હાલ ના સમય માં લોકો ના કામકાજ ઝડપી થઇ ગયા હોવાથી અને દોડાદોડભર્યું જીવન હોવા થી કામ ની વ્યસ્તતતા અથવા કામ ના બોજ ના કારણે થી દરેક વ્યક્તિ લગભગ માનસિક અથવા શારીરીક બીમારીઓ થી પીડાતી હોય છે.જેના થી બચવા માટે લોકો દવાઓ નો સહારો લેતા હોય છે પરંતુ આયુર્વેદ માં ઘણી એવી ઔષધિઓ રહેલી છે જે દવા કરતા વધુ અકસીર રહે છે અને જેના થી લગભગ કોઈ આડઅસર થવા ની સંભાવના રહેતી નથી. અશ્વ એટલે ઘોડો અને ગંધ – એટલે સુગંધ. તેનું નામકરણ એ છે કે તેની મૂળિયા ઘોડાના પરસેવાની ગંધ હોય છે. તે એક મજબૂત છોડ છે જે ઉચ્ચ તાપમાનથી નીચા તાપમાન સુધી ટકી શકે છે. જોકે એવા ઘણા ફાયદા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તેનો ઉપયોગ બાળકોથી લઈને વૃદ્ધ લોકોને પણ ફાયદો પહોંચાડે છે.
અશ્વગંધા લગભગ 2 થી 3 ફૂટ જેટલી ઊંચાઈ નું હોય છે જેના મૂળ 1 ફૂટ જેટલા ઊંડા હોય છે. જે ચીકણા, કડવા અને મજબૂત હોય છે જેના મૂળમાં અશ્વગંધા નામક ઔષધિ રહેલી છે. અશ્વગંધા ના બજાર માં તૈયાર તેલ અને ચૂર્ણ , દવા મળી રહે છે. અશ્વગંધા શરીર ના માનસિક અને શારીરીક બંને રોગો માટે અકસીર સાબિત થઇ છે. જેમાં ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ, સાંધા ના દુખાવા માટે ઘડપણ ને નાથનારૂં અને રોગપ્રતિકારક શક્તિ વધારનારૂ સાબિત થયું છે જે સ્વાદ માં તૂરું અને કડવું હોય છે.
ઘણીવાર ઘણા લોકોને અશક્તિનો અનુભવ થાય અને કોઈ કામમાં મન ન લાગે. શરીર સાવ સુસ્ત થઇ ગયું હોય તેવો અનુભવ થાય તેવામાં અશ્વગંધા શારીરિક શિથિલતા દૂર કરે છે અને શારીરિક ઉર્જા વધારવામાં દમદાર છે. આ જ કારણ છે કે શક્તિની અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓમાં,આ અશ્વગંધાનો ઉપયોગ થાય છે. ઘણા આયુર્વેદ ડોક્ટર્સ અશક્તિ, આળસ અને તણાવ જેવી સમસ્યા માટે અશ્વગંધા નું સેવન કરવાની સલાહ આપે છે.
આજકાલ કેન્સર એક સામાન્ય રોગ જેવું બની ગયું છે અને તે કોઈને પણ થઈ શકે છે. અશ્વગંધા કેન્સરની અસરો ઘટાડે છે. આ સિવાય તપાસમાં બહાર આવ્યું છે કે તેને ખાવાથી એપોપ્ટોસિસ વધે છે, જે કેન્સરના કોષોને પણ મારી નાખે છે. આ ઉપરાંત તે કેન્સરના કોષોને બનાવવા દેતું નથી. તે પ્રતિક્રિયાશીલ ઓક્સિજન પ્રજાતિઓ બનાવે છે, જે કેન્સરના કોષોને દૂર કરે છે.
અશ્વગંધા નો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે પણ થાય છે. જો રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તો રોગ ખૂબ જલ્દીથી શરીરમાં પ્રવેશ કરે છે. તે ડાયાબિટીઝ રોગમાં પણ ફાયદાકારક છે. અશ્વગંધા ડાયાબિટીઝની સારવારમાં પણ સકારાત્મક પરિણામ આપે છે. ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે તેને ખાવાથી બ્લડ સુગરનું સ્તર પણ ઓછું થાય છે.
