શરીરમા રહેલ કફ વાત અને પિત આ ત્રણેય વસ્તુને દોષ તરીકે ઓળખવામા આવે છે અને તેને ઘાતુ તરીકે પણ ઓળખાય છે કારણ કે આ ત્રણેય શરીરમા આવે છે માટે તો આજે વાત પિત તથા કફ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ અને શરીરમા મસ્તક થી લઈ ને છાતીની વચ્ચેના ભાગ સુધીની બિમારી કફના પ્રમાણમા ફેરફાર થવાથી થાય છે.
આ સિવાય છાતીની વચ્ચેથી લઈ ને તમને પેટ અને કમરના છેડા સુધીની બિમારી એ પિતના પ્રમાણમા ફેરફાર થવા થી થાય છે અથવા કમરથી લઈ ને ગોઠણ અને પગના છેડા સુધી થતી બીમારી વાતના પ્રમાણમા ફેરફાર થવાથી થાય છે.
આયુર્વેદ શાસ્ત્રમા શરીરની ઉત્ત્પતિમા દોષ, ધાતુ તથા મૂળને મુખ્ય માનવામા આવે છે. આ ત્રણેયની સમતોલ અવસ્થા શરીરના સ્વાસ્થયને તંદુરસ્ત બનાવી રાખે છે આ દોષોને શરીરના આધાર સ્તંભ તરીકે પણ ઓળખવામા આવે છે. આ દોષોની ઉત્ત્પતિ પંચ મહાભુતોમાંથી થાય છે અને આ વાત દોષનું સર્જન વાયુમાથી થાય છે પિત દોષનુ સર્જન અગ્નિમાથી થાય છે અને આ કફ દોષનુ સર્જન એ જળ અને પુથ્વીમાથી થાય છે.
ગળો ઘી સાથે લેવાથી વાયુ, ગોળ સાથે લેવાથી કબજીયાત, સાકર સાથે લેવાથી પીત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લાવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી હાથીપગ મટે છે.
અષાઢ તથા શ્રાવણ(વર્ષા) માસનાં દિવસોમાં માનવ શરીરમાં પિત્ત જમા થાય છે અને ભાદરવા-આસો (શરદ)માં પિત પ્રકોપે છે. વર્ષામાં ઉંચા ભેજવાળા ઠંડા વાતાવરણ બાદ શરદમાં વિપરીત સુર્યનો તીખો તાપ પિત્તને વકરાવે છે. ત્યારે આહાર, વિહારમાં કેટલીક કાળજી રાખવી જરૂરી છે.
ગરમ-મરી મસાલાવાળો ખોરાક તથા આથા અને તળેલા ખોરાકને ત્યજવો, ગળ્યો, કડવો તથા સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો, નવુ પાણી તથા નવા શાકભાજીનો ત્યાગ કરવો, અથવા યોગ્ય રીતે ઉકાળી કે બાફીને લેવુ, શ્રમ ઓછો કરવો, સંયમીત રહેવુ, કસરત વધારે ન કરવી, ઘઉ, ચોખા, મગ, અડદ, તલ, અડદ વિશેષ લેવા, હિંગ, લસણ, સિંધવ, આદુ, મીઠુ તથા હળદરનો વિશેષ ઉપયોગ કરવો, લીંબુ, બીજોરૂ તથા દ્રાક્ષ જેવા ફળો લેવા, કાકડી, તુરિયા, ભીંડા, બટાકા, મુળા તથા કોઠાનો ત્યાગ કરવો, પાણી ઉકાળીને ઠંડુ કરીને લેવુ.
ડુંગળી નો રસ, આદુ નો રસ, લીંબુ નો રસ, મધ વગેરે ને એક સરખા ભાગે લઈ તેનું મિશ્રણ દિવસ માં ત્રણ વખત લઈ શકાય છે. હુફાળા પાણી માં તુલસી, આદુ, હળદર તથા મીઠું ઉમેરીને લેવું જોઈએ.
અરડૂસીનો રસ શરદી ઉધરસની તકલીફ માં રાહત આપે છે.સવારે ગંઠોડા અને મધ નું સેવન તથા આદુ નો રસ અને મધ નું સેવન અસરકારક નીવડે છે.એક ચમચી મધ, ચપટીક તજ નો ભૂકો, આદુ ને હુંફાળા પાણીમાં લઈ શકાય છે.
સૂતાં પહેલાં લીંબુનો રસ હુફાળા પાણીમાં ભેળવી ને લેવાથી પણ રાહત મળે છે.. એક ચમચી મધ માં સાકાર, ચપટીક કાળા મરી નો ભૂકો, ઘી, મેળવી તેને સવારે અને સાજે ચાટી લેવા થી ઘણી જ રાહત મળે છે.
તળેલી વાનગીઓ, સફેદ ખાંડ, મીઠાઈઓ, આથા વાળી વાનગીઓ, કેળા, ઠંડા પીણા, વગેરે ચીજ વસ્તુઓ ન લેવી. બદલાતી ઋતુ પ્રમાણે આહાર અને જીવનશૈલી માં થોડાક ફેરફારો કરવાથી સ્વાસ્થ્ય જાળવી શકાય છે. દરરોજ રાત્રે સૂતાં પહેલાં ગળ્યા દૂધમાં બે સચચી ઇસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દૂર થાય છે. જોકે ઇસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે.
ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં ત્રણવાર અડધો તોલો અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબીબાજુના હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધ મીઠુ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.
ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.અઢી તોલા મેથી અને અઢી તોલા સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં મૂકી દેવું. દિવસમાં ત્રણ વાર અડધો-અડધો તોલો ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.
વાયુના નિકાલ માટે સૂંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.તુલસી મળવી મુશ્કેલ હોય તો, ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.
ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઇએ.કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પિત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.
પિત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખુબ શીતળ છે.કોઠાનાં પાનની ચટણી બનાવી પિત્તનાં ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે.
આમલી પિત્તશામક તથા વીરેચક છે. ઉનાળામાં પિત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે. ટામેટાના રસ કે સુપમાં સાકર મેળવી પીવાથી પિત્તજન્ય વીકારો મટે છે.
અળવીનાં કુણાં પાનનો રસ જીરુની ભુકી મેળવી આપવાથી પિત્તપ્રકોપ મટે છે.આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પિત્તપ્રકોપ મટે છે.
ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પિત્તપ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું. તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પિત્તપ્રકોપ શાંત થાય છે.
પાકાં કેળાં અને ઘી ખાવાથી પિત્તરોગ મટે છે. જામફળનાં બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પિત્તવીકાર મટે છે.જાંબુડીની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પિત્તવીકાર મટે છે.આમળાનો રસ પીવાથી પિત્તના રોગો મટે છે.