ગેસ અને વાયુ પ્રકોપ ના દરેક રોગથી વગર દવાએ બચવા માટે જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી વાંચો અને શેર કરી દરેક ને જરૂર જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શારીરિક તંદુરસ્તીનો આધાર શરીરની પાચનક્રિયામાં વાયુની સ્થિતિ મુજબ નક્કી થાય છે અને એ પ્રમાણે જ એની સારવાર થાય છે. તંદુરસ્ત જણાતા લોકોની વાયુની સ્થિતિ બરાબર હોય છે. જો એમાં ફેરફાર થાય તો શરીરમાં નબળાઈ કે માંદગી આવે છે અને અનેક રોગો શરીરમાં ધીરે-ધીરે પ્રવેશે છે. પાચનક્રિયામાં વાયુની ઊર્ધ્વ, મધ્યમ અને અધોવાયુની સ્થિતિ જાણવી જરૂરી છે.

વાયુ વિકારથી થતાં રોગો:

વાયુવિકાર પક્ષાઘાત, કંપવાત, બાળલકવો, રાંઝણ, કમરનો દુખાવો, સાંધા દુઃખાવા કે જકડાઈ જવા, આમવાત, વંધ્યત્વ, કસુવાવડ, શીઘ્રસ્ખલન, અડદીયો વા, સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ, વીશ્વાચી(હાથમાં થતો રાંઝણ જેવો દુખાવો), અવબાહુક(ફ્રોઝન શોલ્ડર), શરીરમાં સોય ભોંકાતી હોય તેવી વેદના થવી, વાત કંટક(પગની એડીમાં કાંટો ભોંકાતો હોય તેવી વેદના થવી), અટકી અટકીને પેશાબ થવો, વાયુ ઉપર ચડવો, વધુ પડતા ઓડકાર આવવા, પેટમાં આફરો થવો, અનિદ્રા, શરીરના કોઈપણ ભાગમાં ઝણઝણાટી થવી, કાનમાં બહેરાશ, દુખાવો કે અવાજ આવ્યા કરવો, ચામડી લુખી અને બરછટ થઈ જવી આ બધા રોગોમાં વાયુની પ્રબળતા હોય છે.

ગૅસ થયો છે એવું શી રીતે જાણશો ?

મળ દ્વારે વારંવાર વાછૂટ થાય છે અને ક્યારેક તો અવાજ સાથે દુર્ગંધયુક્ત વાયુ છૂટતો હોય છે.વાયુ જો નીચેથી ન છૂટે તોઉપર ચઢીને વારંવાર ઓડકાર આવતા હોય છે. આંતરડામાં ભરેલો આહાર કોહવાય તો મોં બગડી જાય એવા (ગંદા) અને ક્યારેક તો ખાટા ઓડકાર આવતા હોય છે. પેટમાં ભરેલો ગૅસ જો ઉપર કે નીચેથી ન નીકળે તો ગભરામણ થાય છે. દરદી અકળાવા લાગે છે અને ક્યારેક તો પરસેવેથી રેબઝેબ થઇ જાય છે.

વાયુ થી બચવાના ઉપાય :

ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ પીવો જોઇએ. જો તુલસી ના મળે તો ગરમ પાણીમાં લીંબુનો રસ પીવો જોઇએ. મોટાભાગના રોગોનું મૂળ ગેસ છે. વાયુના નિકાલ માટે સૂંઠ,સંચળ અને અજમો ભેગાં કરી સોડાબાયકાર્બ સાથે પાણીમાં નાખીને પીવું જોઈએ.

ગેસની તકલીફ દુર કરવા શેકેલા કાચકા અને મરી સમભાગે લઇ પાવડર બનાવી તેની ફાકી મારો,ગેસમાં ચોક્કસ રાહત થશે. વાયુ ખૂબ થતો હોય તો દિવસમાં ત્રણ વાર અડધો તોલો અજમો ગરમ પાણી સાથે ચાવી જાઓ જેને લઇને પેટનો દુખાવો અને ડાબી બાજુ ના હૃદયના દુખાવામાં ખૂબ જ રાહત થશે અજમા સાથે થોડું સિંધવ અને લીંબુનાં બે-ત્રણ ટીપા અકસીર ઈલાજ છે.

