આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ.વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન બી3 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જે આપણાં શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાત ની તકલીફ થતી નથી. વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો. પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત દુર થશે. આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે. વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે.
ડાયરિયા થાય તો વરીયાળી ખાવી જોઈએ. વરીયાળી ને બેલના ગરબ સાથે સવાર સાંજ ચાવવાથી અજીર્ણ દુર થાય છે અને અતિસાર માં ફાયદો થાય છે. ખાધા પછી વરીયાળી નું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે છે , જીરું અને કાળું મીઠું ભેળવીને ચૂર્ણ બનાવી લો. ખાધા પછી હુફાળા પાણી સાથે આ ચૂર્ણ લઇ લો, તે ઉત્તમ પાચક ચૂર્ણ છે.
દરરોજ સવારે ખાલી પેટ પર વરિયાળીનું પાણી પીવાથી જાડાપણાની (Obesity) સમસ્યા દૂર થાય છે. આનું કારણ એ છે કે વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે, મેટાબોલિઝ્મનો દર વધે છે, જે કેલરી અને ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વરિયાળીમાં રહેલ ફાયબર વજન ઘટાડવામાં મદદ કરે છે.
ખાંસી થાય તો વરીયાળી ખુબ ફાયદો કરે છે. વરીયાળી ના 10 ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો, તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.વરિયાળીના પાણીમાં વિટામિન એની સાથે જ એન્ટીઓક્સિડેન્ટ્સ અને ઘણા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ જોવા મળે છે. જે આંખોને સ્વસ્થ રાખે છે સાથે સાથે આંખની રોશનીમાં વૃદ્ધિ કરે છે, સાથે જ વૃદ્ધાવસ્થામાં થતી મોતિયાની બીમારીને અટકાવવામાં મદદ કરે છે.
જો તમને પેટમાં દુઃખાવો રહે છે તો શેકેલી વરીયાળી ચાવવી તેનાથી તમને રાહત થશે. વરીયાળી ની ઠંડાઈ બનાવીને પીવો. તેનાથી ગરમી શાંત થશે અને જીવ ગભરાવાનું બંધ થઇ જશે. હાથ-પગમાં બળતરા થવાની ફરિયાદ થાય તો વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી 5 થી 6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.
જો ગાળામાં ખરાશ થઇ જાય તો વરીયાળી ચાવવીજોઈએ. વરીયાળી ચાવવાથી બેસેલું ગળું પણ સાફ થઇ જાય છે. રોજ સવાર સાંજ ખાલી પેટ વરીયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે, ત્વચામાં ચમક આવે છે.
વરિયાળીમાં રહેલું એસેન્શિયલ ઓઇલ શરીરમાં રહેલા હાનિકારક ટોક્સિન્સ એટલે કે ઝેરી પદાર્થોને શરીરમાંથી દૂર કરી લોહીને સાફ (Blood Purify) કરવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી ડાઈયૂરેટિક હોય છે એટલે કે, પીધા બાદ વારંવાર પેશાબ લાગે છે જે શરીરમાં હાજર અશુદ્ધિઓને દૂર કરીને શરીરને શુદ્ધ રીતે ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
વરીયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રાવવ્યવસ્થિત કરે છે અને ષ્લેશ્મિક કલાના શોથ માં કામ કરે છે. આપચો અલ્સર, અમલપિત્ત, ખાટા ઓડકાર, ગેસ અને બીજા રોગોના ઉપચાર માટે વરીયાળી નો ઉપયોગ ઉત્તમ માનવામાં આવે છે. તે પેટ માં તેજાબ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે, તેની તીવ્રતા ઓછી કરે છે, આમાશય શોથ ને દુર કરે છે, અને આમાશય રોગ દુર કરે છે.
પોટેશિયમથી ભરપૂર વરિયાળીનું પાણી શરીરના બ્લડ પ્રેશરની સાથે હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જે દર્દીઓને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તે પણ વરિયાળીનું પાણી પી શકે છે. પાંચ છ ગ્રામ વરિયાળી લેવાથી લીવર અને આંખોની રોશની સારી રહે છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં વરિયાળી ખુબ જ ઉપયોગી છે. વગર તેલમાં તવા પર શેકેલી વરિયાળી અને વગર તળેલી વરિયાળીના મિશ્રણને ખાવાથી ફાયદો થાય છે.
વરીયાળીનું વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટી ની સારવાર માં મદદ કરે છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે. વરીયાળી ચયાપચન ક્રિયા વધારવામાં ઉપયોગી છે. વરીયાળી ચરબી ના ચયાપચન ને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
પીરિયડ્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને તીવ્ર દુ:ખાવો અને ક્રેમ્પ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો તમે વરિયાળીનું પાણી પીશો તો તમને માસિક સ્રાવના કારણે પેટના દુ:ખાવાથી રાહત મળે છે અને અનિયમિત પીરિયડ્સની સમસ્યા પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે.
બાળકોમાં પેટ અને પેટની સમસ્યા દૂર કરવામાં પણ તે ઉપયોગી છે. એક કપ પાણી ઉકળવા દો અને 20 મિનિટ સુધી તેને ઠંડા થવા દો તેનાથી બાળકને ફાયદો થાય છે. પણ યાદ રાખો બે ચમચી કરતા વધારે આ મિશ્રણ નહિ આપવું જોઈએ. વરિયાળીના પાવડરને સાકર સાથે બરાબર મિક્સ કરીને ખાવાથી હાથ-પગની જલન દૂર થાય છે. ભોજન પછી ૧૦ ગ્રામ વરિયાળી ખાવી જોઈએ.