કેટલાક લોકોને ભોજન બાદ ખાટા ઓડકાર આવવાની સમસ્યા રહે છે.જોકે ઓડકાર આવવા એક સ્વાભાવિક પ્રક્રિયા છે. જેના કારણે પેટમાં રહેલો વધારાનો ગેસ બહાર નીકળી જાય છે. પરંતુ વારંવાર ઓડકાર આવવાના કારણે વ્યક્તિ હેરાન-પરેશાન થઇ જાય છે. કેટલીક વખત તો ઓડકારના કારણે શરમ અનુભવવી પડે છે
દહીં પેટમાં કુદરતી રીતે રહેલા ગટ બેક્ટેરિયાના સંતુલનને જાળવી રાખે છે. આ બેક્ટેરિયાને અસંતુલિત થવાના કારણથી પેટમાં ગેસ અને ઓડકાર જેવી સમસ્યાઓ વ્યક્તિને પરેશાન કરવા લાગે છે. એવામાં દહીંનો આ નુસખો તમને તરત જ રાહત આપી શકે છે. તેનાથી બચવા માટે રોજ તમારા ભોજનમાં દહીંને સામેલ કરવું જોઇએ.
કૈમોમાઇલ ટી પીવાથી પેટમાં ગેસ ઓછો થાય છે. તે સિવાય ઓડકાર અને પેટના દુખાવાથી પણ રાહત મળે છે. જેના માટે તમારે કૈમોમાઇલ ચા પીવી જોઇએ. વધારે ઓડકાર આવવા પર તમે દિવસમાં 2-3 કપ કૈમોમાઇલ ટી પી શકો છો.
ઇલાયચી ખાવાથી પેટમાં ડાયજેસ્ટિવ જ્યૂસ જલદી બને છે. જેના કારણથી પેટમાં ગેસ ઓછો થાય છે. તે સિવાય પેટ પણ ઓછુ ફુલે છે. પેટનો ગેસ અને ઓડકારથી રાહત મેળવવા માટે દિવસમાં 3 વખત ઇલાયચીનું સેવન કરો.
વરિયાળી ખાવાથી પણ પેટની ગેસ અને ઓડકારમાં રાહત મળે છે. વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની સાથે સાથે પેટ ફુલવુ , ગળામાં જ્વલન થવી જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે. ભોજન કર્યા બાદ અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવાથી વારંવાર આવી રહેલા ઓડકારથી રાહત મળી શકે છે.
શારીરિક પ્રવૃત્તિના કારણે પણ ઘણીવાર ઓડકાર આવતા હોય છે. તેનું કારણ છે પેટમાં વધેલું વેક્યૂમ. ઓડકાર સ્વસ્થ હોય તો સમજવું કે પાચન બરાબર થઈ રહ્યું છે. વધતા લોહીના પ્રવાહના કારણે આ ક્રિયા ઝડપી બને છે જેના લીધે પેટની સામાન્ય પ્રક્રિયા ડિસ્ટર્બ થાય છે અને પાચન ઝડપી બને છે.
ભૂખ લાગી હોય તો લાંબા સમય સુધી સહન ના કરવી નહીં તો પેટમાં દુખાવો અથવામાં માથાનો દુખાવો થઈ શકે છે. આ દુખાવાનું કારણ ખાલી પેટમાં બનતો ગેસ છે. તમારે આદુના ઘણા લાભ હોય છે અને આદુ એ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બાયોટિકનો ભંડાર હોય છે તે સ્વાદમા સારૂ હોય છે અને સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે અને તે પેટની તમામ સમસ્યા એ દૂર કરે છે. અને તેમજ ખાવાનુ પચાવવા અને ગેસ બનવાથી રોકવામા પણ ઘણો મદદરૂપ થાય છે.
અત્યારે વારંવાર ઓડકારનુ સૌથી મોટુ કારણ એ પેટમા ગેસ થવાને લીધે થાય છે અને જો વારંવાર ઓડકાર આવવાથી પરેશાન છો તો પહેલા પેટના ગેસનો ઇલાજ કરવો જોઇએ અને જેવી તમારી આ સમસ્યા એ દૂર થશે તો ઓડકાર આવવાનુ બંધ થઇ જશે અને આહારમા ઇલાયચી એ સામેલ કરવી જોઇએ અને આ ઇલાયચી ખાવાથી તમને પેટથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો.
ગોળમા ઘણી બીમારીઓને દૂર કરવાનો ઇલાજ રહેલો છે. માટે હવે ખાટા ઓડકાર આવે છે તો તરત જ ગોળનો ટૂકડો ચૂસવાનુ ચાલુ કરી દો. અને તેનાથી થોડીક જ મિનિટોમા આરામ મળી જશે માટે ગોળમા રહેલા આ ડાયજેસ્ટિવ અને એન્જાઇમ ખાવાને જલદી પચાવવામા મદદ કરે છે.