વજન વધવાનો ડર ધરાવતા લોકો તેમજ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દી ભાત ખાવાનું ટાળતા હોય છે. જોકે દરેક લોકો ને આહારમાં ભાત ઘણો પ્રિય હોય છે અને લોકોને એવી માન્યતા પણ છે કે ભાત ખાવાથી જમ્યા નો સંતોષ થાય છે. પણ જેમના માટે ચોખા નુકસાનકારક છે તેવા લોકો માટે ખુશ ખબર છે કે ચોખા ની અવેજીમાં તેઓ બ્રાઉન ચોખા ઉપયોગમાં લઇ શકે છે.
રિફાઇન્ડ કર્યા વગરના ચોખા એટલે બ્રાઉન રાઈસ . તેના રંગને કારણે તેને બ્રાઉન રાઈસ કહેવામાં આવે છે જે સફેદ ચોખા ની સરખામણીમાં બનવામાં વધુ સમય લે છે અને તેનો સ્વાદ પણ થોડો જુદો હોય છે પરંતુ તેમાં સફેદ ચોખા ની સરખામણીએ પોષક તત્વો વધારે હોય છે. સફેદ ચોખાને રિફાઈન્ડ અને પોલીસ કરવામાં આવે છે. જેમાં તેની ઉપરનું ફોતરાં વાળું આવરણ નીકળી જવાથી તેના પોષક તત્ત્વોમાં ફેર પડી જાય છે. સફેદ ચોખા માં કેલરીની માત્રા પણ વધારે હોય છે જ્યારે બ્રાઉન રાઈસ પ્રમાણમાં ઓછી કેલરી ધરાવે છે તેથી તે વિશેષ આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
બ્રાઉન ભાત ખાવાથી શરીરને કાર્બોહાઇડ્રેટ્સ મળે છે તેમજ બ્રેન પણ સારી રીતે કામ કરે છે. શરીરનું મૅટાબૉલિઝ્મ વધી જાય છે અને એક્ટિવ રહેવા માટેની એનર્જી મળી જાય છે. બ્રાઉન રાઇસ મેગ્નીજ અને ફાસ્ફોરસ, સેલેનિયમ, તાંબું અને નિયાસિનનો મોટો સોર્સ છે. બ્રાઉન રાઇસને ભૂસી હટાવવા માટે મીલમાં મોકલવામાં આવે છે ત્યારે તેના પર પોલિશિંગ કરવામાં આવે છે. જેનાથી તેની એક અન્ય લેયર જેને એલિયોરીન કહેવાય છે તે નીકળી જાય છે.
જો બ્લડ પ્રેશર કાયમ વધેલું રહેતું હોય તો તેને માટે પણ ખૂબ ઉપયોગી છે. ભાતમાં સોડિયમનું પ્રમાણ નથી હોતું. તે હૃદયની બીમારીનાં રિસ્ક્સ પણ ઓછા કરે છે. ભાતમાં કૉલેસ્ટ્રૉલનું પ્રમાણ નામ માત્રનું હોય છે. બ્રાઉન ભાત ખાવાથી શરીરને ખૂબ જ ફાયબર મળે છે. કે જે શરીરનું કૅંસર સામે રક્ષણ કરે છે. આયુર્વેદમાં ત્વચાને નિખારવા માટે ભાતનો પ્રયોગ જણાવાયો છે. સાથે જ ભાતનું પાણી કે જેને ઓસમાણ પણ કહે છે, તે ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે. તેમાં એંટી-ઑક્સીડંટ્સ હોય છે કે જે કરચલીઓ દૂર કરે છે.
બ્રાઉન ભાતની પ્રકૃતિ ઠંડી હોય છે. રાઇસ બ્રૅન ઑયલત માં એંટી-ઑક્સીડંટ્સ હોય છે. તેથી બ્રાઉન ભાત કે વાઇલ્ડ ભાત ખાવું જોઇએ. બ્રાઉન ભાતમાં ભૂસી લાગેલી રહે છે કે જે વ્હાઇટ ભાતમાં નથી હોતી. વજન વધવાના ડરથી ઘણા લોકો ભાત ખાવું બંદ કરી નાખે છે. દાળની સાથે ભાત ખાવાથી વજન ઓછું હોય છે. દાળથી વધારે મોડે સુધી પેટ ભરેલું રહે છે અને ખૂબ સમય સુધી કઈ પણ ખાવાની ઈચ્છા નહી થાય .
