સામાન્ય રીતે ઔષધી તરીકે ઈસબગુલના બીજ અને તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ તીખો અને કડવો તેમજ એની પ્રકૃતિ ઠંડી હોય છે. ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડાજીરૂ’ કે ‘ઓથમીજીરું’ પણ કહે છે. ઈસબગુલ એ ‘સિલિમ પ્લાન્ટ’ના દાણાનું ભૂસું છે.ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે .
ઇસબગુલન બીજ અને ભૂસીમાંથી મોટી માત્રામાં મ્યુસિલેઝ મળે છે. તે સ્વાદહીન હોય છે અને ભીનાશ મળે ત્યાં ચોંટી જવાનો ગુણ ધરાવે છે. ઈસબગુલની સારકતાનો ગુણ તેમાં રહેલા રેસાને કારણે હોય છે. આ રેસા દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકારના હોય છે અને તે મળના જથ્થાને વધારે છે. દ્રાવ્ય રેસા આંતરડાની આંતરત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
જ્યારે અદ્રાવ્ય રેસા મળને ઝડપથી બહાર નીકળવામાં મદદ કરે છે. આથી કાસિંનોજન્સ આંતરડાની આંતર ત્વચામાં ટકી શકતા નથી. ઈસબગુલમાં બીજાં પણ કેટલાંક એન્ટિ-કેન્સર ગુણો રહેલા છે. તે ટ્રિગ્લીસરાઈડ્સ અને એલ.ડી.એલ.ને ઘટાડે છે. તેથી સ્થૂળતા અને ઊંચા કોલસ્ટરોલની સમસ્યા હલ થાય છે. જો તમે ઊંચા કોલસ્ટરોલથી પીડાતા હોય તો તમારા રોજિંદા ડાયેટમાં ઈસબગુલનો સમાવેશ કરો.
ઈસબગુલ રક્ત-શર્કરાને નીચી લાવવામાં અને ઈન્સ્યુલિનને વ્યવસ્થિત બનાવવામાં ઉપયોગી છે. એવું સંશોધન કર્તાઓએ તારણ કાઢયું છે. ઈસબગુલનો પાઉડર કબજીયાતને દુર કરે છે. ઈસબગુલના રેશા આંતરડામાં પચતા નથી અને તળેલા પદાર્થ ખુલીને ફૂલી જાય છે અને મળનો નિકાલ ઝડપી કરે છે. કબજિયાતમાં ત્રણ ચમચી ઈસબગુલ ગરમ પાણી કે દૂધ સાથે રાત્રે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
રાત્રે સુતા પહેલા ઈસબગુલનો પાવડર દૂધ સાથે લેવાથી સવારે શૌચ ક્રિયા ખુલીને આવે છે. તેમજ ઈસબગુલને પાણીમાં મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવીને તેમાં બદામનું તેલ ભેળવીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી કબજીયાત દુર થઈને પેટનો દુ:ખાવો પણ દુર થઈ જાય છે.
ઈસબગુલ રસનો સારો સ્ત્રોત હોવાને કારણે મોટાપાને ઓછો કરે છે. જયારે ઈસબગુલ પેટમાં પહોંચે છે તો પાણીને શોષીને પેટને ભરી દે છે. જેથી વ્યક્તિને ભૂખ ન લાગવાનો અનુભવ થતો રહે છે. અને તે વધારે પડતું ખાવાથી બચે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણી કે ગરમ દૂધ સાથે ઈસબગુલના પાવડરનું સેવન કરવાથી તમામ પ્રકારના હરસ દુર થાય છે. તેનાથી કબજિયાત ઠીક થાય છે અને હરસમાં પણ આરામ મળે છે. ઈસબગુલના પાવડરને ગરમ પાણી કે ગરમ દૂધ સાથે રાત્રે સુતી વખતે પીવાથી, તેમજ એને ઠંડા પાણીમાં પલાળીને તેનું સરબત બનાવીને ગાળીને પીવાથી લોહી વાળા હરસમાં લાભ થાય છે.
ઈસબગુલ ત્વચા અને શરીરના અવયવોની આંતરિક પટલ પર ક્રિયાશીલ હોય છે. ત્વચા શુષ્કતામાં ઇસબફૂલ પાવડરનો ઉપયોગ મસાજ માટે થાય છે. આ મસાજ શુષ્કતા ઘટાડે છે અને ત્વચાની ગ્લો વધારે છે.
આ પેટમાં એસિડના પ્રભાવને ઓછુ કરે છે. એસિડિટી થતા ઈસબગુલને ઠંડા પાણી સાથે ભોજન પછી લો.4-5 ગ્રામ ઈસબગુલનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.