પેટમાં વાયુ ની ગરબડ કે આફરો ચડ્યો હોય ત્યારે મોટી એલચી નું પાંચ રતી ચૂર્ણ અને તેમાં એક રતી શેકેલી હિંગ મેળવી લીંબુના રસમાં મેળવીને ચાટી જવાથી તરત જ રાહત થશે. ગોળ સાથે સુંઠ દિવસમાં ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

વાયુ,ગોળો,આફરો,ખાટા ઓડકાર, પાતળા ઝાડા નો અકસીર ઉપાય અઢી તોલા મેથી અને અઢી તોલા સુવા લઈ તેને અધકચરા સેકો અને પછી ખાંડી કાઢો આ ચૂર્ણ નો ડબ્બો ભરી રાખો દિવસમાં ત્રણવાર અડધો તોલો ઉપર નું ચૂર્ણ લઇ ફાકી મારીને ચાવી જવું ઉપરની બધી પીડાઓ પણ મટી જશે.

ગળ્યા દૂધમાં સવાર સાંજ બે ચમચી ઈસબગુલ સાથે એક ચમચી લવણભાસ્કર ચૂર્ણ સુતા પહેલા ફાકી જવું વાયુની તકલીફ દૂર થશે. ઇસબગુલ લાંબો વખત લેવાથી સ્નાયુઓ જકડાઇ જાય છે. વાયુ,મોળ,આફરો,ઉબકા અને ખાટા ઓડકાર માટે મેથી અને સૂવાનું સેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી પણ ફાયદો થાય છે.

વાયુની તકલીફ ન થાય તે માટે મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું. જીરાના પાઉડર સાથે અલ્પ પ્રમાણમાં હીંગ ભેળવી ને આપવાથી પણ પેટમાંનો વાયુનો ભરાવો દૂર થાય છે. ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.

અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે. ચીકણી સોપારીનો પા તોલો ભૂકો મોળા મઠ્ઠા માં સવારે લેવાથી ગેસ મટે છે. લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે. કોકમનો ઉકાળો કરી તેમાં થોડું મીઠું નાખી પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.

અજમો સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છે. એલચી ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ પેટનો દુખાવો અને આફરો મટે છે. જમ્યા પછી થોડા મીઠા સાથે આદુના થોડા ટુકડા પોતાની પ્રકૃતિને માફક આવે એ રીતે લેવામાં આવે તો ત્રણેય દોષ ના એટલે કે વાયુ પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રોગો થતા નથી.

પેટમાં આફરો અને ગેસ રહેતા હોય તો કુંવારના એક ચમચી રસમાં બે ચમચી ઘી મિશ્ર કરી જમ્યા પછી લેવું જેથી આહાર સરળતાથી પચી જશે અને ગેસ તથા આફરો થશે નહીં. છાસ માં જીરું અને સિંધવ અથવા સંચળ નાખીને પીવાથી પેટ ફૂલતું નથી. સંચળ અને સોનામુખી ખાવાથી વાયુનો ગોળો મટે છે. ભોજન પછી પેટ ભારે લાગે તો ચાર-પાંચ એલચીના દાણા ચાવીને ઉપર લીંબુનું પાણી પીવાથી પેટ હલકું લાગશે.

સવાર-સાંજ ત્રણ ગ્રામ ત્રિફળા ચૂર્ણ પાણી સાથે લેવાથી પથ્થર જેવું પેટ મલ જેવું નરમ થઈ જાય છે. આદુ અને લીંબુના પાંચ-પાંચ ગ્રામ રસમાં 3 કાળા મરીનું ચૂર્ણ લેવાથી દિવસમાં ત્રણ વખત લેવાથી ઉદરશૂળ મટે છે. 250 ગ્રામ પાણી ઉકાળી એક ગ્રામ લવિંગનું ચુર્ણ નાખી દિવસમાં ત્રણવાર લેવાથી પેટ ફુલી ગયું હોય તો ધીરે-ધીરે બેસી જાય છે.

આદુ અને લીંબુના પાંચ-પાંચ ગ્રામ રસમાં 3 કાળા મરીનું ચૂર્ણ લેવાથી દિવસમાં ત્રણ વખત લેવાથી ઉદરશુળ મટે છે. વાછૂટ માટે ત્રણ-ચાર ગ્રામ હિંગ પાણી સાથે લેવી. ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળા મરચાં અને મીઠાને પીસીને પાણી સાથે લેવાથી લાભ થાય છે.

દહીં, સૂંઠ, ગોળ વગેરે પાચનમાં અત્યંત સહાયક વસ્તુઓનું સેવન કરવાથી આ બીમારી ઝડથી ચાલી જાય છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધુ લીંબુ થોડું સંચળ શેકેલું જીરું અને થોડી હિંગ ભેળવીને લેવાથી ગેસ ની તકલીફ માં તાત્કાલિક રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top