રોજ થતી એસિડિટીથી માત્ર 5 મિનિટમાં જીવનભર છુટકારો, તીખું તળેલું ખાવાથી પણ ફરી નહિ થાય આ સમસ્યા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

છાતીમાં બળતરા થવાનું મુખ્ય કારણ છે પેટનું એસિડ અન્નનળીમાં પાછું જવું તેનાથી છાતીમાં દુખાવો અને બળતરા થાય છે. તેને જીઇઆરડી અથવા એસિડ રિફ્લક્સ કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર પિત્તના અસંતુલનને કારણે છાતીમાં બળતરા થાય છે. છાતીમાં બળતરાની સમસ્યા હૃદય સાથે નહીં પરંતુ પેટ સાથે સંબંધિત છે. ક્યારેક બહુ જ મસાલા વાળું ભોજન થઇ ગયું હોય તો પેટમાં બળતરા થાય છે. ખાટા ઓડકાર આવે છે આ બધા એસીડીટી ના જ લક્ષણો છે.

છાતીમાં થતી બળતરાને પળવારમાં જ દૂર કરવાનો બેસ્ટ ઘરગથ્થુ ઉપાય:

મસાલેદાર, એસિડિક અને ચરબીયુક્ત અને વધુ પડતા કાર્બોનેટેડ પીણાં, ચા અથવા કોફી પીવાથી છાતીમાં બળતરા થાય છે. આલ્કોહોલના સેવનથી એસિડિટીની સમસ્યા વધુ થાય છે, ખાસ કરીને જેમને નિયમિત પીવાની ટેવ હોય છે.

હૃદય અને ફેફસાંની જેમ, ધૂમ્રપાન પાચનતંત્ર માટે મોટો ખતરો બની ગયો છે જેમ કે આલ્કોહોલ નિકોટિનમાં જોવા મળે છે, ધૂમ્રપાનને કારણે પિત્ત ક્ષારને નાના આંતરડામાંથી પેટમાં ફેરવે છે. શરીરની વધારાની ચરબીને કારણે પેટમાં દબાણ આવે છે,

સ્કિન ટાઇટ પેન્ટ, બેલ્ટ, કમરના પટ્ટા, કપડાની નીચે ખૂબ જ ટાઇટ કપડાં પહેરવાથી પણ શરીરની અંદર અસંતોષનું કારણ બને છે કારણ કે આ ટાઇટ ફિટિંગ કપડાં પેટમાં દબાણ લાવી શકે છે જેના કારણે એસિડિટીની સમસ્યા થવા લાગે છે. જે લોકોને અસ્થમા પહેલેથી જ હોય તેવા લોકોમાં અસ્થમાની દવાઓ એસિડિટી વધારે છે, જેના કારણે છાતીમાં બળતરા થાય છે.

છાતીમાં બળતરામાં લીલા શાકભાજી ખુબ જ ફાયદાકારક છે. શાકભાજીમાં લીલા કઠોળ, બ્રોકોલી, કોબીજ, લીલા પાંદડાવાળા શાકભાજી, કાકડીનું વધારે પડતું સેવન કરવું જોઈએ. એક્ ચમચી અજમો અને જીરૂને પીસીને પાણીમાં નાખી તેને ઉકાળીને ઠંડુ કરીને તેમાં સાકર નાખીને પીવાથી એસીડીટી મા રાહત મળે છે.

આદુ પણ એસીડીટી માટેનો બેસ્ટ ઈલાજ છે તેથી છાતીમાં બળતરા થતી હોય તો જમ્યા પછી આદુ ચાવવા અથવા આદુવાળી ચા બનાવીને પીવી તેનાથી ઘણી રાહત મળે છે. ધાણા, વરીયાળી અને સાકર સરખા ભાગે મિક્સ કરી ને તેને પીસીને એક બોટલમાં ભરી લો. ૨ ચમચી ચૂર્ણ ને કાળી દ્રાક્ષ સાથે રાત્રે પલાળીને રાખવું. સવારે તેને મસળીને ગાળીને પી જવું. દરરોજ નિયમિત આ પ્રયોગ કરવાથી એસીડીટીમાં રાહત મળે છે.

એલોવેરા જ્યુસ પીવાથી પેટનું એસિડ ઓછું થાય છે અને બળતરા પણ દૂર થાય છે. તેથી જયારે પણ છાતીમાં બળતરા થાય ત્યારે એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઈએ.

કેળા ખાવાથી પેટની બળતરા ઓછી થાય છે તેથી જો તમને દરરોજ એસીડીટી થતી હોય તો સવારે નાસ્તામાં દરરોજ એક કેળું ખાવું જોઈએ. ફુદીનો પેટને આરામ આપે છે. તેથી ફુદીનાની ચટણી અથવા તેનું પાણી પણ પીય શકાય. એક ગ્લાસ પાણીમાં એક ચપટી બેકિંગ સોડા નાખીને પીવાથી પેટમાં એસિડનું સ્તર ઘટી જાય છે. બેકિંગ સોડા એન્ટાસિડની જેમ કામ કરે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top