14 થી 40 ની ઉંમરના લોકો માં સૌથી વધુ જોવા મળતા પિત્તના 40થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા શરીરનું બીજું મૂળ તત્વ ‘પિત્ત’ અથવા ‘દેહાગ્નિ’ છે. આ પિત્ત જ આહારપાચન. ધાતુપાક અને મળપાકનું મૂળ પ્રવર્તક છે. આ જ કારણથી શરીરના કોષો-સેલ્સમાં અનેક પ્રકારના પાચક રસો (એન્ઝાઈમ) ઉત્પન્ન થાય છે. જે શરીરવ્યાપી પાચનક્રિયા અને મેટાબોલિઝમનું સંચાલન કરે છે.

આ પાચક રસો દ્વારા જ આપણું શરીર આહારનું સરળ પાચન કરીને તેના સૂક્ષ્મ કણો કરી પોતાનામાં આત્મસાત્ કરે છે. અને તેનાથી જ શરીરના રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય-શુક્ર અને ઓજ ઉત્પન્ન થાય છે. આ પાચકરસો દ્વારા જ એટલે કે મૂળ તત્ત્વ પિત્ત દ્વારા જ મળ, મૂત્ર, સ્વેદાદિ, બિનજરૂરી કચરો શરીરની બહાર ફેંકાઈ જાય છે. આ રીતે પિત્ત અથવા દેહાગ્નિ શરીરને સ્વચ્છ, સુંદર અને નિર્મળ બનાવી રાખે છે.

શરીરના પ્રકોપ પામેલા પિત્તને શાંત રાખવા માટે આહાર પચવામાં સુપાચ્ય, સરળ હોવો જોઈએ. આહાર સમયસર લેવો જોઈએ.  વ્યાયામ અને શ્રમથી પિત્તપ્રકોપ થાય છે. એટલે શ્રમ-વ્યાયામ પણ ત્યાજ્ય છે. પિત્ત વૃદ્ધિવાળા દર્દીની શક્તિ વધારવા તેને પૂર્ણ વિશ્રામ કરાવવો જોઈએ.

તેને સુપાચ્ય અને પૌષ્ટિક આહાર આપવો જોઈએ, કે જેથી તેની જીવાણુ-નાશક શક્તિ વધે એવાં ઔષધ હોવાં જોઈએ કે જે દ્વારા પિત્તનું નિર્હરણ થાય તથા પિત્તવૃદ્ધિ દ્વારા સંચય પામેલાં મળ, મૂત્ર, સ્વેદાદિ શરીર દ્વારા બહાર ફેંકાય અને શરીર સ્વચ્છ-નિર્મળ રહે.

પિત્તપ્રકોપની શુદ્ધિ માટે વિરેચન કર્મને ઉત્તમ ગણાવ્યું છે. એટલે મૃદુ વિરેચન દ્રવ્યોમાં સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ, મધુ વિરેચન ચૂર્ણ, ત્રિફળા, અવિપતિકર ચૂર્ણ વગેરે પ્રયોજી શકાય. આ સિવાય ચંદનાસવ, કામદુઘા, સીતોપલાદી, સૂતશેખર, આમળાં, ધૃત વગેરે રોગ અને રોગીનું બળાબળ, ઋતુ, ઉંમર વગેરેનું ધ્યાન રાખીને પ્રયોજી શકાય.

ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત,કફ અને પિત્ત નાશક હોય છે. ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી પિત ના રોગ માં રાહત મળે છે.

પિત પ્રકૃતિવાળા વ્યક્તિએ પિત્તને શાંત કરે તેવો આહાર લેવો જોઇએ. કડવો, તુરો, મધુર તથા ઠંડોને હળવો ખોરાક લેવો, તડકામાં ફરવુ નહી, ખુલ્લા પગે ન નિકળવુ, ચાંદનીની શિતળતામાં ફરવુ, ઉજાગરા ન કરવા, સાકર, ચોખા, મગ, ઘઉ, પૌઆ, મમરા ખાવા, કારેલા, પરવળ, સૂરણ તથા તાંદળજો જેવા શાકભાજી ખાવા, દુધ, ઘી તથા માખણ વધારે લેવા.

મોઢામાં અવારનવાર ચાંદા પડતા હોય તથા અવાજ બેસી જતો હોય, ત્યારે આટલું કરો. જેઠીમધ+ કાથાનું સમભાગે બનાવેલું ચૂર્ણ, પા ચમચી જેટલું મોઢામાં લગાડવાથી મોઢાના ચાંદા મટે છે. તથા અવાજ ખુલી જાય છે.

પગની એડીનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો તથા સાંધાનો વા થયો હોય તો વાયુ વધારનારા તમામ આહાર વિહાર છોડીને રોજ સવારે નરણા કોઠે મેથીનો ઉકાળો પીવો. આ ઉપચારથી થોડા દિવસોમાં જ દુઃખાવો મટી જશે.

પિત્તના પ્રકોપથી આવતો તાવ નિવારવાના ઉપાય:

અષાઢ તથા શ્રાવણ(વર્ષા) માસનાં દિવસોમાં માનવ શરીરમાં પિત્ત જમા થાય છે.  અને ભાદરવા-આસો (શરદ)માં પિત પ્રકોપે છે. વર્ષામાં ઉંચા ભેજવાળા ઠંડા વાતાવરણ બાદ શરદમાં વિપરીત સુર્યનો તીખો તાપ પિત્તને વકરાવે છે. ત્યારે આહાર, વિહારમાં કેટલીક કાળજી રાખવી જરૂરી છે.

ગરમ-મરી મસાલાવાળો ખોરાક તથા આથા અને તળેલા ખોરાકને ત્યજવો, ગળ્યો, કડવો તથા સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો, નવુ પાણી તથા નવા શાકભાજીનો ત્યાગ કરવો, અથવા યોગ્ય રીતે ઉકાળી કે બાફીને લેવુ, શ્રમ ઓછો કરવો, સંયમીત રહેવુ, કસરત વધારે ન કરવી, ઘઉ, ચોખા, મગ, અડદ, તલ, અડદ વિશેષ લેવા, હિંગ, લસણ, સિંધવ, આદુ, મીઠુ તથા હળદરનો વિશેષ ઉપયોગ કરવો, લીંબુ, બીજોરૂ તથા દ્રાક્ષ જેવા ફળો લેવા, કાકડી, તુરિયા, ભીંડા, બટાકા, મુળા તથા કોઠાનો ત્યાગ કરવો, પાણી ઉકાળીને ઠંડુ કરીને લેવુ.

શામક એ આયુર્વેદિક નું આ એન્ટિબાયોટિક છે. કોઈપણ ઔષધનું રીએક્ષન ખંજવાળ બળતરા, ફોલ્લીઓ થઈ જવી, ચામડી અને મોંનો રંગ લાલ થઈ જવો, પિત્ત પ્રકોપનાં લક્ષણો દેખાય ત્યારે તુરત જ આ દવા અકસીર પરિણામ આપે છે.

કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ) ખાવાથી પિત્તજવર મટે છે.  દ્રાક્ષ અને ગરમાળાના ગોળનો ઉકાળો પીવાથી પિત્તજવર મટે છે. ત્રાયમાણ, જેઠીમધ, પીપરીમ્ળના ગંઠોડા, કરિયાતુ, નાગરમોથ, મહુડાનાં ફૂલ અને બહેડા સમાન ભાગે લઈ અધકચરાં ખાંડી બે ચમચી ભુકાનો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી પિત્તજ જવર મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top