ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. મગફળી સ્વાસ્થ્ય માટે બદામથી પણ વધારે તાકાતવર હોય છે. 100 ગ્રામ મગફળીમાં 25 % કેલરી મળે છે. જે લોકો વધારે સક્રિય રહે છે, એના માટે તો આ મગફળી કોઈ વરદાનથી ઓછી નથી. મગફળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે. આ કારણે હેલ્થ એક્સ્પર્ટ વજન પર નિયંત્રણ રાખવા માટે સામાન્ય માખણની જ્ગ્યાએ પીનટ બટરના સેવન પર ભાર મૂકે છે.
પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને સેલેનિયમથી ભરપૂર છે. સૌથી અગત્યમાં તેમાં વિટામીન ઇ ઘણા પ્રમાણમાં હોય છે. તે સિવાય મગફળી એન્ટીઓક્સિડેન્ટ ગુણ પણ ધરાવે છે. મગફળી આરોગ્ય માટે રામબાણ છે. ખાસ કરીને તે વનસ્પતિક પ્રોટીનનો એક સ્ત્રોત છે. હેલ્થ રીસર્ચમાં એ વાત સામે આવેલ છે કે દૂધ અને ઈંડા કરતા કેટલાય ગણું વધુ પ્રોટીન હોય છે મગફળીમાં. તે ઉપરાંત તે આયરન, નીયાસીન, ફોલેટ, કેલ્શિયમ અને જિંક નો સારો સ્ત્રોત છે. થોડા જ મગફળીના દાણામાં 426 કૈલરીઝ, 5 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 17 ગ્રામ પ્રોટીન અને 35 ગ્રામ વસા હોય છે.
મગફળી ખાવાના ફાયદા:
બાળકોને સવારમાં પલાળેલી મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિમાં વધારો થાય છે. પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યુલેશનને નિયમિત કરે છે અને હૃદયની બીમારીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને સ્નાયુઓને પણ મજબૂત કરે છે. પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ રહેતાં હોય છે, જે ચામડીને સારી રાખે છે. ચામડીનો રંગ ચોખ્ખો રાખે છે. મગફળી ચામડીની કોશિકાઓના ઓક્સીડેશનને રોકે છે, સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.
મગફળીમાં રહેલા તેલવાળા અંશ ઉધરસને દૂર કરે છે. ભૂખ ઓછી કરે છે સ્વાભાવિક રીતે વજન ઉતારવામાં મદદ કરે છે. મગફળી ગેસ અને એસિડિટીને પણ ખતમ કરી દે છે. મગફળી ડાયાબિટીસથી બચાવે છે અને સાંધામાં થતાં દુખાવાને ઓછો કરે છે. પલાળેલી મગફળીના દાણામાં વિટામીન બી6 રહેલું છે, ખોરાકમાં નિયમિત લેવાથી મગજની તાકાત પણ વધે છે.
મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે. હાઈ કાર્બોહાઈટ્રેટવાળા હેવી નાસ્તા પછી થોડા દાણા જો મગફળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે. મગફળીમાં વિટામિન-બી૩ની માત્રા વધારે હોય છે, જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે. મગફળીમાં એિન્ટઓિક્સડેન્ટ્સ સારી માત્રામાં હોય છે, જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રોગ સામે લડવામાં શરીરને મદદ કરે છે. મગફળીના દાણા એનર્જીનો મોટો સ્રોત છે. આ કારણે જ વ્રત દરિમયાન ફ્રળાહારમાં એનું સેવન વધારે કરાય છે.
મગફળીમાં રહેલા તૈલીય ગુણ ને લીધે ઉધરસ દૂર કરે છે. મગફળીનું સેવન કરવાથી શરીરને ખુબ જ લાભ મળે છે. સાથે જ મગફળી ફાયબરથી પણ ભરપુર હોય છે એટલે કે મગફળીમાં ફાયબરનું પ્રમાણ પણ ખુબ જ મળી આવે છે. જેના કારણે પાચનતંત્ર સારું બની રહે છે. જે લોકોને પેટ સબંધિત કોઈ પણ સમસ્યા રહેતી હોય તેના માટે મગફળી ખુબ જ ફાયદાકારક રહે છે.
મગફળી તેના બ્લડપ્રેશર ધરાવતા મેગ્નેશિયમ અને ફોલિક એસિડને કારણે કાર્ડિયોવાસ્ક્યુલર રોગનું જોખમ જીવન લંબાવી શકે છે અને ઘટાડે છે. ફ્લોરાઇડ અને કેલ્શિયમ સાથે હાડકાંને મજબૂત બનાવે છે. મગફળીની જીનીટોરીનરી સિસ્ટમના કામકાજમાં હકારાત્મક અસર પડે છે, યાદશક્તિ, એકાગ્રતામાં સુધારો થાય છે, જે ખાસ કરીને વૃદ્ધ લોકો માટે ઉપયોગી છે કારણ કે ઉત્પાદનમાં નિકોટિનિક એસિડ સમાયેલ છે. તે ફોલિક એસિડ અને વિટામિન ઇ દ્વારા ત્વચાના કાયાકલ્પને પણ પ્રોત્સાહન આપે છે.
મગફળીમાં જરૂરી પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે જે શારીરિક વિકાસ માટે ખુબ જ જરૂરી છે. એવામાં જો તમે કોઈ કારણસર દૂધ નથી પી શકતા તો વિશ્વાસ રાખો મગફળીનું સેવન તેનો એક ઉત્તમ વિકલ્પ છે. ફાયદાકારક મગફળીનો નિયમિત ઉપયોગ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ઉત્તમ હોય છે. તેમાં ફોલિક એસીડ હોય છે જે ગર્ભાવસ્થામાં શિશુના વિકાસમાં મદદ કરે છે. મગફળીમાં ટેસ્ટોફેન હોય છે જેના કારણે જ તેના ઉપયોગથી મુડ પણ સારો રહે છે. એટલે જ ખારી શીંગ ખાવા માં આવે છે જેનાથી તરત મૂડ આવી જશે. ઉંમરની અસર ઓછી કરે છે : પ્રોટીન, લાભદાયક વસા, ફાઈબર, ખનીજ, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. માટે જ તેના ઉપયોગથી સ્કીન કાયમ માટે યુવાન જેવી દેખાય છે.