સામાન્ય રીતે તીખું, મસાલેદાર ભોજન કરવાથી, બહારનું ખાવાથી કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય છે. આમ તો હોજરીમાં ઉત્પન્ન થતો એસિડ એટલે કે પિત્ત આપણી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે, પણ જ્યારે હોજરીમાં એસિડનું પ્રમાણ નિયત માત્રા કરતાં વધી જાય ત્યારે છાતી અને પેટમાં બળતરા, ગેસ, પેટદર્દ જેવી સમસ્યાઓ સર્જાય છે, જેને આપણે એસિડીટી કહીએ છીએ.
તુલસી સ્ટમકમાં વધુ મ્યુક્સ પેદા કરવા માટે મદદરૂપ થાય છે. તેનો એન્ટી અલ્સર ગુણ ગેસ્ટ્રિક એસિડના પ્રભાવને ઓછો કરે છે. જ્યારે પણ તમને એસિડિટી જેવું લાગે ત્યારે તરત જ તુલસીનાં થોડાં તાજાં પાન ધોઈને તેને ચાવી જાઓ. એસિડિટી માં તરત આરામ થશે.
વરિયાળી ગુણમાં ઠંડી છે, એટલે કે તે પિત્તને દૂર કરે છે અને હાથ, પગ, છાતીમાં થતી બળતરાને દૂર કરી ઠંડક પ્રદાન કરે છે. તેનામાં એન્ટી- અલ્સર ગુણ પણ છે, તે કબજિયાતને પણ દૂર કરે છે. અને પાચનક્રિયાને સારી બનાવે છે. એટલે જ આપણે ત્યાં ભોજન પછી મુખવાસમાં વરિયાળી ખાવાની પ્રથા છે. જો તમને સિવિયર એસિડિટી થઈ હોય તો એક ગ્લાસ પાણીમાં થોડી વરિયાળી, કાળી દ્રાક્ષ અને ખડી સાકર પલાળી રાખો. અડધા કલાક પછી તેને મિક્સરમાં મિક્સ કરી ગાળી લો અને પી જાઓ. એસિડિટી દૂર થશે.
દૂધમાં ઘણી માત્રામાં કેલ્શિયમ રહેલું છે. જે એસિડિટીને ન્યૂટ્રલ કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત ઠંડુ દૂધ એસિડિટીને કારણે ગળા અને છાતીમાં થતી બળતરાને શાંત કરીને આરામ પહોંચાડે છે. એસિડિટી થાય ત્યારે ઠંડા દૂધમાં ખડી સાકર અને ગુલકંદ નાંખીને પીવાથી એસિડિટી માં તરત જ રાહત પહોંચે છે.
કેળામાં વિપુલ પ્રમાણમાં પોટેશિયમ અને ફાઈબર છે, જે પેટમાં એસિડના સ્તરને સંતુલિત કરે છે. જોકે, કાચાં કેળામાં એટલી માત્રામાં પોટેશિયમ ફાઈબર નથી હોતાં. એટલે એસિડિટી માટે હંમેશા થોડાં વધુ પાકાં કેળાનું સેવન કરવું જોઈએ. તમે બનાના મિલ્ક શેક બનાવીને પણ પી શકો છો, જે કેળાં, દૂધ અને ખાંડને કારણે એસિડિટીને તરત દૂર કરશે.
ઈલાયચી પાચનક્રિયાને પ્રોત્સાહિત કરે છે, ગેસને દૂર કરે છે અને પેટ ની અંદરની લાઈનિંગમાં ઠંડક પહોંચાડે છે, જેથી જરૂર કરતાં વધુ એસિડ ઉત્પદન્ન થતો નથી. એસિડિટી થાય ત્યારે આઠ-દસ ઈલાયચીના દાણા લઈને તેને કૂટી નાંખો અને એક ગ્લાસમાં પાણીમાં નાંખી ઉકાળો, પાણી ઠંડુ થાય પછી તેને પી જાઓ. આનાથી એસિડિટીમાં તરત રાહત થશે.
એરેટેડ ડ્રિંક્સ અને કેફિન (ચા-કોફી)નું વધુ પડતું સેવન ના કરો. વધારે કલાકો સુધી ભૂખ્યા ના રહો. દર બે- ત્રણ કલાકે બિસ્કિટ, ડ્રાય ફ્રૂટ કે કોઈ ફ્રૂટ ખતાં રહો. રાત્રે મોડું જમવાની ટેવ ના રાખો. ઉંઘવાના ત્રણ કલાક પહેલાં રાત્રીભોજન લઈ લો. તીખાં ફરસાણ, તીખી ચટણી, આથાવાળી વાનગીઓ, બેકરી આઈટ્મ્સ, અથાણાં, વિનેગર વગેરનું સેવન ઓછામાં ઓછું કરો.
તમારા ભોજનમાં તાજા ફળ, સલાડ, શાકભાજીનો સૂપ, ઉકાળેલા શાકભાજી સામેલ કરો. લીલા પાંદડાવાળા શાકભાજી અને ફણગાવેલું અનાજ પુષ્કળ માત્રામાં ખાઓ. આ વિટામિન બી અને ઈનો ઉત્તમ સ્રોત છે જે શરીરને એસેડિટીમાંથી રાહત અપાવશે.
પિત્ત ઘણું વધી જાય અને ખાટી કડવી ઉલટીઓ થતી હોય તો તેને શાંત કરવા માટે આંબાના અને જામ્બૂ ના ૧૦-૧૦ ગ્રામ જેટલા પાંદડા લઇ તેને પીસીને ૨૦૦ મિલી પાણીમાં ખુબ જ ઉકાળો આશરે ૫૦ મિલી જેટલું પાણી વધે એટલે તેમાં સાકર નાખીને આ પાણી પી જવું.
એસીડીટીનું બીજું મુખ્ય કારણ માઈગ્રેન માનવામાં આવે છે અને તેનું કારણ કે એસીડીટી. ૧૦૦ ગ્રામ પુવા અને ૧૦૦ ગ્રામ વરીયાળી લઈને તેને મિક્ષ્ચર માં પીસી લો. હવે આ ચૂર્ણ ને દરરોજ સવારે ૨ ચમચી ચૂર્ણ ને ૬ ગ્લાસ પાણીમાં પલાળી રાખો. હવે જયારે પણ તરસ લાગે ત્યારે આ પાણી પીવું. સતત બે મહિના આ પ્રયોગ ચાલુ રાખવાથી એસીડીટી માં અવશ્ય ફાયદો થાય છે.
પેટની ગરમીને શાંત કરવા માટે અને એસીડીટી થી છુટકારો મેળવવા માટે કાચા ટમેટા નું સેવન કરવાનું રાખો. ટમેટું શરીર માં ક્ષાર નું પ્રમાણ વધારે છે અને એસીડીટી થી રાહત અપાવે છે. આદુનો રસ પણ એસીડીટી માટે એકદમ સરળ ઉપાય છે. લીંબૂ, મધ ને આદુના રસ ને મિક્ષ કરીને પીવાથી પેટની બળતરા શાંત થાય છે. અને એસીડીટી માં રાહત મળે છે.
એસિડિટીની સમસ્યામાં તમે જીરૂની ચા બનાવીને પણ સેવન કરી શકો છો અથવા તો ઈચ્છો તો પાણીની અંદર એક ચમચી મધ ઉમેરી તેને ઉકાળો ત્યાર પછી તેનું સેવન કરો થોડા જ સમયની અંદર તમને એસિડિટીમાં રાહત મળશે