અશ્વગંધા થાઇરોઇડ રોગમાં પણ ફાયદાકારક છે. થાઇરોઇડ પણ એ એક ખતરનાક રોગ છે, જેની સારવાર કરવાની જરૂર છે. અશ્વગંધા મૂળના અર્કનો ઉપયોગ જો રોજ કરવામાં આવે તો થાઇરોઇડ હોર્મોન વધારે છે. તે સ્નાયુઓની શક્તિમાં સુધારો કરવા માટે પણ થાય છે. તે શરીરની રચના અને શક્તિમાં વધારો કરે છે. તેનો ઉપયોગ મોતિયાને રોકવામાં મદદ કરે છે. અશ્વગંધા ના ઉપયોગથી વાળના મૂળ મજબૂત થાય છે. વાળ પર નાળિયેર તેલથી બનેલી અશ્વગંધા અને ટોનિક લગાવવાથી વાળ મજબુત થાય છે અને તેના ખરવાની સમસ્યામાં ઘટાડો થાય છે.
જેમ કે લોહી ના પ્રમાણ માં વધારો ઘટાડો અથવા મધુપ્રમેહ ને મર્યાદા માં રાખવા અને સુગર કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખવા માટે,લોહી નું પરિભમણ યોગ્ય રાખવા માટે પણ અશ્વગંધા ની દવા સેવન કરી શકાય છે. કોઈ જગ્યા એ ઇજા પોહ્ચવા થી વાગ્યું હોય અથવા સોજો આવ્યો હોય તો અશ્વગંધા ના પાન ને સરસીયા ના તેલની સાથે મિશ્રિત કરી ને માલિશ કરવા થી સોજા માં રાહત મળે છે. તે સિવાય સાંધા નો દુખાવો, માથા નો દુખાવો, કોણીનો દુખાવો, હાડકા ના દુખાવા માટે અશ્વગંધા ના તેલ ની માલિશ કરવા થી રાહત મળે છે.
શરીર ને લગતી સમસ્યાઓ માં શક્તિ વધારવા માટે, માંસપેશીઓ મજબૂત કરવા માટે, સ્પર્મ માં વધારો કરવા માટે પણ અશ્વગંધા ના તેલ નું માલિશ ઉપયોગી બને છે. જેમ કે કોઢ, શરીર પર થતા સફેદ ડાઘ શરીર પર થતી ગાંઠો ને દૂર કરવા માટે અશ્વગંધા ના મૂળ ને પીસી ને તેનો લેપ બનાવી તેના તેલ ની માલિશ કરવા થી તેમાં ફરક જોવા મળે છે. મોતિયાબિંદ, આંખો ની કમજોરી, આંખો માં ઓછું દેખાવું વગેરે જેવી આંખો ની તેજસ્વીતા માટે અશ્વગંધા, આમળા અને જેઠીમલ ને પીસી ને તેનું ચૂર્ણ લેવા થી રાહત મળે છે.
વાયુ ના રોગો કે જે લગભગ 80 કે તેથી વધુ છે તેના માટે પણ અશ્વગંધા ચૂર્ણ અકસીર ઉપાય તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. કમર ના દુખાવા માં સાકર સાથે લેવા થી દુખાવા માં રાહત મળે છે.
નાના બાળકો કે જે 4 મહિના થી મોટા હોય તેવા બાળકો ને દૂધ સાથે અશ્વગંધા ચૂર્ણ આપવા થી બાળકો નું શરીર મજબૂત અને દિમાગ ના વિકાસ માટે ઉપયોગી અને બાળકો ને હૃષ્ટપુષ્ટ બનાવે છે. મહિલા ના સૌંદ્રય પ્રસાધનો માં પણ અશ્વગંધા નો ઉપયોગ કરવા માં આવે છે. ત્વચા ને નિખારવા માટે ચમકીલી કરવા માટે પણ અશ્વગંધા નો લેપ ઉપયોગી સાબિત થાય છે. ક્ષય જેવી મોટી બીમારી કે ગળા ને લગતી થાઇરોઇડ જેવી બીમારી હોય, અથવા નાની બીમારીઓ જેવી કે શરદી, કફ, ઉધરસ, વાયુ માટે પણ અશ્વગંધા ની દવા, ચૂર્ણ ઉપયોગી સાબિત થાય છે.