મધ શરીરને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. જો હુફાળું પાણી અને મધનું મિશ્રણ કરવામાં આવે અને પીવામાં આવે તો તે લોહીમાં લાલ રક્તકણ (આરબીસી)ની ગણતરી પર ફાયદાકારક અસર કરે છે. મધના ગરમ પાણીના મિશ્રણથી લોહીના હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. જે ઓછા લોહીવાળાની સ્થિતિનું ધ્યાન રાખે છે.
જીરાવાળુ પાણી પીવાના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર થાય છે. આ ઉપરાંત જીરામાં મળી આવતું એન્ટીઓક્સીડેન્ટ પાચનશક્તિને વેગ આપે છે. જે લોકોને ગેસની સમસ્યા હોય તે પણ દૂર થાય છે. જમ્યા બાદ ઘણી વખત પેટ ફૂલી જતું હોય છે આ પ્રકારની સમસ્યામાંથી પણ જીરાના પાણીથી છુટકારો મળે છે. હાડ એટેક ની સંભાવના પણ જીરા પાણી થી ઓછી થઇ શકે છે. જીરા નુ પાણી પીવાના કારણે પેટને લગતી દરેક બીમારીઓ દૂર થઈ જાય છે.
એક કપ પાણી પેનમાં ઉકાળો પછી એમાં 2 ચમચી જીરુ નાખી 5 મિનિટ ઉકાળો પછી એને એક કપમાં ગાળી લો અને એમાં 2 ચમચી મધ મિક્સ કરો. પીણું તૈયાર છે. આ પીણાં ને પીવાથી શરીરમાંથી દૂષિત પદાર્થ,લોહી, મળ અને પેશાબના રસ્તે બહાર નીકળી જશે. આથી શરીરને જલ્દી કોઈ રોગ નહી થાય. એને પીવાથી પેટમાં ભોજન પચવાવાળુ જ્યૂસ બને છે, જે પેટ હમેશા તંદુરસ્ત રાખે છે. જો કબજિયાત છે તો રોજ પીવો કારણકે એનાથી પેટ સારી રીતે સાફ થઈ જશે.
જીરામાં એક કલ્પાઉંડ હોય છે જેનું નામ કમિનલહાઇડ છે. અને આ શરીરમાં કેન્સર વાળા સેલ્સને બનવાથી રોકે છે.કેન્સર ને થતું અટકાવે છે. જીરાના પાણીમાં ઘણા પોટેશિયમ હોય છે. જે શરીરમાં ઈલેસ્ક્ટ્રોસાઈફને બેલેંસ કરે છે. આ કારણે બ્લ્ડપ્રેશર નિયંત્રિત રહે છે. આ ડ્રિંક મ્યૂક્સ મેંબરેનમાં સોજા આવવાથી રોકે છે એના કારણે અસ્થમા અટેક કંટ્રોલમાં રહે છે.
જીરાનું પાણી અને મધ બન્ને વસ્તુઓમાં આયરન વધારે માત્રામાં હોય છે. આથી આ મિશ્રણ લોહીમાં આયરનની ઉણપને પૂરી કરી એનીમિયાથી બચાવે છે. મધયુક્ત પાણી પીવાથી આપનું વજન ઘટે છે, કારણ કે 100 ગ્રામ મધમાં 305 કૅલોરી હોય છે. કે જેનાથી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો. અને ચરબી ઓછી થાય છે. મધ પાચન તંત્ર માટે ખૂબ જ સારૂ છે.
તેમાં એંટી-સેપ્ટિક અને એંટી-બૅક્ટીરિયલ ગુણો હોય છે કે જેનાંથી પેટ સંબંધી સમસ્યાઓ નથી થતી. મધમાં ઢગલાબંધ એંઝાઇમ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ હાનિકારક બૅક્ટીરિયા સામે બૉડી સિસ્ટમને બચાવે છે. અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. એક સારૂં એંટી-ઑક્સીડંટ હોવાનાં કારણે ત્વચાને કાયમ તરોતાજા રાખે છે. કે જેનાંથી તેમાં નિખાર આવે છે.
મધ અને ગરમ પાણીનો ઉપયોગ કરવાથી શરીરનાં કોઈ પણ ભાગમાં જીવાણુ એકત્ર નથી થઈ શકતા કે જેથી એલર્જી સંબંધી પરેશાની નથી થતી. દરરોજ મધ અને ગરમ પાણીનું સેવન કરવાથી સ્ફૂર્તિ મળે છે. ગરમ પાણી અને મધથી કફ તથા ગળામાં થતી બળતરાથી આરામ મળે છે. જો દરરોજ તેનો ઉપયોગ કરોછો, તો ધીમે-ધીમે આ સમસ્યા ઓછી થતી જશે.
મધ અને લીંબુ નવશેકા પાણીની સાથે પીવાથી શરીરના ટોક્સિન દૂર થઈ જાય છે. તે ત્વચા માટે નેચરલ બ્લીચનું કામ કરે છે. આ સિવાય તે બ્લડને પ્યોરીફાઈ કરે છે. મધમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. એટલા માટે તેના નિયમિત સેવનથી ત્વચા ઉપર ખીલ અને દાગ-ધબ્બા નથી થતા અને ત્વચા ઉપર નેચરલ ગ્લો બની રહે છે.
સાથે જ, લીંબુના સેવનથી લોહી સાફ થાય છે, જેની અસર ત્વચા પર સાફ દેખાય આવે છે. જેટલું લોહી સાફ હશે તેટલો જ ચહેરો વધારે નિખરશે. માટે ત્વચાને નિખારવા માટે રોજ મધ અને લીંબુ નાખીને નવશેકા પાણીનું સેવન કરવું જોઈએ. મધ અને લીંબુને ગરમ પાણીમાં મેળવીને પીવાથી બ્લડ સરક્યુલેશન પણ તેજ રહે છે. વાસ્તવમાં ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે. જેથી પરસેવા દ્વારા શરીરના ઝેરીલા તત્વો બહાર નિકળી જાય છે અને શરીર નિરોગી રહે છે.
જીરા ની સુગંધ મનમોહક હોય છે. જો કોઈપણ વ્યક્તિને અનિદ્રાની સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે પણ જીરાનો ઉપયોગ કરી શકાય છે. જો દરરોજ સાંજે સૂતી વખતે જીરાના પાણીનું સેવન કરવામાં આવે તો તેના કારણે અનિંદ્રા ની સમસ્યામાંથી છુટકારો મળે છે. આ ઉપરાંત રાત્રે સૂતી વખતે એક પોટલી ની અંદર થોડું જીરું ઓશિકા ની બાજુ માં રાખી દેવામાં આવે તો પણ સારી ઉંઘ આવે છે.