આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય બની ગયો છે. તેની પાછળનું કારણ આજકાલની રહેણીકહેણી અને ભોજન છે. જો ડાયાબિટીસની બીમારી વધી જાય તો તેનાથી અનેક રોગો થાય છે. આજે અમે એક આયુર્વેદી ચૂર્ણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના સેવનથી કોઈપણ પ્રકારની દવા વગર ડાયાબિટીસથી કાયમી છુટકારો મેળવી શકશે.
ડાયાબિટીસ મટાડવાનું આ ચૂર્ણ બનાવવાની રીત:
મેથી – 100 ગ્રામ, તમાલપત્ર – 100 ગ્રામ, જાંબુના ઠળિયા-150 ગ્રામ, બીલીપત્ર ના પાન- 250 ગ્રામ
ઉપર દર્શાવેલ તમામ સામગ્રી આપેલા પ્રમાણ અનુસાર લઇ, બધાને અલગ અલગ તડકામાં સૂકવીને પાઉડર બનાવી બધા પાઉડર ને બરાબર મિક્ષ કરવા.
ચૂર્ણ ક્યારે અને કેવી રીતે લેવું?
આ ચૂર્ણને દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવું. સવારે પેટ સાફ કર્યા પછી લેવું, આ ઉપાય 2-3 મહિના ચાલુ રાખવો. કેમકે આયુર્વેદી ચૂર્ણ અથવા તો કોઈપણ આયુર્વેદિક અને દેશી દવાની અસર 2 મહિને સરખી દેખાય છે.
આ ઉપરાંત, ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના બીજ ખૂબ જ ફાયદાકારક છે. જો શુગર કંટ્રોલ નથી થઈ રહ્યું તો તમે જાંબુના બીજથી કંટ્રોલમાં આવી જશે. આ માટે જાંબુના બીજને સૂકવી લો અને પછી તેને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરનો રસ રોજ ખાલી પેટ હૂંફાળા પાણી સાથે પીવો. આ શુગરને નિયંત્રિત કરે છે.
મેથી સામાન્ય રીતે દરેકના ઘરમાં જોવામળે છે. મેથીનું સેવન કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. શુગર લેવલને કંટ્રોલ કરવા રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી પલાળી રાખો અને સવારે ખાલી પેટ આ પાણી પીઓ. આમ કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહેશે.
લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. આમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. હરડે, બહેડાં, કડવા લીમડાની આંતરછાલ, મમેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.