જેમ જેમ જીવનશૈલી બદલાતી જાય છે તેમ તેમ લોકોએ ખોરાકનો વપરાશ ઓછો કર્યો છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. કેટલીક શાકભાજી એવી પણ છે જે તમને બધા રોગોથી દૂર રાખે છે અને તમને તંદુરસ્ત પણ રાખે છે. એવી જ એક શાકભાજી છે કાંટોલા. તેને વિશ્વની સૌથી તંદુરસ્ત શાકભાજી કહેવામાં આવે છે.
આ શાકભાજીનું નામ છે કંટોલા – તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તેના વિશે આવું પણ કહેવાય છે કે તેમાં માસથી 50 ગણી વધારે તાકાત અને પ્રોટીન હોય છે. જો તમે શાકાહારી છો,તો કંટોલા ની શાકભાજી તમારા માટે વરદાનથી ઓછી નથી. તેમાં માંસ કરતા વધારે પ્રોટીન હોય છે. તેના સેવનથી શરીરની નબળાઇ દૂર થાય છે અને શક્તિ મળે છે.
કંટોલા વિટામિન એથી સમૃદ્ધ હોવાથી આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે. તેના સેવનથી આંખની દ્રષ્ટિ પણ તેજ બને છે. કંટોલા કેન્સરને અટકાવવામાં પણ મદદરૂપ સાબિત થયા છે. આ ઉપરાંત કંટોલા નેત્ર રોગ, શરદી-ખાંસી મટાડવા અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે.
કબજીયાતની સમસ્યા ધરાવતા લોકોને નિયમિત જ્યાં સુધી મળી શકે ત્યાં સુધી કંટોલાનું શક ખાવું જોઈએ. કંટોલાનું શાક, કબજીયાત અને પેટના દર્દો ધરાવતા રોગીઓએ ખાવાથી પેટના તમામ દર્દોને શાંત રાખવામાં ઉપયોગી છે. કંટોલા ઠંડા ગુણ ધરાવે છે તેથી તે પિત્ત અને કફનું શમન કરે છે. ભાદરવાની ગરમીથી, ચોમાચાના વાદળિયા તાપ અને ભેજવાળા હવામાનથી વધેલા પિત્તના શમન માટે કંટોલાનું શાક ખુબ જ હિતકારી છે. જે લોકોને એસીડીટી હોય, પિત્તના દર્દ હોય અને પિત્ત જેનું ખુબ જ વધતું હોય એવા લોકો માટે કંટોલાનું શાક અતિ ઉત્તમ છે.
કટોલાનું સેવન હાઇ બીપી વાળા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. કાંટોલામા હાઇ ફાઈબર હોવાથી આ બીપીની સમસ્યાને દૂર કરી શકે છે. આમાં રહેલું ફાઈબર બ્લડ પ્રેશરને નિયત્રિત કરે છે. અને સાથે હદય સબંધિત બાકી રોગોને પણ દૂર કરે છે. કંટોલા શરીરની લોહીની અંદર રહેલી બધી જ ગંદકી બહાર નીકળી જાય છે. તેથી કાંટોલાનું શાક ખાવાથી મોંઢા પરના બધા જ ખીલ અને મોંઢા પરના ડાંગ-ધબ્બા નીકળી ત્વચાનો રંગ નિખરવામાં મદદ મળે છે.
કંટોલા ને લોહી વધારવાનું મશીન પણ કહેવામાં આવે છે. તેનું સેવન કર્યા પછી, તમારા શરીરમાં થોડા દિવસોમાં બદલાવ આવવાનું શરૂ થાય છે અને તમે અંદરથી મજબૂતીનો અહેસાસ અનુભવો છો. તેમાં જોવા મળતા પ્રોટીન,વિટામિન અને ખનિજો તમને દિવસભર ઉર્જાસભર રહે છે. જે લોકોના શરીરમાં લોહીની કમી હોય તો તેઓએ આ શાકભાજીને ખોરાકમાં શામેલ કરવું જોઈએ અને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત કંટોલા ની શાકભાજીનું સેવન કરવું જોઈએ.
કંટોલામાં એન્ટી એલર્જન અને એનાલ્જેસિક શરદી ઉધરસથી રાહત પ્રદાન કરવા અનને તેને રોકવામાં ખુબ જ સહાયક છે. કંટોલાનું શાક તાવમાં ખુબ જ હિતકારી માનવામાં આવ્યું છે. પાંજણી કંટોલીના મૂળનો લેપ કરવાથી છાતીના કોઇપણ ભાગમાં દુખાવો થયો હોય તો તેની પીડા પણ મટે છે.