મચ્છરોના ડંખથી થતી બિમારીને કારણે લાખો લોકો મોતને ભેટે છે. મચ્છર જન્ય રોગ જેવા કે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકનગુનિયા છે. મચ્છરના ઉપદ્રવને રોકવા માટે સફાઈ અભિયાન પણ ચલાવવામાં આવે છે. તેમજ મચ્છરોથી છુટકારો મેળવવા લોકો બજારમાં મળતા સ્પ્રે, ઈલેક્ટ્રીક રેકેટ તેમજ કછુઆ અગરબતી અને પન્નીનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આ તમામ ઉપયોગ બાદ પણ મચ્છરનો ઉપદ્રવ ઓછો થતો નથી.
જો કે, આ પ્રોડક્સમાં ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માટે તમે મચ્છરને દૂર રાખવા માટે નેચરલ ઉપાયો અપનાવી શકો છો.લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં ઉકાળી લો, અને જે રૂમને તમે મચ્છર મુક્ત કરવા માંગો છો ત્યાં ચારે બાજુ છાંટો. જેમ કે આ દુર્ગંધ હોઈ શકે છે પરંતુ તેના લીધે મચ્છર ભાગી જાય છે. જો તમે પણ મચ્છરોથી પરેશાન છો તો આ ઉપાય થી મચ્છરોથી છુટકારો મેળવી શકો છો.
મચ્છરને ભગાડવા માટે ફૂદીનાનું તેલ સચોટ ઉપાય છે. મિન્ટ ઓઈલને શરીર પર લગાડી પણ શકાય છે. તથા ઘરમાં ફૂદીનાના તેલનું સ્પ્રે કરવાથી મચ્છર નજીક નથી આવતા. ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો.
કાચા લીંબુને બે ટુકડા કરી નાખો અને તેની અંદર લવિંગ મૂકો. લવિંગની બાજુ ઉપર ફેરવો. આ એક વિશેષ પ્રકારની સુગંધ પેદા કરશે જે મચ્છરને જરાય પસંદ નથી, અને તે તમારા ઘરથી ભાગી જશે. આ એક પ્રાકૃતિક વસ્તુ છે જે ખુબ જ અસરકારક હોય છે. કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20 મિનિટ પછી તમે જોશો તો તમામ મચ્છર ભાગી ગયા હશે. મચ્છરોથી છુટકારો મેળવવા એક સુતરાઉ કાપડમાં કપૂર અને લવિંગ બાંધી રૂમમાં લટકાવો. આમ કરવાથી મચ્છરો ભાગી જશે.
દરેક ઘરમાં લેમન ગ્રાસનો ઉપયોગ તેની સુગંધના કારણે થતો હોય છે. લેમન ગ્રાસના પ્લાન્ટનો ઉપયોગ મચ્છર ભગાવવાની દવાઓમાં પણ થાય છે. આ પ્લાન્ટની મનમોહક અને તાજગીથી ભરપૂર સુગંધ મૂડ ફ્રેશ કરી દે છે, જો કે આ ખુશ્બુથી મચ્છર દૂર ભાગે છે.
તુલસી મચ્છરને ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે. ગોલગોટાના ફૂલ બાલ્કનીને સુંદર બનાવવાની સાથે સાથે મચ્છર ભગાવવામાં પણ મદદ કરે છે. ગલગોટાની સુગંધથી હવામાં ઉડતા કીડાઓ દૂર ભાગે છે. મચ્છરને ભગાવવા માટે ગલગોટાના ફૂલની જરૂર નથી પડતી, તેના પ્લાન્ટ માત્રથી મચ્છર ઘરમાં નથી આવતા.
લીમડાનું તેલ મચ્છરોને ભગાડવામાં કારગાર સાબિત થયું છે. કોપરેલ અને લીમડાના તેલને સપ્રમાણ માત્રામાં લઈને શરીર પર લગાડવાની મચ્છર તમારી આસપાસ નહીં ફરકે. એન્ટીફંગલ, એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટિરિયલ ગુણોથી ભરપૂર લીમડાની ગંધથી મચ્છર દૂર ભાગી જશે. મચ્છર, માખી અને નાના કીડાઓને દૂર રાખવા માટે લીંમડાના છોડ વાવવો ફાયદાકારક નીવડે છે. જો તમારા ઘરે બાગ-બગીચો છે તો તેમાં જરૂર લીંમડાનું વૃક્ષ વાવો. લીંમડો જો ઘરની આસપાસ હશે તો મચ્છર નહીં આવે.
લવિંગ અને નાળિયેર તેલ મિક્સ કરીને શરીર પર લગાવો. આ કરવાથી, તમારા શરીરની આસપાસ કોઈ મચ્છર આવશે નહીં. લીમડાનું તેલ અને નારીયેળનાં તેલને સપ્રમાણ મેળવીને તમારા શરીર પર લગાવવું. તેની ગંધથી એક પણ મચ્છર તમારી આસપાસ નહી ફરે.
નીલગીરી અને લીંબૂનાં તેલને એક સાથે મેળવીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે નહી આવે. આ તેલ એન્ટીસેપ્ટિક પણ છે, અને મચ્છરોને ભગાડવામાં પણ કામ કરે છે.