દિલ્હીમાં શિયાળ ની ઋતુ માં વધારે ધુમ્મસ ના કારણે પ્રદૂષની સમસ્યા વધારે રહે છે. શિયાળો અને પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે અને એમાં ખાસ કરીને ફેફસાં માટે સારું નથી. શરીર ની અંદર ફેફસાંમાં પ્રદૂષણ ફિલ્ટર હોય છે. જેને સિલિયા કહેવાય છે. તે ફેફસા ની ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ અમુક શેહરો મા એટલું બધુ પ્રદૂષણ હોય છે, કે તે હવામાં જોવા મળતા વિપુલ પ્રમાણમાં કાર્બન પ્રદૂષણ જેમ કે ધુમાડો, કેમિકલ્સ, ઝેર અને વાહનોના ધૂમાડા ના પ્રદૂષણ માં ફેફસા ની અંદર રહેલું ફિલ્ટર પણ કઈ ફેફસા ને નુકશાન થતાં નથી બચાવી શકતું.
મેટ્રો શહેરોમાં હવામાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે. ધૂમાડો, કેમિકલ્સ ઝેર અને વાહનોના ધૂમાડાના ઘાતક મિશ્રણ આપણા શરીરને ખુબજ નુકશાન પહોંચાડે છે. અને જે લોકો પહેલાથી જ શ્વાસના રોગોથી પીડિતા હોય તેમની માટે તો આવું વાતાવરણ તેમની સ્થિતિ વધારે ખરાબ કરે છે.
પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમકે તમારા જ રસોડામાં તેનાથી બચવાનો એક ઉપાય છે. આ પીડાદાયક સમયમાં તમારા ફેફસાંને સાફ કરવામાં ગોળ તમને મદદ કરી શકે છે. ગોળ તમારા શરીરને આ ખતરનાક પ્રદૂષણ સામે લડવામાં મદદ કરશે. જે કામદારો ધૂળવાળા અને સ્મોકી વાતાવરણમાં કોલસાની ખાણોમાં કામ કરે છે, તે લોકો કામ કર્યા પછી ગોળ ખાય છે.
ગોળ ને એનર્જી આપવાનો એક સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા તત્વો અને વિટામીન શરીર ને દિવસભર એનર્જી પૂરી પડે છે. ગોળ શરીર માં ધીમે ધીમે પચે છે માટે તે શરીર ને લાંબા સમય સુધી એનર્જી પૂરું પડતું રહે છે. ગોળ ખાસ કરીને જે લોકો અત્યંત પ્રદૂષિત વાતાવરણમાં કામ કરતા ફેક્ટરી કારીગરો માટે ખૂબ ઉપયોગી છે. ધૂળ અને ધુમાડાના વાતાવરણમાં કામ કરતા લોકો જો કામ કર્યા પછી ગોળ ખાય છે તો તેમને કોઈ સમસ્યા થતી નથી.
વાતાવરણ માં ફેરફાર ને કારણે થઇ જતી શરદી અને ઉધરસ માં ગોળ નું સેવન કરવું ફાયદેમંદ સાબિત થાય છે. ગરમ દૂધ માં ગોળ નાખીને પીવાથી શરદી અને ઉધરસ માં જલ્દી થી રાહત મળે છે. ગોળ એ શેરડીમાંથી બનાવવામાં આવતો શુદ્ધ, અને સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. ગોળને મૂળભૂત રીતે શેરડીના રસમાંથી બનાવવમાં આવે છે. ગોળમાં સેલેનિયમ હોય છે. જે એન્ટી-ઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. અને તે ગળા અને ફેફસાના ચેપમાં ફાયદાકારક છે.
ગોળ પ્રદૂષિત વાતાવરણ થી ફેફસાંને બચાવે છે. આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ તેમાં પ્રદૂષણનું સ્તર જીવલેણ સ્તરે પહોંચી ગયેલું છે. પ્રદૂષણ સામે લડવા માટે જે ઔદ્યોગિક કામદારો છે. તે ગોળનો વ્યાપક ઉપયોગ કરે છે. આયર્નથી ભરપૂર હોવાને કારણે ગોળ એ ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.અને શરીર ને સ્વસ્થ રાખે છે.
આયર્નથી ભરપૂર ગોળ લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર પણ સુધારે છે. જેનાથી લોહીમાં ઓક્સિજનની ક્ષમતા વધે છે. દરરોજ થોડી માત્રામાં ગોળ ખાવાથી હવામાં રહેલા કાર્બન પ્રદૂષણનો સામનો કરી શકાય છે. હૃદય ને સારી રીતે કામ કરવા માટે મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનીયમ, વગેરે જેવા તત્વો ની જરૂર હોય છે. આ બધા તત્વો ગોળ માંથી મળી રહે છે. માટે જો હૃદય રોગ નો દર્દી જો ગોળ નું સેવન કરે તો તેના માટે ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે.
તેથી દરરોજ 2 થી 4 ગ્રામ સુધી મર્યાદિત ગોળ ખાવો જોઈએ. શિયાળા ની ઋતુ માં ગોળ ખાવા થી શરીર ને બીજા પણ ઘણા ફાયદા મળે છે. તેથી શિયાળા ની ઋતુ માં ગોળ ખાવો જોઈએ. તેથી બપોરના ભોજનમાં અને ડિનરમાં ગોળનો નાનો ટુકડો સામેલ કરો.