મળી ગયો 5 મિનિટમાં ઉધરસ અને ખાંસીથી છુટકારાનો જોરદાર દેશી ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મિત્રો, આજકાલ આ બીમારી નો સામે ચાલી રહેલ છે એ સમયે તમારે ખાવા માં થોડીક પણ ભૂલ થઈ જે તો ગળા માં ઇન્ફેકશન લાગવા ના ચાન્સ વધી જાય છે.અને ગળા માં ઇન્ફેકશન લાગે તો તરત ઉધરસ ક ખાંસી થઈ જે છે. અને આના લીધે તાવ ક કળતર આવી શકે છે અને જો તે વધી જાય તો તમારા ઘર ના સભ્યો કે સગા વ્હાલા ને અથવા તમારા સહકર્મી ને પણ ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે.

આવા સમયે આયુર્વેદિક ઔષધિ ઑ રોગ નિવારવા માટે ખૂબ કારગર સાબિત થાય છે. અહી અમે તમને આવા રોગ થી બચવા અને જો થયો હોય તો તેને નિવારવા માટે ના આયુર્વેદિક ઉપચારો બતાવીશું. અહી દર્શાવેલી બધી વસ્તુઑ તમને આસાની થી ઘરે જ મળી જશે.

ઉધરસ કે ખાંસી માટે ના આયુર્વેદિક ઉપાયો

કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. મધ ચોખ્ખું લેવું, બનાવટી મધ થી ઉધરસ વધી જવાની શક્યતાઓ છે. કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે.

લીંબુના રસમાં તેનાથી ચાર ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. લવિંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે. મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. એક ચમચી મધ અને બે ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે.

થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉઘરસ મટેછે દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. લસણની કળીઓને કચરી રોટલી બનાવી તેની વાત લેવાથી મોટી ઉધરસ (હું પિંગ) કફ મટે છે. લસણનો 20 થી 25 પારસ શરબતમાં મેળવી દિવસમાં ચાર ચાર કલાકને અંતરે પીવાથી મોટી ઉધરસ (હું પિંગ / કફ) મટે છે.

દાડમના ફળની છાલનો ટુકડો મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. આમલીના કી ચુકા ને શેકી તેના છોતરા કાઢી નાખી ખીચુ કાનૂન બારીક ચૂર્ણ બનાવી મધ અને ઘીમાં મેળવીને પીવાથી ઉધરસ મટે છે. થોડી ખજૂર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટશે.

ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે. રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મૂકવાથી ઉધરસ ઓછી આવશે. ફુદીનાનો રસ પીવાથી ઉધરસ મટે છે.

હળદર અને મીઠાવાળા તાજા શેકેલા ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા રાત્રે સૂતી વખતે ખાવાથી (ઉપરથી પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે. મીઠું અને હળદર વાળો શેકેલો અજમો જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી મટે છે. હળદર અને સૂંઠ સવાર સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.

હળદર ને તાવડીમાં છે કે તેની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે. નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે. તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ અને છાતીનો દુખાવો મટે છે. રાત્રે થોડાક શેકેલા ચણા ખાઈ ઉપર પાણી વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે.

અરડૂસીના પાનના રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે. અરડૂસી કફ ના નિવારણ માટે ઉત્તમ ઔષધી છે. શક્ય હોય તો દરેક વ્યક્તિ એ ઘરે કુંડા માં અરડૂસી નો એક છોડ રાખવો જોઈએ ખૂબ મદદરૂપ થસે.

કફ હોય તો નગરવેલ ના પાન ને છાતી પર મૂકવું.તાવડી માં અજમા ને શેકતા શેકતા કપડાં વડે તેનો શેક દર્દી ને છાતી પર્ મૂકેલા નગરવેલ માં પાન પર શેક કરવો. બાળકો ને પણ આ કરી શકાય.કોઈ પણ પ્રકાર ની આડઅસર વગર કફ માં ખૂબ રાહત મળે છે. આ પદ્ધતિ અપનવતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવી કે કપડું વધારે ગરમ નો હોય, નહીં તો છાતી પર વધારે ગરમ લાગશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top