મોઢામાં ચાંદા પડવા એ એક સામાન્ય સમસ્યા છે. ઘણી વખત વ્યક્તિના મોંની અંદર નાના નાના ફોલ્લાઓ થઈ જાય છે, પરંતુ હકીકતમાં આ ફોલ્લાઓ ખૂબ પીડાદાયક હોય છે. આને લીધે, મોઢાની અંદર દુખાવો થવાની અનુભૂતિ થાય છે, સાથે કંઈપણ ખાવામાં અને પીવામાં પણ ઘણી તકલીફ પડે છે. મોઢાના ચાંદા મટાડવા માટે લોકો સામાન્ય રીતે દવા નો આશરો લે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તમે કેટલાક સરળ ઉપાય અપનાવીને ઘરે જ મોઢાના ચાંદા નો ઈલાજ કરી શકો છો. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે-
એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ને કારણે મધ મોંના ચાંદા ને મટાડવા માટે ખૂબ અસરકારક છે. દરરોજ થોડુ કાચું મધ લો અને તેને ચાંદા પર લગાવો. જો તમે ઇચ્છતા હોવ તો મધમાં થોડી હળદર ઉમેરો અને ચાંદા પર લગાવો. આ મોઢાના ચાંદા તુરંત મટાડવા માં તે ઉપયોગી છે. મીઠાના પાણીથી કોગળા કરવાથી મોંના ચાંદા માં રાહત મળે છે. ફક્ત એક ગ્લાસ નવશેકું પાણી લો, થોડું મીઠું નાખો અને તેની સાથે કોગળા કરો. aા કરવાથી રાહત અનુભવશો.
નાળિયેર તેલ બળતરા ઘટાડીને ચાંદા થી થતી અગવડતાને ઘટાડવામાં મદદ કરે છે. નાળિયેર તેલ માં બળતરા વિરોધી તત્વો આ સમસ્યાની સારવાર કરવામાં મદદગાર સાબિત થાય છે. નાળિયેર તેલ લો અને રૂની મદદથી તેને મોઢા ના ચાંદ પર લગાવો. આ ઉપાય દિવસમાં ઘણી વખત કરો. આ તમને ઘણો આરામ આપશે.
તુલસીના પાંદડા ના ઔષધીય ગુણધર્મો કોઈથી છુપાયેલા નથી. મોઢામાં ચાંદા પડવાની સમસ્યાને દૂર કરવા માટે તુલસીના ચાર પાંચ પાંદડા દરરોજ સવાર-સાંજ ચાવવાથી પણ ચાંદીમાં ફાયદો મળે છે આ તુલસી ચાવીને પછી એની ઉપર બે ઘૂંટડા પાણી પીવું જોઈએ જેનાથી મો માં આવતી દુર્ગંધ દૂર થાય છે અને ચાંદી માંથી છુટકારો મળે છે. જો કે તુલસીના પાંદડા થોડા કડવા લાગે પણ તે ખૂબ અસરકારક છે.
પાકેલા કેળા અને મધ એ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી ગણાય છે. જો તમે કેળા અને મધ ને ક્રશ કરીને તેની પેસ્ટ ને ચાંદા પર લગાવો તો તમે આ ચાંદા ની સમસ્યામાંથી સરળતાથી મુક્તિ મેળવી શકો. લીમડાના પાન એન્ટિસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢામાં ચાંદા માં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરો.આવુ કરવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે.
ઈલાયચી ને વાટી ને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. નાની ઈલાયચી ના બીજ અને કાથાને ઝીણા વાટીને પાવડર બનાવી લો. આ ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢા માં જે લાળ બને છે તેનાથી મોઢાની ગંદકી ખતમ થઈને મોઢાના ચાંદા મટી જાય છે.
બેકિંગ સોડામાં એલ્કલાઈન ગુણો હોય છે કે જે એસિડને બિનઅસરકારક કરી દે છે, કારણ કે આ એસિડ જ ચાંદાનું મુખ્ય કારણ હોય છે. બૅકિંગ સોડા અદ્ભુત રીતે અસરકારક છે, કારણ કે તે શરીરમાં એસિડને સંતુલિત કરે છે. તે બેક્ટેરિયાને નષ્ટ કરે છે અને છાલા નો ઉપચાર કરીને સાજા કરે છે. તે રોગાણુ અને બેક્ટેરિયા દૂર કરી મોઢાનાં આરોગ્યને સારું બનાવે છે. 1/2 કપ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા મેળવી કોગળા કરો. કોશિશ કરો કે આ મિશ્રણ મોઢાની અંદર તમામ બાજુ પ્રસરે અને પછી તેને થૂંકી દો. એવું દિવસમાં બે વાર કરો.
મુળેઠી મોંના ચાંદા ને દૂર કરવામાં પણ મદદ કરે છે. ખરેખર, તેના ઉપયોગથી પેટની બીમારી મટે છે અને પેટની અગવડતા મોટાભાગના મોઢાના ચાંદા માટે જવાબદાર છે. તેનો ઉપયોગ પાણી અથવા મધ સાથે કરી શકો છો. તે પેટને સાફ કરવામાં મદદ કરે છે અને ઝેરને દૂર કરે છે જે ચાંદા માટે જવાબદાર હોઈ શકે છે.
બે ગ્રામ સેકેલો સુહાગા(બોરેક્સ) નું એકદમ બારીક ચૂર્ણમાં ૧૫ ગ્રામ ગ્લિસરીન મિક્ષ કરવું. આ મિશ્રણને દિવસમાં બે ત્રણ વાર મોં અને જીભ ના ચાંદા પર લગાવવાથી ખુબ જ જલ્દી લાભ જોવા મળશે. મોઢાના ચાંદા ની સારવાર માટે ટી બૈગ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે. તેમાં રહેલા ટૈનિક એસિડ થી ચાંદા નો દુખાવો ઠીક થાય છે. બસ તમારે થોડી મિનિટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાની છે.
જો બાળકોને જીભમાં કે મોં ચાંદી પડી હોય તો બાળકો માટે સાકરને બારીક પીસીને તેમાં થોડું કપૂર મિક્સ(સાકર 8 ભાગ, કપૂર 1 ભાગ) કરવું અને એને મોં માં લગાવવાથી મોં ના ચાંદા અને મુખપાક મટી જાય છે. આ દવા બાળકોને મોં આવવા પર ખૂબ ફાયદાકારક છે.