દરેક વ્યક્તિએ ગોળનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20ગ્રામ ગોળ ખાવો જોઈએ. પ્રાચીન સમયથી જ ગોળને અમૃત માનવામાં આવતો હતો અને ખાંડને સફેદ ઝેર માનવામાં આવતી હતી.
ગોળ ખાવાથી શરીરની પાચનક્રિયામાં સુધારો થાય છે. જયારે ખાંડ એસિડ પેદા કરે છે જે પાચનક્રિયા બગાડે છે. આયુર્વેદ અનુસાર ગોળની સરખામણીમાં ખાંડને પચવામાં 5 ગણી વધારે ઉર્જા ખર્ચવી પડે છે અને સમય લાગે છે. એટલે કે જો ગોળને પચાવવામાં 100 કેલરીની જરૂર પડતી હોય તો તે જ માત્રાની ખાંડને પચવામાં 500 કેલરીની જરૂર પડે.
ગોળ ત્વચામાં નિખાર લાવે છે. મહિલાઓને ત્વચા વિષે ઘણી બધી ચિંતા રહેતી હોય છે. જો નિયમિત રૂપે ગોળનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં રહેલું હાનિકારક ટોક્સીન કાઢી નાખે છે. જેનાથી ત્વચા સાફ અને સ્વસ્થ રહે છે. સાથે સાથે તે હાડકાઓને પણ મજબુત બનાવે છે. ગોળમાં કેલ્શિયમની સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાઓને મજબુત કરવામાં ફાયદાકારક છે. જયારે ખાંડ હાડકા માટે હાનિકારક છે કારણકે તે એટલા ઊંચા તાપમાને બનાવવામાં આવે છે જેના કારણે તેમાં રહેલું ફોસ્ફરસ નષ્ટ થઇ જાય છે.
પેશાબ સંબંધિત સમસ્યાઓ પણ દુર કરે છે ગોળ. ગોળ પેશાબ કરવામાં થતી તકલીફ માટે સારો ઈલાજ છે. પૂરતા પ્રમાણમાં પેશાબ કરવામાં મદદ કરે છે. તેના માટે આયુર્વેદિક ડોક્ટર ગરમ દુધમાં ગોળ નાખીને ખાવાનું કહે છે. શારીરિક નબળાઈમાં દૂધ સાથે ગોળનું સેવન ખુબ જ લાભદાયક છે. દુર્બળ શરીરને મજબુત બનાવે છે. જો દૂધ સાથે ગોળ પસંદ નથી તો એક કપ પાણીમાં 5 ગ્રામ ગોળ, 10 ml લીંબુનો રસ અને એક ગ્રામ કાળું મીઠું મેળવીને બરાબર હલાવ્યા બાદ સેવન કરી શકો છો.
ગોળ અને દૂધ સાથે લેવાથી માઈગ્રેન અને માથાના દુઃખાવા સંબંધિત દરેક બીમારી માટે અકસીર છે. આ માટે સૂર્યોદય પહેલાં સવારે ખાલી પેટે 5 ગ્રામ ગાયના ઘી સાથે 10 ગ્રામ ગોળ લેવો. આ માઈગ્રેન અને સરદર્દ મટાડે છે. જો ગેસ અથવા એસિડીટીથી પરેશાન હોય તો ભોજન બાદ થોડો ગોળ પણ ખાવ. તેનાથી ગેસ અને એસિડટી જલમૂળથી દુર થઇ જશે. ગોળ, કાળું મીઠું અને સિંધવ મીઠું સાથે ખાવાથી ખાટ્ટા ઓડકાર પણ આવતા બંધ થઇ જશે.
ગોળનો હલવો ખાવાથી મગજ તેજ થાય છે અને શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર નીકળી જશે. તે શરીરના તાપમાનને બેલેન્સ રાખે છે તેનાથી યાદશક્તિ વધે છે. જૂનામાં જૂની ઉધરસ ગોળથી મટી શકે છે. ગોળ સાથે આદું અને મરચું મેળવીને ખાવાથી શરદી, ખાંસીમાં લાભદાયી છે. અસ્થમા રોગના દર્દીઓ માટે ગોળ ખાવો જરૂરી છે. લોહીની ઉણપ ગોળથી દુર થઇ જાય છે. ગોળના સેવનથી શરીરમાં લાળ રક્તકોશિકાઓની માત્ર વધે છે.
બ્લડપ્રેશરના દર્દીઓ ગોળનું સેવન કરે તો તે થોડા દિવસોમાં જ કંટ્રોલમા આવી જશે. જે છોકરીઓ અથવા સ્ત્રીઓને માસિક નિયમિત ન આવતું હોય તેમણે પ્રતિદિન 3 વાર ગોળ ખાવો જોઈએ. ગોળનો ટુકડો ખાવાથી સ્ત્રીઓમાં પીએમએસ ના લક્ષણો, માસિક પીડા, મૂડ સ્વિંગ વગેરે ઘટાડવામાં મદદ મળે છે. જેને ભૂખ ન લગતી હોય અથવા ભૂખ ખુબ લાગતું હોય પણ ભોજન ખાવામાં રૂચી ન હોય તો પણ ગોળ ખાવો જોઈએ. શિયાળામાં કાનના દુઃખાવામાં ગોળ અને ઘીને ગરમ કરી ખાવાથી દુઃખાવો બંધ થઇ જાય છે.
ગોળમા મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે તેથી ગોળ ખાવાથી થાક દુર થાય છે. ગોળનો શ્રેષ્ઠ લાભ એ છે કે તે કુદરતી મીઠાશ તરીકે કામ કરે છે અને લાંબા ગાળા માટે એનર્જીનો પુરવઠો પૂરો પાડે છે. કોઈ પણ વ્યક્તિ ચા, સ્મૂધી માટે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી શકે છે. પણ ગોળ વાપરવાના પ્રમાણમાં ધ્યાન રાખવું કેમ કે તેમાં કેલરી 4 ગ્રામ હોય છે.
જે લોકોને ડાયાબિટીસ હોય અથવા વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા હોય ગોળના વપરાશમાં ધ્યાન રાખવું કેમ કે વધુ પડતા ગોળથી વજન વધી શકે અને બ્લડ-સુગર લેવલમાં ફ્લક્ચ્યુએશન્સ આવી શકેગોળ આયર્નનો સારો સ્રોત છે. તેથી લીંબુપાણીમાં ખાંડને બદલે ગોળ લેવામાં આવે છે ત્યારે લીંબુમાં વિટામિન સી હોવાને કારણે શરબતમાં આયર્ન વધે છે.
ગોળમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ખનિજો જેવા કે ઝીંક અને સેલેનિયમ ભરપૂર હોવાથી પ્રારંભિક વૃદ્ધત્વ માટે જવાબદાર ફ્રી રેડિકલ્સને રોકવા માટે મદદ કરે છે. ગોળ શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. તે ડિટોક્સ તરીકે કાર્ય કરે છે અને શરીરમાંથી ટોક્સિનને સાફ કરવા માટે લીવરને મદદ કરે છે. તે કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે. તે શરીરમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ સક્રિય કરે છે, અને ખોરાકના યોગ્ય પાચનમાં મદદ કરે છે. એટલા માટે ઘણાં લોકો ભોજન પછી ગોળ ખાવાનું પસંદ કરે છે.