સર્પગંધા એક ઔષધી નું પાન છે, અને આ પાન ને આયુર્વેદમાં બહુ ગુણકારી માનવામાં આવે છે, આયુર્વેદિક દવાઓ માં સર્પગંધા ના પાન નો ઉપયોગ કરવામાં આવે છે, અને તેની મદદથી સુંદર ત્વચા પણ મળી શકે છે, આ પાન ની મદદથી સાપ નું ઝેર પણ ઉતારી શકાય છે,આને કારણે આ પાન નું નામ સર્પગંધા પડ્યું,સર્પગંધા ની સાથે ઘણા ફાયદા જોડાયેલા છે.
એવું કહેવામાં આવે છે કે આ છોડને ઘરે લગાવવાથી સાપ નથી આવતા. તેમાં ઔષધીય ગુણધર્મો છે, જે અનેક રોગોમાં ફાયદાકારક છે. તેનો ઉપયોગ અનિદ્રા, ઉન્માદ અને તાણમાં રાહત આપે છે. એ હાઈ બ્લડ પ્રેશર માટેનો ઉપચાર છે. પાંદડાઓનો રસ આંખની રોશની વધારવામાં પણ મદદગાર છે.
આમાં આલ્કલોઇડ્સ જોવા મળે છે, જેના કારણે પેટની વિકૃતિઓ સેવનથી દૂર થાય છે. આ માટે દરરોજ પાણી સાથે સરપગંધાનો પાઉડર લો. તેના ઉપયોગથી કબજિયાત, અપચો અને પેટના કૃમિ દૂર થાય છે. હાઈ બ્લડ પ્રેશર થાય છે. હાઈ બ્લડ પ્રેશર એક ભયાનક બીમારી હોય છે અને તેના કારણે અટક,હૃદય ફ્લેયોર અને સ્ટોક જેવી અન્ય બીમારીઓ શરીર ને લાગવાથી ખતરો વધે છે.એટલા માટે બહુ જરૂરી હોય છે કે તમારું બ્લડપ્રેશર ના વધે અને હંમેશા બરાબર લેવલ માં રહે,તેમાં જે લોકો ને હાર્ડ બ્લડપ્રેશર ની તકલીફ છે તે સર્પગંધા ની મદદ થી આ રોગ ને મટાડી શકો છો.
આયુર્વેદ પ્રમાણે સર્પગંધા ની જળો નું ચૂર્ણ ખાવાથી બ્લડપ્રેશર કાબુ માં રહેછે,અને આ બીમારીઓ થી છુટકારો પણ મેળવી શકાય છે. કેટલી માત્રા માં ચૂર્ણ લેવું તમે તેનો ઉપયોગ 3,5 ગ્રામ ની માત્રા માં ખાઈ શકો છો તેનું ચૂર્ણ કડવું હોય છે એટલા માટે તમે ધારો તો તેમાં ખાંડ નું મિશ્રણ કરી ને તેનું સેવન કરી શકો છો.
ઉઘ ના આવા ની બીમારી થી ગ્રસ્ત લોકો ના માટે સર્પગંધા બહુ લાભદાયક છે,અને તેને ખાવા થી ઉંઘ ના અવવાનો રોગ દૂર થાય છે, એટલા માટે જે લોકો ને ઉધ ના આવતી હોય તે લોકો આ સર્પગંધા ના ચૂર્ણ નો ઉપયોગ કરવાથી તેમને રાત્રી માં ઊંઘ સારી આવવા લાગે છે.
કબજિયાત, ગેસ,પેટ માં દુખવું વગેરે થી ને દુર કરવામાં સર્પગંધા નું પાન સફળ થયું છે,જો તમારું પેટ ઠીક નથી થતું અને વારંવાર ખરાબ થઈ જતું હોય તો તમે સર્પગંધા નું કાઢું પીવો,તેનું કાઢું પીવાથી તમારું શરીર એકદમ સરસ થઈ જશે. સર્પગંધા નો ઉકાળો તમે દિવસ માં 3થી4 વાર પીવો,અને આ ઉકાળો પિવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે,પણ આ ઉકાળા ને 2દિવસ થી વધારે ના પીવી શકાય,કરણ કે વધારે ઉકાળો પીવાથી પેટ ખરાબ થઇ શકે છે.
સર્પગંધા લેવાથી માસિક સ્રાવની પીડા ઓછી થઈ શકે છે. સર્પગંધામાં મળતા આલ્કલોઇડ્સમાં આનલજેસિક ગુણધર્મો હોય છે, જે માસિક સ્રાવ દરમિયાન પીડા ઘટાડે છે. સર્પગંધાના ઔષધીય ગુણધર્મોને કારણે, તે ખાંસીના ઘરેલું ઉપાયોમાં પણ વાપરી શકાય છે. એલર્જીને કારણે ઉધરસની સમસ્યા થઈ શકે છે. એન્ટી-માઇક્રોબાયલ તેને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. એન્ટિ-માઇક્રોબાયલ ગુણધર્મો સર્પગંધામાં જોવા મળે છે.
ભારતમાં જંતુના કરડવા પર પણ ઔષધિઓ નો ઉપયોગ થાય છે. આ ઔષધિઓમાં સરપગંધાનો પણ સમાવેશ થાય છે. તેમાં જંતુનાશક ગુણધર્મો જોવા મળે છે, જેને લીધે જંતુના કરડવાથી થતી સમસ્યાને પહોંચી વળવા માટે સાપના ડંખના ફાયદાઓ માં વાપરી શકાય છે.