દાળની સાથે સફેદની જગ્યા બ્રાઉન ભાત ખાવાથી વધારે ફાયદો હોય છે. તેનાથી વજન કંટ્રોમાં રહે છે. જો કૉલેસ્ટ્રૉલ ફ્રી ભાત ખાશો, તો જાડાપણુ પણ નહીં વધે. જે લોકો વજન ઘટાડવા માગે છે તથા શરીર મા ચરબી નુ પ્રમાણ નિયંત્રીત કરવા માગે છે તે માટે બ્રાઉન રાઈસ રામબાણ અસ્ત્ર છે. બ્રાઉન ભાત ના સેવન થી શરીર મા વધારા ની ચરબી નુ નિર્માણ થતુ નથી તથા કોલેસ્ટ્રોલ નિયંત્રણ મા રહે છે.
પ્રોટીનજે લોકો પૂરી રીતે શાકાહારી હોય છે તેને દાળ-ભાતનો જરૂર સેવન કરવું જોઈએ. આ બન્નેમાં જુદા-જુદા રીતના પ્રોટીન હોય છે જે દરરોજ સેવન કરવાથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી જાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ફાઈબરની ખૂબ જરૂરત હોય છે. તેથી દાળ-ભાતનોપ સેવન જરૂર કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે કે બ્લ્ડ શુગર કંટ્રોલમાં રાખે છે.
હૃદય રોગ- હાર્ટઅટેક કે હૃદયના બીજા રોગ વધારેપણું હૃદયની ધમનીઓમાં કોલેસ્ટ્રોલના જમાવના કારણે હોય છે. તેથી બ્રાઉન ભાતનો સેવન તેનાથી બચીને હૃદયની રક્ષા કરે છે. બ્રાઉન ભાત કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી આર્ટરીઝ બ્લોક નથી થતી અને હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે.
હાડકાઓ મેગ્નીશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોવાના કારણે બ્રાઉન ભાત, હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ ફાયદાકારી છે. સફેદ ચોકાની કરતાં આ આરોગ્યના ઘણા ફાયદા આપે છે. બાળકોનો વિકાસ બહુ ઝાપથી થતો હોય છે તેથી વિશેષ માત્રામાં ઉર્જાની જરૂર પડે બ્રાઉન ભાત માં રહેલી કાર્બોહાઈડ્રેટ અને ફેટની વિશેષ માત્રા માં બાળકોને ઉર્જા પૂરી પાડે છે.
પ્રદૂષણ અને કેમિકલ ના કારણે ત્વચા ની તાજગી અને ચમક ઓછી થાય છે ત્યારે બ્રાઉન ભાત માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્વો ત્વચા ને સુંદર અને સ્વસ્થ બનાવવા માં ઉપયોગી થાય છે. અને વિટામીન્સ અને મિનરલ્સ પડતી કરચલિયો અને પિગમેન્ટેશન માં ઘટાડો કરે છે. બ્રાઉન ભાત માંથી ઉતમ સ્કિન ટોનર પણ બનાવાય છે .
સામાન્ય ચોખામાં શર્કરાની માત્રા વધારે હોય છે. જેના કારણે ડાયબિટીજના દર્દી તેનાથી દૂરી બનાવી રાખે છે. પણ બ્રાઉન ભાતના સેવનથી લોહીમાં શર્કરાનો સ્તર નહી વધે. બ્રાઉન ભાતમાં અનેક નેચરલ ઓઇલ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.સામાન્યરીતે ચોખા મા ખાંડ નુ પ્રમાણ રહેલુ હોય છે. પરંતુ , બ્રાઉન ભાતમા સુગર નુ પ્રમાણ ઓછુ હોય છે. ડાયાબીટીસ ના દર્દીઓ બ્રાઉન ભાત નો આહાર મા સમાવેશા કરી શકે.