દૂર થઈ જાય છે.
જેના માટે તમારી પાસે કોલગેટ અને એક એવરયુથ પીલ માસ્ક પેક હોવો જોઈએ. કોલગેટનો સફેદ પેક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા એક કટોરીમાં બે ચમચી એવરયુથ પીલ માસ્ક અને બે ચમચી કોલગેટ લઈને સારી રીતે મિક્ષ કરી લેવું. શરીરના જે ભાગમાંથી તમે વાળ દૂર કરવા માગતા હોવ તો તે ભાગમાં આ પેસ્ટને લગાવીને ૨૦ મિનિટ સુધી રહેવા દેવું. જ્યારે તે સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારે તેને ધીરે ધીરે દૂર કરવું. તેનાથી તમને દર્દ પણ નહીં થાય અને તે ભાગમાં ફરીથી વાળ પણ નહીં આવે.
સૌ પ્રથમ મધ , દાળિયાની પેસ્ટ અને લીંબુનો રસ મિક્સ કરી લો. તે બાદ આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવી લો. આ પેસ્ટને લગાવીને રહેવા દો. સૂકાઇ જાય તે બાદ બરાબર સ્ક્રબ કરો અને 15 મિનિટ બાદ ચહેરાને પાણીથી બરાબર ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થશે.આ ઉપાય અઠવાડિયામાં 2-3 વાર કરવાથી ચહેરા પરના અણગમતા વાળ દૂર થશે.
એક ચમચી હળદર પાવડર, ચણા દાળ પાવડર બન્નેને પાણીમાં મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અણગમતા વાળ ઉપર લગાવો. સૂકાઈ જાય ત્યારે તેને રગડીને કાઢી લો. નિયમિત રીતે આમ કરવાથી ધીરે-ધીરે વાળ દૂર થઈ જાય છે. જો તમારા ચહેરા કે શરીરના અન્ય ભાગ પર વધુ પડતી રૂંવાટી હોય તો આ પ્રયોગ તમારા માટે બેસ્ટ છે.
ચણાના લોટમાં દહીં ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને અણગમતા વાળ ઉપર લગાવો. થોડીવાર પછી તેને રગડીને કાઢી દો. ત્યારબાદ ચહેરાને ધોઈ લો. રોજ આમ કરવાથી ન જોઈતા વાળ થી છૂટકારો મળશે અને ચહેરામાં ચમક આવશે.
પપૈયામાં પપૈન સક્રિય એંજાઈમ હોય છે. જે અણગમતા વાળને કોઈપણ પ્રકારના સાઈડ ઈફેક્ટ્સ વગર દૂર કરે છે. આ પૈકને બનાવવા માટે 1-2 ટેબલસ્પૂન કાચા પપૈયાનુ પલ્પ અને 1/2 ટી સ્પૂન હળદર પાવડરને મિક્સ કરીને અણગમતા વાળ પર 15 મિનિટ સુધી લગાવો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર નિયમિત રૂપે આ પૈક લગાવવાથી તમને અણગમતા વાળથી છુટકારો મળી જશે.
ઈંડાનો માસ્ક આ પૈકને બનાવવા માટે 1 ઈંડાના વ્હાઈટ ભાગમાં 1 ટેબલસ્પૂન શુગર અને 1/2 સ્પૂન મકાઈનો લોટ મિક્સ કરો. હવે તમે જે બોડી પાર્ટ્સ પરથી વાળ હટાવવા માંગો છો ત્યા આ પૈકને 10-15 મિનિટ સુધી લગાવી મુકો અને સૂકાયા પછી તેને પીલૉક માસ્કની જેમ ઉતારી લો. પછી એ સ્થાનને પાણીથી સાફ કરી લો. તેનાથી તમે કોઈપન જાતની સાઈડ ઈફેક્ટ્સ અને દુખાવા વગર અણગમતા વાળથી છુટકારો મેળવી લેશો.
બેસન અને દૂધ ત્વચાના અણગમતા વાળને હટાવવાની સાથે સાથે આ પૈક ચેહરાને ગ્લોઈંગ પણ બનાવે છે. તેને બનાવવા માટે 1/2 વાડકી બેસન, 1/2 વાડકી દૂધ, 1 ટી સ્પૂન હળદર પાવડર અને 1 ટી સ્પૂન ફ્રેશ ક્રીમ મિક્સ કરીને અડધો કલાક રાખી મુકો પછી જ્યા વાળ હોય એ સ્થાન પર લગાવીને 30 મિનિટ સુધી રહેવા દો. જ્યારે સુકાય જાય ત્યારે કુણા પાણીથી સ્ક્રબ કરતા તેને કાઢી લો.
