માણસ પોતાના વ્યસ્ત જીવનમાં એ ભુલી ગયો છે કે તેણે માત્ર જીવવા માટે જ નથી જમવાનું પણ સ્વસ્થ રીતે જીવવા માટે જમવાનું છે. અને સ્વસ્થ રીતે જીવવા માટે કેટલીક જમવાને લગતી કુ આદતોને જાણવી જોઈએ અને તેને દૂર કરવી જોઈએ કદાચ માણસ પોતાના.કદાચ માણસને વ્યસ્ત જીવનમાં ખ્યાલ નહીં આવતો કે જીવનની જે ખુબજ મહત્ત્વની બાબત છે એટલે કે જમવું તેના પર તે જરા પણ ધ્યાન નથી આપતો અને માટે જ તમે ઘણી બધી બીમારીઓ ને જન્મ આપી શરીરને અસ્વસ્થ બનાવે છે.
આંખોના રોગ, રકતપિત્ત, ક્ષાત, દાહ, ઝેર ના રોગી, રાજયક્ષમા, દમ, મોહ, શ્વાસ વગેરે રોગવાળાને નાગરવેલનું પાન નુકશાનકારક છે. શૌચ જઈ આવ્યા પછી, જમ્યા પહેલા, નવા સળેખમમાં, આંખો ના રોગો, કાનની શકિતનો ક્ષય, દાંતમાંથી પરૂ નીકળવું, અવાળુંની નબળાઈ અને મહેનત પછી પરસેવો થયો હોય ત્યારે પાન ન ખાવું જોઈએ. ક્ષયના રોગીને પણ પાન ન આપવું જોઈએ.સૂતી વખતે માથા પર કપડું બાંધવું તેમજ પગે મોજાં, સખત રહે તેવાં કપડાં કે બૂટ પહેરવાથી રકતાભિસરણ ક્રીયા રોકાય છે અને એથી તે અવયવની શકિત ઘટી જાય છે.
સ્નાન કર્યા બાદ હાથ અને પગ સક્રિય અવસ્થામાં હોય છે. જેના કારણે આ અંગોનો રક્તસંચાર ઘણો વધી જાય છે. આ અંગોનો રકતસંચાર વધવાથી પેટમાં લોહીના પ્રવાહ પર અસર પડે છે. જેના કારણે પાચનક્રિયા પ્રભાવિત થાય છે. આથી જમ્યા બાદ સ્નાન કરવાનું ટાળવું જાઇએ.દુનિયાનો વ્યસ્તમાં વ્યસ્ત માણસ અને સફળમાં સફળ માણસ પણ પોતાનો ખોરાક ચોક્કસ સમયે લઈ જ લે છે. માટે દીવસના ભોજન કરવાના સમયને નક્કી કરી લેવો જોઈએ અને તે પ્રમાણે જ ખોરાક લેવો જોઈએ.
આમ કરવાથી માત્ર શરીર જ સ્વસ્થ નથી રહેતું પરંતુ મગજ પણ સ્વસ્થ રહે છે. એક સ્વસ્થ રુટીન નક્કી કરવાથી અને એ પ્રમાણે ચાલવાથી જીવન તો સ્વસ્થ બને જ છે પણ સાથે સાથે સફળતામાં પણ મહત્ત્વનો વધારો થાય છે.
હરતા ફરતા કે કામ કરતાં કરતાં જમવું ન જોઈએ. જમતી વખતે વ્યવસ્થીત આસન પર કે પછી ખુરશી હોય કે જમીન પર બેસીને જમવું જોઈએ.હરતા ફરતા જમવાથી શરીરને યોગ્ય પોષણ પહોંચતું નથી. જો જમીન પર બેસીને પલાઠી વાળીને જમવામાં આવે તો તો ઉત્તમ ગણાય છે. કારણ કે આયુર્વેદમાં પણ જમવાની યોગ્ય સ્થીતી તેને જ ગણાવી છે. કારણ કે તેવી રીતે બેસીને જમવાથી શરીરના કેટલાક પોઈન્ટ્સ દબાય છે અને તેના કારણે પાચનતંત્ર પણ ગતિમાન રહે છે.
ઉતાવળેથી જમવાથી પેટને નુકશાન થાય છે. અડધા થી પોણા કલાક સુધી ખુજ ચાવીને અને શાંતિ થી જમવું જોઈએ જેને ડાયેટિશિયનની ભાષામાં માઇન્ડફુલ ઇટીંગ કહેવામાં આવે છે.દિવસ દરમ્યાન શું ખાઓ છો માત્ર તે જ અસર નથી કરતું, પણ ક્યારે ખાઓ છો તે પણ સ્વાસ્થ્યને અસર કરે છે. અને રાત્રે મોડા ખાવું એટલે કે લગભગ અરધી રાત્રે સ્ટોરરૂમમાં કે પછી ફ્રીઝમાં કંઈ ફંફોસવું તે બીલકુલ યોગ્ય નથી. આવી રીતે મોડે થી જમવાથી પેટની ચરબી વધવાની સંભાવના રહે છે.
ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ નિયમિત નાશ્તો કે ભોજન નથી કરતાં પણ તેમ છતાં તેમની મોઢાની ઘંટી સતત ચાલુ જ રહે છે. તે લોકો આખો દીવસ કંઈને કંઈ ખાધે રાખે છે. અને આ ખોરાક મોટા ભાગે પોષણયુક્ત હોતો જ નથી આ કાંતો કોઈ તળેલો નાસ્તો હોય અથવા કો ચોકલેટ કે પેસ્ટ્રી હોય છે.આવા અનહેલ્ધી નાશ્તાની જગ્યાએ હેલ્ધી નાશ્તા જેમ કે ફણગાવેલું કઠોળ, મગની દાળનો શીરો, પૌઆ વગેરે ખાવા જોઈએ.
દીવસનું પ્રથમ ભોજન એટલે કે સવારનો નાશ્તો ક્યારેય ચૂકવો જોઈએ નહીં. ત્યાંથી જ ખાવાની કૂટેવોની શરૂઆત થાય છે અને ત્યાંથી જ બીજું બધું અનહેલ્ધી ખાવાનું શરૂ થાય છે.આમ કરવાથી મેટાબોલીઝમ મંદ પડી જાય છે. સવારનો નાશ્તો આખા દિવસ દરમિયાન ની ઉર્જા પૂરી પાડે છે માટે સવારે ફરજિયાત જમી લેવું જોઈએ.