ગમેતેવા ભયંકર માંથાના દુ:ખાવા માં આ આયુર્વેદિક ઉપચાર થી માત્ર 10 મિનિટ માં દુખાવો ગાયબ થઈ જશે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

માથાનો દુખાવો એ એક એવી શારીરિક પીડા છે, જેનો ભોગ લગભગ દરેક વ્યક્તિ ક્યારેક તેમના જીવનકાળ દરમ્યાન બને છે. માથાનો દુખાવો સ્વતંત્ર રોગ ભાગ્યે જ હોય છે. મોટાભાગનાં કિસ્સામાં અન્ય રોગ, શારીરિક અનિયમિતતા અથવા સ્ટ્રેસને કારણે થતું લક્ષણ  હોઈ શકે છે. માથાનો દુખાવો થવા માટે કારણભૂત શારીરિક કે માનસિક અથવા એન્વાર્યમેન્ટલ સંજોગો જે કાંઈપણ હોય પરંતુ તેનાથી થતી પીડા મટાડવા રોગી ‘આતુર’ બની જાય તે સ્વાભાવિક છે.

માથાને આયુર્વેદમાં ઉત્તમાંગથી સંબોધાયુ છે. શરીરનાં બધા જ અંગોમાં જે અંગ ઉત્તમ છે, સર્વોપરિ છે તેવા માથામાં જયારે પીડા થાય છે ત્યારે ગમે તેટલી સહનશક્તિ ધરાવતી વ્યક્તિ હોય દુખાવો દૂર કરવા ઓવર ધ કાઉન્ટર મળતી પેઈનકિલર ટેબલેટનો સહારો લેવા મજબૂર બની જતી હોય છે.

ક્યારેક કોઈ વિશિષ્ટ પરિસ્થિતિને કારણે માથું દુખે ત્યારે આરામ કરીને, ઊંઘથી કે પછી પેઈકકિલરથી છુટકારો મેળવી લેવાય પરંતુ જયારે માથાનો દુખાવો ૩-૪ દિવસથી વધુ ચાલે, સામાન્ય પેઈનકિલરથી દુખાવો મટી ગયા બાદ ફરી પાછો દવાની અસર ઓછી થતાં દુખવા લાગે છે. કેટલાંક લાંબો સમય પેઈનકિલર ખાધા રાખવાની આડઅસરને અવગણી અને ગોળીઓ ખાઈને પણ ચલાવવાથી પણ રિબાઉન્ડ હેડેકનો શિકાર બન્યા પછી માથાનો દુખાવો મટાડવા આતુર હોય છે.

માંથા ના દુખાવા ના ઘણા કારણો છે જેમાં શરદી કે તાવ, દાંત માં કોઈ તકલીફ કે દુખાવો , આંખો નો વધુ ઉપયોગ કે ખેંચાણ, માનસિક ચિંતા , તનાવ વાળો સ્વભાવ,  શારીરિક અને માનસિક થાક, સાયનસ,  સિગરેટ , તમાકુ , દારૂ જેવા વ્યસનો, ચા / કોફી – વધુ પડતા લેવાવા કે આદત બંધ કરવી, કબજિયાત. / ગેસ વગેરે નો સમાવેશ થાય છે.

માથું દુખે ત્યારે વ્યક્તિ એ વ્યક્તિ એ તેના ચિન્હો બદલાય છે જે સામાન્ય રીતે  માથા માં દબાણ લાગવું , કોઈ હથોડા મારતા હોય એવું લાગવું, માથા માં કૈક બાંધ્યું હોય એવું લાગવું, લબક લબક જેવું રહેવું, આંખો ભારે લાગવી, કેટલાક કિસ્સા માં બેચેની અને ચક્કર જેવું લાગવું,  ઉલટી કે ઉબકા આવવા વગેરે હોય શકે.

માથા ના દુખવાથી રાહત મેળવવાના ઉપાય:

માથાના દુખાવામાં તાત્કાલિક રાહત મેળવવા માટે લવિંગના પાઉડરમાં મીઠું મેળવીને પેસ્ટ બનાવી તેને દૂધ સાથે પીવી. થોડીક જ મિનિટમાં માથાનો દુખાવો ઓછો થઇ જશે. તે ઉપરાંત લવિંગને સહેજ ગરમ કરી, વાટીને તેની પેસ્ટ માથા ઉપર લગાવવાથી થી પણ માથાનો દુખાવો મટી જશે. લસણ એ એક કુદરતી દર્દ નિવારક ઔષધી છે. લસણની થોડીક કળીઓ વાટીને તેના રસનું સેવન કરવાથી માથાના દુખાવામાં ઝડપથી આરામ મળશે.