ખાંડ અને લીંબૂનુ પેક 2 ટેબલસ્પૂન ખાંડ, 2 ટીસ્પૂન ફ્રેશ લીંબુનો રસ અને 10 ટેબલસ્પૂન પાણી મિક્સ કરો. પછી તેને વધેલા વાળ પર 15-20 મિનિટ સુધી લગાવીને છોડી દો. ત્યારબાદ હળવા હાથે માલિશ કરતા તેને સાફ કરી લો. અઠવાડિયામાં 3 વાર આ પેસ્ટને નિયમિત રૂપે લગાવવાથી તમને અણગમતા વાળથી છુટકારો મળી જશે.
રેઝર દ્વારા બિનજરૂરી વાળ કાઢવાવાસ્તવમાં જોવા જઈએ તો આ પધ્ધતિ પુરુષો માટે જ યોગ્ય છે. સ્ત્રીઓ જો રેઝર વાપરીને તેમના હાથ-પગના બિનજરૂરી વાળને દૂર કરે તો તેમની ચામડી છોલાઈ જવાનો, ડાઘા, પડવાનો તથા ચામડી પર નાના ફોલ્લા થવાની સંભાવના ઘણી વધી જાય છે. ઉપરાંત રેઝર દ્વારા દૂર કરેલા વાળની બદલે ઉગેલા નવા વાળ ઘણા બરછટ તથા લાંબા હોવાનું પણ ઘણીવાર જોવા મળે છે.
કેટલીક બ્યુટીશીયનોને પૂરતી તાલીમ તથા પ્રેકટીસ મળી હોવાને લીધે તેઓ થ્રેડીંગ કરે ત્યારે ખાસ કોઈ પીડા થતી નથી. પરંતુ જો કોઈ નવા નિશાળિયા પાસે થ્રેડીંગ કરાવો તો કેટલીકવાર અસહ્ય પીડા થતી હોવાનું જોવા મળે છે.
પ્લકીંગ આમાં, સારી ગુણવત્તા ધરાવતા ‘પ્લકર’ની મદદથી બ્યુટીશિયનો અણગમતા વાળને ખેંચી કાઢે છે. આ પ્રકારે વાળ કાઢવાથી પીડા થવી સ્વાભાવિક છે. વળી, જો વાળ તેના મૂળમાંથી ન કપાયા હોય તો તે બહુ જલદી ફરીથી ઉગી જાય છે.
કેટલીક બ્યુટીશીયનોને પૂરતી તાલીમ તથા પ્રેકટીસ મળી હોવાને લીધે તેઓ થ્રેડીંગ કરે ત્યારે ખાસ કોઈ પીડા થતી નથી. પરંતુ જો કોઈ નવા નિશાળિયા પાસે થ્રેડીંગ કરાવો તો કેટલીકવાર અસહ્ય પીડા થતી હોવાનું તથા વ્યક્તિની
‘પ્યુમીક સ્ટોન’ (પથ્થર) વડે વાળ કાઢવા માં જૂના જમાનામાં સ્ત્રીઓ આ પધ્ધતિનો ઉપયોગ કરતી હતી. આ એક ધીમી તથા પીડાદાયક પધ્ધતિ છે. આમાં, જો પથ્થર વધારે ઘસાઈ જાય તો ચામડી છોલાવાનો કે ડાઘા રહી જવાનો પણ સંભવ હોય છે.
લેઝરના ઉપયોગ વડે વાળ કાઢવા આમાં, જે ભાગ પરથી વાળ કાઢવા હોય ત્યાં એક કાળા રંગનું ક્રીમ સૌપ્રથમ લગાડવામાં આવે છે. ત્યારબાદ, એક કાચનું સાધન તે ભાગ પર રાખવામાં આવે છે. આ સાધનમાંથી પ્રકાશના કિરણનો પ્રવાહ સતત નીકળતો રહે છે. આના પરિણામે, વાળને તેના મૂળમાંથી કાઢી શકાય છે. આમાં પીડા જરાય નથી થતી તથા આની અસર વધારે વિસ્તારમાં થાય છે.
ઈલેકટ્રોલિસિસ માં ઘણી સ્ત્રીઓ ઈલેકટ્રોલિસિસ વડે અણગમતા વાળનો કાયમી નિકાલ કરવો વધુ પસંદ કરે છે. આ એક આધુનિક પધ્ધતિ છે. પરંતુ અમેરિકા તથા કેટલાંક પાશ્ચાત્ય દેશોમાં ‘બ્લેન્ડ’ પધ્ધતિના આગમન બાદ ઈલેકટ્રોલિસિસની માગ ઘટી ગઈ છે.