પોષક તત્વો ની દ્રષ્ટિ એ ગલકા અને તૂરિયાં માં ખાસ તફાવત નથી.તુરીયા ભારતમાં સર્વત્ર થાય છે. પશ્ચિમના દેશોમાં શાક તરીકે એ જાણીતા નથી. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તેનું શાક વધારે લોકપ્રિય છે. ધોળીયાં આવેલા બહુ લાંબા થાય છે અને તેને આછા પીળા રંગના ફૂલો આવે છે.
ગલકા ના ફૂલ સવારે ખીલે છે જ્યારે તુંરિયા ના ફુલ પાછલા પહોરે ખીલે છે. તુરીયા ના ફળ લાંબા થાય છે અને તેના પર ધારો પડેલી હોય છે. તુરીયા ના બી વરસાદ ની સીઝન મા શરૂઆત ના સમય માં છ – છ ફૂટ ના અંતરે, ખામણા ની હારો માં બે છોડ વચ્ચે અઢિ ફૂટ નું અંતર રાખીને વવાય છે.વાવ્યા પછી બે થી અઢી માસ માં પાક ઉતારવા માંડે છે.
તુરીયા મીઠા કડવા એમ બે જાત ના થાય છે .કડવા તુરીયા પણ મીઠા તુરીયા જેવા જ થાય છે.કડવા તુરીયા વગડા માં આપ મેળે ઉગી નીકળે છે. કોઈક વાર મીઠા તુરીયા ની વળી માં પણ તે ભળી જાય છે. મીઠા તુરીયા ની ધારો ની સંખ્યા 10 અને કડવા તુરીયા ની ધારો ની સંખ્યા 9 હોવાનું કહેવાય છે.
તુરીયા ના શાક માં મરી અને લીંબુ નો રસ નાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે. તુરીયા માં પાણી વાળો ભાગ વધારે હોવાથી તેના શાક માં તેલ વધારે પ્રમાણ માં નાખવું જોઈએ.તેનાથી તુરીયા નો વાતુલ ગુણ ઓછો થાય છે. કડવા તુરીયા રેચક, ઉલ્ટી કરાવનાર ઉપવિષ જેવા હોય માત્ર ઔષધ તરીકે વપરાય છે. તુરીયા ને સૌરાષ્ટ કાઠિયાવાડ માં ઘીસોડાં કહે છે. કેટલાક લોકો તેને ઝુમખડી પણ કહે છે.
તુરીયા અને દોડકાં એક જ જાત ના શાક છે. દોડકાં નાના ત્રણ થી 6 ઇંચ લાંબા અને તુરીયા એક ફુટ જેટલા લાંબા હોય છે. ત્રણ ચાર ફુટ લાંબા તુરીયા ની પણ એક જાત થાય છે. તુરીયા પાર ધારોખાંચ પડેલી હોય તેનું નામ “ધારકોશાતકી” પડેલ છે.
તુરીયા ઠંડા મધુર કફ તથા વાયુ કરનાર, પિત્ત નો નાશ કરનાર અને અગ્નિ ને પ્રદીપ્ત કરનાર છે. તુરીયા ના વેલા માં મૂળ ગાય ના દૂધ માં અથવા ઠંડા પાણી માં ઘસી સવાર માં ત્રણ દિવસ સુધી પીવાથી પથરી મટે છે. તુરીયા ના વેલા ના મૂળ ને ગાય ના માખણ માં અથવા એરંડિયા માં ઘસી ને બે ત્રણ વાર ચોપડવાથી ગરમી ને લીધે બગલ કે જાંઘ ના ખાંચા માં પડતી ચાંદી ઓ મટે છે.
તૂરિયા કોણે ન ખાવા જોઈએ અને ક્યારે ન ખાવા જોઈએ.
તુરીયા કફ કરનારા અને વાયડા છે.ચોમાસા માં તે વધુ પડતા ખવાય તો વાયુ નો પ્રકોપ થતા વાર લગતી નથી, વળી તુરીયા પચવામાં માં ભારે અને આમ કરનારા છે. તેથી આ શાક બીમાર માણસો માટે ચોમાસા માં હિતાવહ નથી અને સાજા માણસો એ પણ આ તૂરિયા શાક ખાવું હોય તો સારા પ્રમાણ માં લસણ અને તેલ નાખેલું શાક ખાવું જ હિતાવહ છે.