આ મૌસમ મા મકાઇ ના ડોડા તો જગ્યા એ-જગ્યા એ મળી રહે અને મોટાભાગ ના લોકો ને ડોડા ખાવા નુ પસંદ પણ કરતા હોય છે. પરંતુ આ ડોડા મા રહેલા રેસા આપણ ને ખાવા મા નડતા હોવા થી આપણે કાઢી નાખીએ છીએ.
આયુર્વેદ અનુસાર, ડોડા એક બળ ગુણક તરીકે કામ કરે છે. અને શરીરમાં પિત્ત અને કફની માત્રાને નિયંત્રિત કરે છે. તેથી વરસાદ અને શિયાળાની ઋતુમાં ખાવા જ જોઇએ.
ફાઇબરમાં સમૃદ્ધ હોવા ઉપરાંત મકાઈમાં એન્ટીઓકિસડન્ટો અને વિટામિન સી પણ ભરપુર હોય છે. આ કારણોસર તે શરીરને આંતરિક રીતે સાફ કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
ડોડા ના રેસાઓ મા ભરપૂર પ્રમાણ મા ન્યુટ્રીએંટ્સ રહેલા હોય છે. જે રોગો થી રક્ષણ મેળવવા મા સહાયરૂપ થાય છે.રક્ત ની નળીઓ મા જમા થતુ કોલેસ્ટ્રોલ અટકાવે છે અને તેને નિયંત્રણ મા રાખે છે. ડોડા ના રેસાઓ ને ૧૫ મિનિટ હૂંફાળા પાણી મા ઉકાળી કાળુ મીઠુ અને લીંબુ ઉમેરી સવાર-સાંજ ગ્રહણ કરવા મા આવે તો શરીર નિરોગી અને તંદુરસ્ત રહે.
આ રેસા થી તૈયાર કરેલુ જયુસ પીવા થી બર્નિંગ પ્રોસેસ ઝડપી બનશે અને વધારા ની ચરબી નો નાશ થાય છે.આ રેસાઓ થી નિર્મિત જયુસ પાચનતંત્ર મજબૂત બનાવે. રક્ત મા રહેલા સુગર ના પ્રમાણ ને નિયંત્રણ મા રાખે અને ડાયાબિટીસ થતુ અટકાવે.આ ઉપરાંત આ જયુસ હૃદય ને લગતા રોગો નુ નિદાન પણ લાવે છે.
મકાઈના ડોડામાં રહેલા રેસામાં,ઝીંક,કેલ્શિયમ,મેગ્નેશિયમ,વિટામિન સી,વિટામિન બી 12,જેવા મહત્વના ઔષધીય તત્વો રહેલા છે જે રેસાને એક ગ્લાસ પાણીમાં નાખીને ધીમા તાપે અડધું પાણી રહે ત્યાં સુધી ઉકાળીને ઠંડુ પડે એટલે ભૂખ્યા પેટે પીવાથી બીપી કંટ્રોલમાં રહે છે,પ્રોસ્ટેટ માટે શ્રેષ્ઠ,વજન ઉતારવા માટે સારું,સોયરાયસીસમાં ફાયદો થાય,સ્કિનને સારી બનાવવા માટે ઉત્તમ,કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે,પથરીનો રામબાણ ઈલાજ છે.
આનું સેવન પ્રેગ્નન્સીમાં ખૂબ લાભદાયક છે.તેથી ગર્ભવતી મહિલા તેને પોતાના આહારમાં શામિલ કરવા માંગે છે. કેમકે આમાં ફોલિક એસિડ મળે છે જે ગર્ભવતી મહિલા માટે ખૂબ જરૂરી છે. જેની ઊણપથી થનાર બાળક ઓછા વજનનું કે બીજી બીમારીથી પીડિત જન્મી શકે છે.
મકાઈના ડોડા ઉપર જે રેશમના વાળ હોય તેનો ઉપયોગ પથરીની સારવારમાં થાય છે. મકાઈના ડોડાનો જે ઉપરનો વાળ વારા ભાગને આખીરાત પાણીમાં ડુબાડી રાખો. સવારે તે ડોડાના રેશમના વાળને કાઢી તે પાણી પીવાથી ખૂબ લાભદાયક હોય છે. પથરીની સારવારમાં આ પાણીને ઉકાળીને બનાવેલ ઉકાળાનો ઉપયોગ કરવામાં આવે છે.