લોકો અવારનવાર કઠોળને બાફીને ખાતા હોય છે જેમાં મગ,મઠ, ચણા, તુવેર, વાલ, વટાણાનો સમાવેશ થાય છે. કઠોળની જેમ અનાજને પણ બાફીને ખાવા જોઈએ તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે પરંતુ મોટાભાગના લોકો બાફેલા અનાજ ખાવાથી થતા ફાયદાથી અજાણ હોય છે. એ માટે જ આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ આવું જ એક આખું અનાજ જેનું નામ છે ઘઉં.
ઘઉંની લોટની રોટલીઓ આપણે દરરોજ ખાતા હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય આખા ઘઉંને બાફીને ખાધા છે? અને જો ન સેવન કર્યું હોય તો એકવાર જરૂર ટ્રાય કરો જેનાથી શરીરને થશે ચોંકાવી દેનારા ફાયદા, દરરોજ ના ખાવ તો અઠવાડિયામાં એકવાર તો જરૂર સેવન કરો.
ઘઉંને બાફીને ખાવાથી શરીરને અગણિત લાભ થાય છે. બાફેલા ઘઉંમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે વજન ઘટાડવાની સાથે સાથે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગોને પણ નિયંત્રિત કરે છે.
બાફેલા ઘઉં ખાવાથી થતા ફાયદા:
બાફેલા ઘઉં લોહીને સાફ કરવાની સાથે સાથે આળસ અને સ્થૂળતા નિયંત્રિત કરે છે. આ ઉપરાંત જે લોકો વજન અને ચરબી ઘટાડવા ઈચ્છે છે તેમની માટે તો બાફેલા ઘઉં દવા કરતા પણ વધુ ફાયદાકારક છે કેમકે ઘઉંને બફીને ખાવાથી પેટ ભરેલું રહે છે અને તેથી ભૂખ ઓછી લાગે છે અને શરીરને પૂરતા પ્રમાણમાં દરેક પ્રોટીન અને વિટામિન્સ પણ મળી રહે છે, માટે જો તમે વધતી ચરબી અને વધતા પેટથી પરેશાન છો તો ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર તો બાફેલા ઘઉંનું સેવન જરૂર કરવું જોઈએ.
બાફેલા ઘઉં લોહીને શુદ્ધ કરવામાં પણ ઉપયોગી છે. ઘઉંને બાફીને ખાવાથી પાચન મજબૂત થાય છે અને કબજિયાત તેમજ ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. વળી બાફેલા ઘઉં ખુબ જ હળવો ખોરાક છે, જે પચાવવામાં ખુબ જ સરળ રહે છે. પેટ, પાચન અને ગેસની સમસ્યા હોય તેવા લોકો માટે બાફેલા ઘઉં વરદાનરૂપ છે. બાફેલા ઘઉં પેટના દરેક રોગોને દુર કરી પાચનમાં જલ્દી સુધારો લાવે છે.
થાઇરોડના દર્દીઓ એ તો બાફેલા ઘઉંનું અચૂક સેવન કરવું જોઈએ. તેનાથી બંને પ્રકારના થાઇરોડથી રાહત મેળવી શકાય છે. નિયમિત બાફેલા ઘઉંનું સેવન કરવાથી જીવનભર થાઇરોડનો રોગ થશે નહિ. આ માટે જ દરરોજ 1 મુઠ્ઠી બાફેલા ઘઉંનું સેવન જીવનભર ગંભીર રોગોને રાખશે દૂર. ઘઉંને બાફવા માટે એક મુઠી ઘઉં રાત્રે ઠંડા પાણીમાં પલાળી દેવા અને સવારે તેને બાફી લેવા બાફતી વખતે થોડું સીંધાલું નાખવું જો બ્લડપ્રેશરની સમસ્યા હોય તો સિંધાલુ વગરના ઘઉંનું સેવન બેસ્ટ છે. ઘઉં બફાય જાય પછી તેમાં લીંબુ અને સંચળ નાખીને પણ ખાઈ શકાય છે જેથી રુચિ વધે.
બાફેલા ઘઉંથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે. આમાં મેંદો બિલકુલ હોતો નથી. તેવી જ રીતે આ એક આખું અનાજ છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. વારંવાર બ્લડ પ્રેશર વધી જતું હોય કે હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તેવા લોકોએ સવારે અચૂક બાફેલા ઘઉં ખાવા જોઈએ.