વ્યક્તિના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે તો ભગવાન સંકેત જરૂર આપે છે.સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો માણસને પહેલાથી ખબર પડી જાય છે. માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામા આવે છે અને તેને સનાતર ધર્મ અને પુરાણોમા વર્ણન કર્યા મુજબ માતા લક્ષ્મી એ જેમના પર પણ આ દેવીની કૃપા થાય છે તેમને ક્યારેય પણ ધન વૈભવની અછત એ પડતી નથી.
પરંતુ શુ તમે એ વાત જાણો છો કે માતા લક્ષ્મીનો સ્વભાવ એ ખૂબ જ ચંચળ છે. અને એવુ કહેવાય છે કે આ કારણે દેવી કોઈ એક જગ્યાએ વધુ સમય ટકીને રહી શકતા નથી. આ સંકેતોને આપણે સમજી નથી શકતા. કેમ કે, આપણને તે વસ્તુની જાણકારી જ નથી હોતી, જીવનમાં આપણને આગળ વધવા માટે ઘણી તકો મળે છે પરંતુ નિર્ણય અને નાસમજનાં કારણે આપણા હાથમાંથી તે તક જતી રહે છે.
જીવનમા જયારે પણ ધન સંબંધી ઉતાર ચઢાવ એ આવતા રહે છે ત્યારે ધનની દેવીને પ્રસન્ન કરવા માટે તમામ ઉપાય એ કરવામા આવે છે જેનાથી તેમની પ્રસન્નતાથી વ્યક્તિ એ માલામાલ બની શકે. પરંતુ શુ તમે એ જાણો છો કે વિષ્ણુ ભગવાનની પત્ની એ માતા લક્ષ્મી જ્યારે ઘરમા આવવાના હોય છે ત્યારે તમને કેટલાક સંકેત આપે છે માટે જો તમને પણ આ સંકેત એ મળવા લાગે તો સમજી લેવાનુ કે તમારા નસીબના બંધ દ્વારા એ હવે ખૂલવાની તૈયારીમા જ છે.
દિવસ દરમિયાન ના સંકેતો :
જો કોઈપણ માણસ ને સવાર મા ઉઠતાની સાથે જ કાચબા ના દર્શન થાય તો સમજી જવું કે તે જલ્દી અમીર બનવાનો છે. કેમકે આ કાચબા ને ભગવાન વિષ્ણુ નું સ્વરૂપ માનવામા આવે છે.સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના જાળા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે.
માતા લક્ષ્મીનુ વાહન એ ઘુવડ છે અને તેવામા જો અચાનક જ તમારી આસપાસ એ ઘુવડ દેખાવાનુ શરુ થાય તો સમજી લેવું કે માતા લક્ષ્મી એ ચોક્કસ તમારા ઘરમા અને નસીબમા આવીને તમને કૃપા કરશે. અને જ્યા પણ ઘુવડ હોય છે ત્યા માતા લક્ષ્મીની હાજરી એ જરુર જોવા મળે છે. જો રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે. તેમજ ધન લાભ થવાની શક્યતા પણ છે.
જો સવાર સવારમા અચાનક જ કોઈ વ્યક્તિને ઘરની બહાર ઝાડુ કાઢતો નિયમિત જુઓ તો સમજી લેવાનુ કે તમે જલ્દી જ અમીર બનાવાના છો. અને આ ઝાડુ અને માતા લક્ષ્મીને સીધો સંબંધ છે ઝાડુ આપણા ઘરને સાફ કરે છે અને સ્વચ્છ ઘરમા માતા લક્ષ્મી એ હમેશા નિવાસ કરે છે.
સવાર ના સમયે જો કામ ઉપર જતા વખતે કોઈ બાળક અથવા દીકરી હસતાં ચહેરા સાથે સામે થી જોવા મળે તો સમજી જવું કે તમારો આખો દિવસ ખૂબ સારો અને સફળ રહેશે. જ્યારે કોઈપણ શુભ કામ માટે ઘર થી બહાર જતા હોઈએ ત્યારે જો તમારી સામે પાણી અથવા તો દૂધ થી ભરેલા વાસણ સાથે સામે થી આવતા હોય તો સમજી જવું કે સમય ખૂબ જ સારો છે અને કામ સફળ થશે.
કોઇપણ વ્યક્તિ ના શરીર ના જમણા અંગો ને ફરકવાનું શુભ મનાય છે. તો જો કોઇપણ વ્યક્તિ ના શરીર ના જમણા અંગ ફરકે તો સમજી જવું કે હવે થી ખરાબ સમય પૂરો થયો અને સુખ નો સુરજ ઉગવાનો છે. સવારે ઉઠીને સૌથી પહેલા તો શંખનો અવાજ આવે તે પણ એક માતા લક્ષ્મીના આગમનનુ પ્રતિક છે. અને જો તમારી સાથે આવુ થાય છે તો તમારે સમજી લેવુ કે તમારુ ભાગ્ય એ ખુલવાના સંકેત છે.
ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે. સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.
કોઈ નોકરી માટે ઈન્ટરવ્યૂ આપતા વખતે કોઈ ગાય અથવા નાળિયેર સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે. છીંક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો, તેને શુભ સંકેત માનવામાં આવે છે.
જો સપનામાં પાણી દેખાય તો ધન લાભ થશે તેવો સંકેત આપે છે. લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે.