આ ઔષધિઑ તમારા મગજ ને બનાવી દેશે એકદમ પાવરફૂલ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

માનસિક રોગોમાં ઉપયોગી આયુર્વેદ

આયુર્વેદમાં મનના મુખ્ય બે રોગ બતાવવામાં આવ્યા છે.એક ઇચ્છા અને બીજું દ્વેષ. શરીરમાં રોગ થવાનાં ત્રણ દોષ કારણભૂત છે. વાયુ,પિત્ત અને કફ. મનના રોગ થવામાં બે દોષ કારણભૂત છે: રજ અને તમ. આનો સીધો અર્થ એ જ થાય છે કે,કોઇપણ રોગ થાય રોગ કોઇપણ અપવાદ વિના કાં તો શરીરને લાગુ પડે છે.

કેટલાક રોગોમાં આપવામાં આવેલી ઔષધિથી માનસિક બિમારીઓ જન્મે છે. રોગો મટાડતા દર્દીની માનસિક સ્થિતિ બગડી જાય છે. આ પરિસ્થિતિ લાંબા સમય સુધી રહેવાથી શરીરમાં તૂટ હાથ-પગમાં કળતર, માથાનો દુખાવો, કમરનો દુખાવો, માથું ભારે લાગવું, વાંસો ફાટવો વગેરે તકલીફો ઉદભવે છે.

અહીં કેટલીક ઔષધિઓ આપવામાં આવી છે, જેના સેવનથી માનસિક નબળાઇ દૂર થાય છે. મન મજબૂત બને છે મનના વિકારો દૂર થાય છે. બુદ્ધિ શક્તિ ખીલી ઊઠે છે યાદશક્તિમાં વધારો થાય છે, મગજ સતેજ બને છે. આ ઔષધિ મોટેભાગે ઘરમાં અથવા બજારમાંથી ઉપલબ્ધ થઇ શકે છે.

માલકાંકડી

ચોમાસામાં માલ કાકડીના વેલા થાય છે. તેને પીળાશ પડતાં લીલા મધુર વાસવાળા ફળ વૈશાખ મહિનામાં આવે છે. ફળમાં રાતા રંગ 3b હોય છે. માલકાંકડી તીખી અને કડવી, જલદ, ચીકણી, ઉત્તમ બુદ્ધિવર્ધક, મેધ્ય અને અગ્નિવર્ધક છે. માલ કાકડી નું તેલ લાલ રંગનું અને તીવ્ર વાસવાળું હોય છે. તેના બે બે ટીપાં દૂધમાં લેવાથી યાદશક્તિ ધારણાશક્તિ અને બુદ્ધિબળ વધે છે. રિટાર્ડેડ માટે આશીર્વાદ સમાન છે.

બદામ

બદામ સર્વોત્તમ સૂકો મેવો છે. તે મીઠી અને કડવી એમ બે જાતની હોય છે. કડવી બદામ ન ખાવી મીઠી ચાખી લેવી બદામનો આકાર આંખ જેવો છે. તેથી તે આંખ માટે સારી ગણાય છે બદામ સ્વાદે મીઠી તાસીરે ગરમ પચવામાં ભારે ગુણમાં ચીકાશવાળી વીર્યવર્ધક અને જાતીય શક્તિ વધારનાર છે. તેને ખૂબ ચાવીને ખાવી જોઈએ જેથી તે સારી રીતે પચી શકે અને તેનો ફાયદો થાય બદામ બુદ્ધિ આંખનું તેજ આંખની શક્તિ યાદશક્તિ વગેરેનો વિકાસ કરે છે.

અખરોટ

અખરોટનો આંતરિક આકાર મગજને આબેહૂબ મળતો આવે છે. તેથી તેને બુદ્ધિવર્ધક માનવામાં આવે છે. તેના ઉપરનું કડક પડ દૂર કરતાં અંદર મગજને મળતી કરચલીઓ વાળો સ્વાદિષ્ટ ગર્ભ મળે છે. સ્વાદે મીઠા છે કોઈક વાર સહેજ ચીકણાં મળને રોકનાર વાત પિત્તનાશક છે. તે બળવર્ધક વૃષ્ય દાહનાશક અને પથ્ય છે.

દાડમ


દાડમના સફેદ રસાળ ચમકતાં એકબીજાને અડી ગોઠવાયેલા ખટમીઠા રસથી ભરપૂર દાણા જ દાડમનું આકર્ષણ છે તે સહેજ ચીકણું પચવામાં હલકું અગ્નિદીપક ગ્રાહી ત્રિદોષનાશક અને પથ્ય છે. તે કંઠના રોગો ઊલટી મંદબુદ્ધિ તાવ તરસ મોંની દુર્ગંધ તા હૃદય રોગ વગેરેમાં દાડમ ગુણકારી છે.

જામફળ


જામફળનો ગર્ભ ખૂબ પોચો અને મીઠો હોય છે. પરંતુ તેની અંદરના કઠણ બી તેની ખાવાની મઝા બગાડે છે જામફળ મીઠા સહેજ ખાટા અને તૂરા હોય છે. તે ઠંડા પચવામાં ભારે સહેજ ચીકણાં મળને રોકનાર વાત-પિત્ત શામક અને કફ વર્ધક છે. પોષક સ્વાદિષ્ટ રોચક અને હિતકર છે કૃમિ શોષ તરસ દાહ મૂર્છા તાવ વગેરે મટાડનાર છે.

માખણ

માખણને નવનીત કહેવામાં આવે છે. છાશને ખૂબ વલોવવાથી જે સારો ભાગ નીકળે છે, તેને માખણ કહેવાય છે. ભગવાન શ્રીકૃષ્ણનો મન ભાવતો આહાર છે. માખણ સ્વાદે મીઠું ચીકણું ભારે મળને બાંધનાર વાત્ત પિત્તનાશક કફકર છે. પરમ પૌષ્ટિક આંખો માટે અત્યંત હિતકારી હ્ર્દયને બળ આપનાર સ્મરણશક્તિ વધારનાર છે. ઉધરસ, છાતીમાં ક્ષત, ક્ષય, મૂર્છા, ચકકર, પેશાબની તકલીફ, દુર્બળતા, થાક, જાતીય ક્ષતિ, કૃશતા વગેરે દૂર કરે છે. મંદ બુદ્ધિ વાળા માટે ખૂબ જ લાભપ્રદ છે. બુદ્ધિજીવી વિદ્યાર્થી અને વૈજ્ઞાનિકોએ માખણનું નિત્ય સેવન કરવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top