 

માથા-મગજની માંસપેશિયાઓમાં તણાવના કારણે પણ ત્યાં દુખાવો થવા લાગે છે. આ તણાવને ઓછું કરવા માટે ગરદન, માથા અને ખંભાની માલિશ કરવી. દરરોજ યોગ, શારીરિક કસરત અને મેડિટેશન કરવાથી પણ માથામાં દુખાવાની સમસ્યા ઓછી થઇ જાય છે. જો તમને વારંવારમાં આવી સમસ્યા થતી હોય તો સવારમાં સફરજન ઉપર મીઠું લગાવીને ભૂખ્યા પેટે ખાઈને ગરમ દૂધનું સેવન કરવું. કેટલાંક દિવસ દરરોજ આ ઉપાય કરવાથી માથાના દુખાવાથી છૂટકારો મળશે.

માથાના દુખાવામાં રાહત મેળવવા માટે એક સ્વચ્છ કપડામાં બફરના ટૂકડા નો આઇસ-પેક બનાવી,  10 મિનિટ માટે તેને માથા ઉપર મૂકી હટાવી લેવું. આમ કરવાથી થોડાંક સમયમાં માથાનો દુખાવો મટી જશે. થોડુંક કેસર અને બદામનું તેલ મેળવીને તેને સુંઘવાથી પણ માથાનો દુખાવો ઓછો થઇ જાય છે. ઝડપથી રાહત મેળવવા આ ઉપાય બેથી ત્રણ વખત કરો.

કેટલીક વખત ઉંઘ પૂરી ન થવાના કારણે પણ દુખાવો થાય છે. આવી સ્થિતિમાં લવિંગ, ઇલાયચી અને આદું વાળી ચા પીવી. તેનાથી માથાનો દુખાવો તરત જ મટી જશે. તણાવ ઓછું કરવા અને માઇન્ડ ફ્રેશ કરવા આદું વાળી ચા પીવી એક સરળ ઉપાય છે. પેટમાં ગેસ કે બળતરના કારણે પણ માથું દુખે તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને પી જવું. તેનાથી પેટ અને માથાનો દુખાવો બંનેમાં રાહત મળશે.

શરદી અને ઉધરસને કારણે પણ માથામાં દુખાવો થાય તો ખાંડ અને ધાણાને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું. આ નુસ્ખાથી શરદી, ઉધરસ અને માથા દુખાવામાં આરામ મળશે. જો ગરમીના કારણે માથું દુખે તો નારિયેળના તેલથી માથામાં માલિશ કરવી. તેનાથી માથામાં ઠંડક મળશે અને દૂખાવો મટી જશે.

માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેની બીજી બાજુની નાકમાં એક કે બે ટીંપા મધ નાંખવું. આ ઉપાયથી માથાનો દુખાવો મટી જશે. જો માઇગ્રેનના કારણે માથામાં દુખાવો થતો હોય તો મધના બદલે ગાયનું શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો. જાયફળને ચોખાના પાણીમાં સારી રીતે વાંટીને પેસ્ટ બનાવી તેને માથા ઉપર લગાવવી. તેનાથી માથાનો દુખાવો ઓછો થવા લાગશે. માથાનો દુખાવો મટાડવા માટે ગાયના ગરમ દૂધનું સેવન પણ ફાયદાકરાક રહેશે. કાકડીને કાપીને માથા ઉપર ઘસવાથી અને સૂંધવાથી પણ દુખાવો ઓછો થાય છે.

ઘણી વાર ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમીને કારણે પણ માથામાં દુખાવો થાય છે. માટે માથું દુખે ત્યારે પાણી પીવાનું રાખવું. આ સિવાય એવા ફળ પણ ખાઈ શકાય જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેમ કે તડબૂચ, ખીરું કાકડી, વગેરે. ધીરેથી હળવા હાથે માથાની પાછળના ભાગમાં મસાજ કરવાથી પણ રાહત મળે છે. અંગૂઠા અને ઈંડેક્સ ફિંગર વચ્ચેની માંસ વાળી જગ્યાને દબાવવી, એક મિનિટ સુધી આમ કરવાથી રાહત થશે.

ઘણી વાર મસલ્સ ટેન્શનને કારણે પણ માથું દુખે છે. ત્યારે હળવાશથી ગરદનની સિંપલ સ્ટ્રેચિંગ કરો. શરીરમાં ઓક્સિજનની કમીને કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. માટે ઉંડા શ્વાસ લેવાથી ફાયદો થાય છે. લીંબુ પાણીમાં નમક અને ખાવાનો સોડ નાખીને પીવાથી શરીરનું એસિડ બેલેન્સ થાય છે અને માથાના દુખાવામાં રાહત મળે છે.

માથાની નસોમાં સોજો આવી જવાને કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં માથા અને કાનની પાછલના ભાગ પર બરફ ઘસવાથી ફાયદો થઈ શકે છે. ભય, ક્રોધ, ચિંતા, અજંપા જેવી માનસિક પરિસ્થિતિને કારણે થતાં માથાનાં દુખાવા (ટેન્શન હેડેક)માં બ્રાહ્મી, શંખપુષ્પી અને અશ્વગંધા ચૂર્ણો સરખાભાગે ભેળવી આ મિશ્રણ ૩ ગ્રામ જેટલું ઘી-સાકર કે ગાયનાં દૂધ સાથે એકવાર લેવાથી ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top