તંદુરસ્ત શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા સંતુલિત આહાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તંદુરસ્ત શરીરની રચના માટે આપણા શરીરને વિવિધ સૂક્ષ્મ પોષકતત્વોની જરૂર પડે છે.વિટામીન B12 એ વિવિધ વિટામિન્સમાં આવશ્યક પોષક તત્વ છે, તે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આજની પોસ્ટમાં અમે વિટામીન B12 ની ઉણપના કારણો શું છે, વિટામિન B12 ની ઉણપને કારણે આપણા શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે.આ સાથે જ જાણીશું કે વિટામિનની ઉણપને પૂરી કરવા માટે કયા ઘરેલુ અને દેશી ઉપચાર કરી શકાય છે. મોટાભાગે શરીરમાં વિટામિન B12 ની ઉણપના થતા અતિશય થાક લાગે છે અને હાથ- પગના દુખાવા સાથે નબળાઈ આવે છે. આ ઉપરાંત ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઘણી વાર અસહ્ય માથાનો દુખાવો પણ થાય છે. આ સમસ્યાની શરૂઆતમાં જ તેના પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો તેનાથી કાયમી છુટકારો પણ મળી શકે છે.
જે લોકો વિટામિન બી-૧૨ની ઉણપ થાય તે લોકો વધારે ડિપ્રેશનમાં આવી જાય છે. શરીરમાં લોહીની એટલે કે એનીમિયાની તકલીફ થઇ જાય, હાડકાં નબળાં પડી દુખવા માંડે અને જીભ એકદમ નરમ પડી જાય, દુખાવો થાય, જીભ નો મોટાભાગનો ભાગ લાલ થઈ જાય. તો સમજવું કે તમારા શરીરમાં વિટામિન બી12 ની ઉણપ છે.
વિટામિન B12 માટે આયુર્વેદિક ઈલાજ:
દૂધ શાકાહારીઓ માટે ખુબજ મહત્વનો ખોરાક છે તેમજ તે વિટામિન B12 નો શ્રેષ્ઠ સ્ત્રોત પણ છે. એક કપ સાદા દહીં લગભગ 28% વિટામિન B12 મળે છે. ચિકન અને માસ કરતા પણ વધુ વિટામિન B12 દહીં માંથી મળે છે.
દૂધ વિટામીન B12 તેમજ પ્રોટીન, કેલ્શિયમ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. પનીર અને ચીઝ પણ વિટામીન B12 નો ઉત્તમ અને મજબૂત સ્ત્રોત છે. દૂધ અન્ય સ્ત્રોતો કરતાં પેટમાં ઝડપથી અને વધુ સરળતાથી પચે છે.
મગ, મઠ, દેશી ચણા, મગફળી, સોયાબીન, તલ, ઘઉં, મેથી, જુવાર વગેરે માંથી જે ગમે તે રાત્રે પલાળી દો.સવારે તેને કપડામાં બાંધી લો.અંકુરિત થયા પછી, દરરોજ એક નાની વાટકી ચાવીને બે વાર ખાઈ શકો છો. આ રીતે માત્ર થોડા દિવસમાં આ સમસ્યા માંથી રાહત મળી જશે.
સોયાબીનમાં ભરપૂર વિટામીન B12 જોવા મળે છે. સોયા મિલ્ક કે ટોફુનું સેવન પણ કરી શકો છે. આ ઉપરાંત ઘઉં દલાવતી વખતે તેમાં ૨૦% જેટલા સોયાબીન નાખી તેની રોટલીના સેવનથી આ સમસ્યા માંથી ઝડપતી છુટકારો મળે છે.