આંબાના પાન બહુજ લાભદાયી હોય છે. તેનો હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે. જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઇ જાય છે. અને ધીમે-ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં અન્ય પોષક તત્વો પણ રહેલા છે. તેમાં ફ્લેનોનોઈડ અને ફીનોઈલ્સના ગુણ જોવા મળે છે. તેથી તે એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે.
આંબાનું મહત્ત્વ ધાર્મિક પૂજા વિધિમાં તો છે, આ ઉપરાંત ઔષધિ તરીકે પણ આંબાના પાન ઉપયોગી છે. સ્વાસ્થ્ય માટે આંબાના પાન ઉપયોગી છે. કિડનીમાં જમા થતા સ્ટોન્સમાં પણ રાહત અપાવે છે. આંબાના પાનને ક્રશ કરીને તેને રાતભર પાણીમાં રહેવા દો. ત્યારબાદ સવારે ઉઠીને આ પાણી પી જાઓ તેનાથી કિડનીમાં થતા સ્ટોન નષ્ટ થઇ જાય છે.
કોલ્ડ, બ્રોંકાઇટિસ અને અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડુક મધ મિક્સ કરો હવે આ પાણી પી જાઓ. તેનાથી ગળાને પણ રાહત મળે છે. પેટ ખરાબ થવાની સમસ્યામાં પણ આંબાના પાંદડા એક રામબાણ ઇલાજની જેમ કામ કરે છે.
આંબાના પત્તાને સુકવીને તેનો પાઉડર બનાવી લો. ત્યારબાદ આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. નિયમિત પણે તેને પીવાથી પેટના બધા ટૉક્સિન્સ નિકળી જાય છે અને પેટ સાફ થઇ જાય છે. અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે. આંબાનાં પાન કાનના દુખાવવામાં પણ રાહત અપાવે છે. કાનનો દુખાવો ખૂબ જ અસહનીય હોય છે.
આંબાના પાંદડાને નિચોવીને તેનો જ્યુસ નિકાળી લો અને તેના ટીપા કાનમાં નાંખો તેનાથી કાનના દુખાવામાં ઝડપી રાહત મળે છે. ધ્યાન રાખો તેનો ઉપયોગ કરતા પહેલા જ્યુસને ગરમ કરી લો. દાઝી જવા પર રાહત આપે છે. જે જગ્યાઓ પર ત્વચા દાઝી ગઇ છે, ત્યાં આંબાના પાન રાખો તેનાથી ત્વચાને ફાયદો થાય છે. અને બળતરામાં પણ રાહત મળે છે.
આંબાના પત્તા હિચકી પણ બંધ કરે છે. આ પત્તા ગળાની અન્ય સમસ્યા અને હિચકી આવવાની આદતને ખત્મ કરે છે. આંબાના કેટલાક પાંદડાને સળગાવીને તેનો ધુમાડો શ્વાસ મારફતે અંદર લો. તેનાથી ગળાની સમસ્યા ખતમ થઇ જાય છે. અને હિચકી પણ બંધ થઇ જાય છે. બેચેની અને થકાવટમાં રાહત આપે છે. આંબાના કેટલાક પાંદડાઓને પોતાના ન્હાવાના પાણીમાં નાંખી દો અને તેનાથી સ્નાન કરો.
તેનાથી શરીર રિફ્રેશ ફીલ કરશે. આ સાથે જ થકાવટ તેમજ બેચેનીથી પણ રાહત મળે છે. આ તકલીફોથી છૂટકારો મેળવવાના ઘરેલૂ ઉપચાર તરીકે આંબાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી થાક દૂર થાય છે. આંબાના પાંદડાનો ઉપયોગ પથરીની સમસ્યામાંથી રાહત અપાવે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આંબાના પત્તાને પીસીને રાતભર પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને તે પાણીને પી લો. તેનાથી પથરી ની સમસ્યા ખતમ થઈ જશે.
આંબાના પાનના રસથી રકતાતિસાર મટે છે. આંબાના પાંદડાનો રસ મધ સાથે પીવાથી સ્વરભંગ ખુલે છે અવાજ ચોખ્ખો થાય છે. આંબાના પાનના રસમાં મધ કે શેરડીનો રસ મેળવી પીવાથી લોહીના ઝાડા અટકે છે. આંબાના પાનનો રસ મધ કે સાકર સાથે પીવાથી અમ્લપિત મટે છે. ઉધરશ માટે આંબાના પાન દેશી ઉપાય છે. પાણી માં થોડા આંબા ના પાન અને મધ નાખવું પછી એનો ઉકાળો બનાવી પીવાથી રાહત મળે છે. આંબા ના પાન માનસિક તણાવ પણ દૂર કરે છે.
આંબાના પાંદડા ડાયાબીટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ હોય છે. તેના ઉપચાર માટે આંબાના પાંન ખુબ જ ઉપયોગી છે. આંબાના કોમળ પાંદડામાં એન્થોકાઈનાઈનડીસ હોય છે. જે ડાયાબીટીસના ઈલાજ માટે ઉપયોગી છે. પાંદડાને સુકવીને તેને પીસી લો અને તેનો પાવડર બનાવી લો. ત્યાર બાદ તે પાવડરનું સેવન કરવું. ડાયાબીટસના રેટીનોપેથીનો ઈલાજ પણ કરે છે.
આંબાના પાંદડા હાઈ બ્લડપ્રેશરને ઘટાડે છે. કારણ કે તેમાં તેના ગુણો રહેલા છે. તે રક્ત વાહિકાઓને મજબૂત કરવામાં અને નસોની સમસ્યાનો ઈલાજ કરવામાં મદદ કરે છે. આંબાના પાંદડા માનસિક તણાવ પણ દૂર કરે છે. ચિંતાના કારણે બેચીની અનૂભવતા લોકો માટે આંબાના પાંન એક સારો ઘરેલું ઉપાય છે.
સવારે સ્નાનના પાણીમાં બે ત્રણ ગ્લાસ આંબાના પાંનડામાંથી બનાવેલુ ગરમપાણી નાખી ત્યાર બાદ સ્નાન કરવું જોઈએ તેનાથી સૂસ્તી દૂર થાય છે. અને એકદમ તરોતાજા અનુભવ થાય છે.